SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) અગાઉ તથા હાલમાં જે મુલક આવ્યો હતો, તે તમામ અંગ્રેજોને આપીને તુંગભદ્રા નદી સુધીની સરહદ મુકરર કરી. આજે ફોજ રાખી તે “હેકબાદ સબસીડરી”ને નામે ઓળખાય છે. ઈ. સ. ૧૮૦૩માં અંગ્રેજો અને વાડના રાજા વચ્ચે લડાઈ ચાલી. આ લડાઈમાં નિજામ સરકારે અંગ્રેજોને પણું ભારે મદદ આપવાથી, વરાડના રાજા પાસેથી કેટલો એક પ્રાંત નિજામ સરકારને અપાવ્યો. ' નિજામ અલી ઈ. સ. ૧૮૦૩ની સાલમાં ૧૦૦ વરસની ઉમરે મરણ પામ્યો. તેમને આઠ શાહજાદા હતા. તેમને વ અલીખાહ ઈ. સ. ૧૭૯રમાં મરણ પામ્યો હતો, તેથી બીજે શાહજાદો સીકંદરજાહ ગાદીએ બેઠો. તે રાજકાજમાં ઘણું થોડું સમજતો હતો અને કેવળ ફકીર જેવો હોવાથી તેના રાજ્યમાં ઘણું અંધેર ચાલવા માંડયું. ઈ. સ. ૧૮૦૭માં વછર મીરઆલમના મુઆ પછી તે હદપર તેના જમાઈ મુનીરઉલમુક નામના ઉમરાવને નીમ્યો હતો. પરંતુ હિસાબ વિગેરે તપાસ તથા મુલકી કારભાર કરવા માટે, અંગ્રેજ સરકારે નિજામની મરજી વિરૂદ્ધ, ચંદુલાલ નામના કાયસ્થને નીમ્યો હતો. આ પ્રમાણે ફરી ઈંગ્રેજોએ હૈદ્રાબાદના રાજકારભારમાં હાથ ઘાલ્યો. ચંદુલાલ ઘણે ચંચળ અને મુનીરઉલમુલ્ક ગર્ભશ્રીમંત મુસલમાનોની ચાલ પ્રમાણે ઊન્મત અને આળશુ હતો, તેથી ઘણું ખરો કારભાર ચંદુલાલના હાથમાં આવ્યો. તેણે અંગ્રેજોની મરજી પ્રમાણે ફોજના નિર્વાહને માટે લાગા બાંધી આપા, તેથી કરીને ઈગ્રેજ સરકારની ફોજ પ્રમાણે નિજામની ફોજનો બં. દોબસ્ત થયો, અને તેની ચોકસાઈ રેસીડેન્ટ કરવા લાગ્યો. એ ફોજનું જેર ચંદુલાલને આવ્યું, તથા શત્રુની અથવા રિયતની બીક કંઈ મનમાં રહી નહિ; એથી મુલકી કારભારમાં તેણે ઘણી ગરબડ તથા જુલમ કરવા મા. ઈ. સ. ૧૮૧૭માં પેશ્વાનું રાજ્ય ઈગ્રેજોએ જીતી લીધું. તે વખત સીકંદરજહાંએ લશ્કરની ઘણી કીમતી મદદ કીધી હતી તેના બદલામાં ૨૪૨૬૦૦૦ની ઉપજનો મુલક નિજામ સરકારને મળ્યો. ઈ. સ. ૧૮૨૦માં હૈદ્રાબાદના રાજ્યની ઉપજ રૂપીઆ એક કરોડ અને નવ હજારની હતી. ચંદુલાલનો જુલમી કારભાર લેવાથી શરૂઆતમાંજ નિજામના શાહજાદાઓએ ચંદુલાલ તથા રેસીડેન્ટની સાથે વિરોધ માંડ્યો. પરંતુ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www.unia
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy