SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૧). કીઅગ કુઝુએ ગવરનર જનરલે કરેલી સઘળી સરત કબુલ કરી તેથી ઇ. સ. ૧૮૬૧ના માર્ચ મહિનામાં ફરીથી સલાહ થઈ. ઈ. સ. ૧૮રમાં ઈગ્રેજસરકારે ૨૬૦૦૦)ની રકમ ઈ. સ. ૧૮૫૦માં આપવી બંધ કરી હતી તે આપવી સરૂ કરી અને રાજાને માને ખાતર તે વધારીને ઈ.સ. ૧૮૧૮માં ૨૮૦૦૦) અને ઈ.સ.૧૮૭૩માં ૧૨૦૦૦) આપવા સરૂ કર્યા. ઈ.સ.૧૮૦૪માં હીઝહાઇનેસ મહારાજા સિકી અગકુઝ મરણ પામ્યા અને તેમની પછી તેમના ઓરમાઈ ભાઈ થોતાબને મચ્ચે ગાદીએ બેઠા. હઝહાઇનેસ મહારાજા થતાબને મઝે બહાદૂર જ્યારે રાણી વીકટોરીઆએ “એમપ્રેસ વિકટોરિઆ” એવો ખિતાબ ધારણ કર્યો ત્યારે પોતાની રાજ્યધાનીમાં દરબાર નહિ ભરી શકવાથી પોતાના મુખ્ય અમલદારોને ઈ. સ. ૧૮૭૭ જાન્યુઆરીની પહેલી તારીખે દાર્જિલીંગમાં જે જાહેર દરબાર ભરવામાં આવ્યો હતો. ત્યાં મોકલ્યા હતા. મહારાજાને ફાંસી દેવાને હક છે અને ૧૫ તેમનું માન મળે છે. મહારાજા હાલ ૨૮ વરસની ઉમરે છે. – – કુચબિહાર. આ રાજ્ય બંગાળા દેશમાં ઉત્તર સીમાની અંદર છે અને તેના રાજક રાજવંશી છે તથા તે મહારાજાની પદ્રિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉત્તરે તથા પશ્ચિમે દાર છલીંગ જીલ્લો, પૂર્વે ગેવ પારા જીલ્લો અને દક્ષિણ તથા નિત્યકોણ તરફ રંગપુરછલ્લો છે. આ રાજ્યનો વિસ્તાર ૧૩૦૦ ચોરસ માઈલ જમીન જેટલું છે તથા તેમાં ૧૨૧૪ ગામ તથા એમાં વસ્તી ૬૨૦૦૦ માણસની છે, તેમાં ૪૨૦૦૦૦ હિંદુ તથા ૧૦૪૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. વાર્ષીક ઉપજ રૂ. ૧૩ર૦૦૦૦ (તેરલાખ વીસ હજાર)ને આશરે થાય છે. આ રાજ્ય છેજસરકારને ખંડણી આપે છે. દેશનું સ્વરૂપ–મુલક સપાટ તથ. જમીન ચીકણી છે. દેશનો ઉતાર અગ્નિકોણ તરફ છે. નદીઓ–મુખ્ય નદી તિસ્તા એ તિબેટની હદમાંથી પ્રગટ થઈ સિકિમ અને દાર છલીંગ છલ્લો પસાર કરી આ રાજમાં થઈને અગ્નિકોણ તરફ હદ છોડ્યા પછી કેટલાક મેબને છે. બ્રહ્મપુત્રા નદીને મળે છે. એ સિવાય બીજી કેટલીક નદીઓ છે જે ઉત્તર તરફ ભુતાનના મુલકમાંથી આવી અગ્નિકોણ તરફ જાય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy