SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) સાથે તકરાર થાય તો તેને ચુકાદો ઈગ્રેજ સરકાર કરે. ઈગ્રેજને અફધાન લોક સાથે જે લડાઈ થઈ તેમાં નવાબે ઈગ્રેજને સારી મદદ કરી હતી અને તેના બદલામાં અંગ્રેજ સરકારે તેને સબજકોટ અને ભંગબાને મુલક આપ્યો. ઈ. સ. ૧૮૪૮માં બીજી સીખ સાથેની લડાઈમાં ભાવલખાન ઈગ્રેજી લશ્કર સાથે મુલતાનની લડાઈ લડ્યો અને બીજી કેટલીક સારી નોકરી બજાવી. આવી સારી નોકરીને લીધે અંગ્રેજ સરકારે તેને જીવતા સુધી દર વરસે એક લાખ રૂપીયાનું પેનશન આપ્યું.. ભાવલખાન ઈ.સ.૧૮૫રમાં મરણ પામે તેણે પોતાનું રાજ્ય પોતાન મોટા છોકરા ફતેહખાનને નહીં આપતાં ત્રીજા છોકરા સાદકખાનને આ હું પણ આ ફતેહખાન ખમી શક્યો નહિ. તેણે લશ્કર એકઠું કર્યું અને તેના રાજ્યના ઘણુ સરદારોની મદદથી સાદકખાનને ગાદીએથી ઉઠાડી મુક્યો. અને પોતે નવાબ થયો. સાદકખાંએ ઇગ્રેજ સરકારની મદદ માગી પણ ઈગ્રેજે દેશના મહેમાંહેના કજીઆમાં વચ્ચે પડવા ના પાડી. આખરે એવી ગોઠવણ કરવામાં આવી કે સાદકખાંએ રાજ્ય ઉપરથી પોતાનો સઘળો હાથ ઉઠાવી દે અને અંગ્રેજી હદમાં રહેવું અને તેનો ભાઈ દરમહીને ૨૧૬૦૦નું પેનશન આપે. તે ઇ. સ. ૧૮ર માં મરણ પામ્યો. ફતેહખાન ઈ.સ.૧૮૫૮માં મરણ પામ્યો. તેના પછી તેનો પાટવી કો રહીમ યારમહમદ ગાદીએ બેઠા. તે તે વખતે ૧૭ વરસનો હતો. જ્યારે તેણે નવાબ પદ ધારણ કર્યું ત્યારે તેણે પોતાનું નામ બદલીને ભાવલખાન પાડયું. આ નવાબના ટુંકા રાજ્યમાં ઘણો જુલમ થવા માંડ્યો. શરૂઆતમાં તેણે તેના બાપના વજીરની સલાહથી ચાલીને સારી રીતે રાજ કર્યું પણ પછીથી તેણે વજીરને મારી નાખ્યો. આથી વછરની તરફના સરદારોએ બળવો કયો આ બળ થયો તે વખતે તેણે તેના ત્રણ કાકાને મારી નાખ્યા. તેણે અંગ્રેજ સરકારની બીકને લીધે તેના દાદાની વીધવા સ્ત્રીને, તેના કાકાના બે નાના બાળકોને ઈગ્રેજ સરકારના રક્ષણ નીચે મોકલ્યાં. ઈ. સ. ૧૮૬૫માં એક બીજો બળવો થયો પણ એટલામાં ઈ. સ. ૧૮૬૦ના માર્ચ મહિનામાં નવાબ મરણ પામ્યો. તેના પછી સાદકમહં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy