SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૫) મદદને માટે ઈગ્રેજ સરકારે તેને તેના મુલકને રાજા કબુલ કર્યો અને તે જીવે ત્યાં સુધી બરકાંડ અને ભવાનીનાં પ્રગણાં જેની ઉપજ દર વરસે ૫૦૦૦ હજારની હતી તે અને પાણીપતના મેદાનમાંના બરસત ફરીદપુરનો ભાગ આવ્યો. બગસીંગ ઈ. સ. ૧૮૧૮ માં મરણ પામ્યો. તેની પછી ફતેહસિંહ ગાદીએ બેઠા. તે ત્રણ વરસ રાજ કરી મરણ પામ્યો. તેની પછી સંગતસીંગ ગાદીએ બેઠા. તે બાર વરસ રાજ્ય કરીને ઈ.સ.૧૮૩૪માં કંઈ વારસ વગર મરણ પામ્યો. તેના વખતમાં કંઈ અગત્યનો બનાવ બન્યો નથી. તેમને કંઈ વારસ નહિ હોવાથી અંગ્રેજ સરકારે તે રાજ્ય ખાલસા કર્યું. પણ આખરે સીરપસીંગ જે મયંત રાજાને દૂરને સો હતો તેણે રાજાને માટે હક કર્યો. તે હક ઈંગ્રેજ સરકારે કબૂલ કર્યો અને તેને રાજા ઠરાવ્યો. પણ આગલા રાજાએ જે મુલક મેળવ્યો હતો તેમાં અડધો મુલક અંગ્રેજી રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યો. રાજા સીરપસીંગે અંગ્રેજ સરકારની શીખ સાથેની લડાઈમાં સારી મદદ કરી તેના બદલામાં અંગ્રેજ સરકારે તેને અને તેના વારસોને રૂ૧૦૦૦ ની ઉપજનો મુલક આપો.ઈ.સ. ૧૮૫૭ના બળવામાં શીરપસીંગ પોતાનું લશ્કર લઈને બળવાખોરોની સામે થયો. તે દિલ્હી ગયો અને તે શહેર લેવામાં મદદ કરી. આ કીમતી મદદને લીધે ઈગ્રેજે તેને ૩૧૧૬૮૦૦ની ઉપજનો મુલક બક્ષિસ આપો. એવી સરતે કે રાજાએ નીમકહલાલ રહેવું. અને ભયના વખતમાં ઈગ્રેજને લશ્કર તથા પિસાની મદદ આપવા ઈ. સ. ૧૮૬૦ માં તેને એક સનંદ કરી આપવામાં આવી. આથી રાજાને દત્તક લેવાનો હક મળ્યો. અને તેના વડીલોના મુલકના અને ઈંગ્રેજ સરકારે તેને જે મુલક આપો હતો તેનો સ્વતંત્ર રાજા કબુલ કર્યો. વળી જમ્હારના મુલકનું કનેડ માગણું અહીંના રાજાને આપ્યું અને રાજાએ રૂ૩૭૦ ૦૦૦ નજરાણાં તરીકે આપ્યા. ઈ. સ. ૧૮૬૪ ના જાનેવારી મહીનામાં સરપસીંગ મરણ પામ્યા. તેના પછી રઘુબીરસીંગ ગાદીએ બેઠે. આ રાજા ૧૮૭૫માં કલકત્તે ગયા હતા. અને પ્રીન્સ ઓફ વેલ્સ ત્યાં આવ્યા તે વખતે ત્યાં હતા. અહીંના રાજાને પ્રીન્સઍફસે. સ્ટાર ઓફ ઈન્ડિયાના નાઈટકમાન્ડરને માનવંતો ખિતાબ આપો હતો. હીઝહાઈનેસ રાજા શ્રી રઘુબીરસીંગ બહાર. જી. સી. એસ. આઈ. ઈ.સ.૧૮૭૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy