SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૯) એમ કહેવાય છે કે એાગજખાન નામના સૌથીઅન સરદારે ઈ. સ. પૂર્વે થોડાક વરસ પહેલાં આ દેશ ઉપર એક મોટી સ્વારી કરી હતી; તેમાં તેને તે વખતના કાશ્મીરના રાજા જગમાએ મારી હઠાવ્યો હતો તોપણ તેણે ૧૨ મહીના સુધી લડાઈ જારી રાખી અને છેવટે તે ફાવ્યો હતો અને ત્યાર પછી તે તાતરી સરદારોના હાથમાં ગયું હતું એમ જણાય છે. કેમકે ઈ. સ. પૂર્વે ૧૫૦થી તે ૧૦૦ સુધીના વરસાની અધવચમાં ત્યાં તાતાર વંશના રાજ્ય કનાચ્યા હતા. એમ દાખલા મળેછે. તોપણ હિંદુસ્તાન ઉપર મહંમદ ગીજનીએ ઈ. સ. ૯૯૬થી તે ૧૦૩૦ સુધીમાં હુમલા કીધા એ વખતમાં કાશ્મીરમાં હિંદુશ્માનું રાજ હતું એમ સ્પષ્ટ જણાય છે. મહમદ ગીજનવીએ જે હુમલા કીધા તેમાંના એક ફેરામાં એટલે ઈ. સ. ૧૦૧૧માં કાશ્મીર દેશની આબાદીને વોકો પહોંચાડ્યો હતો. પરંતું જ્યારે તે હિંદુસ્તાનથી પાછો ફર્યો ત્યારે કાશ્મીરના રાજાએ તેના લશ્કરના માણસને એક ખીણને રસ્તે ચઢાવી ભુલા પાડી તેમનો ધાણ કાઢી નાખ્યો હતો. ત્યાર પછી મહંમદ ગીજનવી ફેર કાશ્મીરમાં આવ્યો નહિ ત્યારે પછી માદમા સૈકાસુધી હિંદુએ નિરાંતે અમલ કર્યા કીવો. મા સૈકામાં ચગની અટકથી માળખાતા તાતાર વંશના એક સરદારે આ દેશને સમુળગો જીતી લીવો હતો. અને તેના વારસાના હાથમાં ઈ.સ. ૧૫૮૭ સુધી રહ્યો હતો. મા વખત દિલ્હીના બાદશાહ અકબરશાહે મા દેશને જીતી લીધો તથા તેને પોતાના દિલ્હીના રાજ્ય સાથે જોડી દીધા અને પેલા તાતારવશના રાજ્ય કત્તાને પાદશાહે પોતાના દરખારમાં રાખી અમીરાત અને ખીહાર તરફનો મુલક જાગીરમાં સ્થાપ્યો. અકબરશાહ ત્યાર પછી ત્રણ વખત કાશ્મીરમાં આવ્યો હતો પણ તેના વંશજો ગરમીની મોસમમાં હવાં ખાવાને માટે ઘણી વખત આ દેશમાં આવતા હતા. ઈરાનના પાદશાહ નાદીરશાહે ઈ. સ. ૧૭૩૯માં દિલ્હીના મુગલ રાજ્ય ઉપર મેળવેલી કુતેહામાં આ દેશ તેણે જીતી લીવો હતો. ઈ. સ. ૧૭૯૫૨માં દુરાની વંશના સ્થાપનાર અહમદશાહે તે જીતી લીવા હતો તથા તેને પોતાના રાજ્ય સાથે જોડી દીધો હતો. પરંતુ ઈ. સ. ૧૮૦૯ની સાલમાં તે તરફના હાકેમ મહંમદઅજીમખાને કા”લના સત્તાવાળાએાનો દાવો તુચ્છકારી કાઢી તેગ્માની સામે ખળવો કર્યો તથા કાશ્મીર દેશમાં પોતેસ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. ઇરાનથી ઘણી વખત ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy