SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૫) કુલ. પંજાબ. આ ઇલાકો ઘણું કરીને હિંદુસ્થાનની ઉત્તરે છે અને તેના પર અમલ કરનાર લેફટનન્ટ ગવરનર કહેવાય છે. સમા–ઉત્તરે કાશ્મીરને મુલક અને હિમાલય પર્વત છે. પશ્ચિમે સુલેમાન પર્વત, દક્ષિણે સિંધનું રેતીનું મેદાન અને રજપુતાણા અને પૂર્વ વાવ્ય પ્રાંત ઈલાકો આવેલો છે. આ ઇલાકામાં નીચે મુજબ ક્ષેત્રફળ અને વસ્તી છે. ઇગ્રેજ ખાલસા મુલક ૧૦૭૯૮૮ ક્ષેત્રફળ અને ૧૮૮૫૦૦૦૦ વસ્તી છે દેશી રાજ્યો ૩૫૮૧૭ ક્ષેત્રફળ અને ૩૮૨૧૦૦૦ વસ્તી છે. ૧૪૩૮.૬ ક્ષેત્રફળ અને રર૭૧૧૦૦૦ વસ્તી છે અંગ્રેજી ખાલસા મુલકમાં દિલ્હી જીલ્લો, સિમલાને પહાડી મુક, સીખ લોક પાસેથી જીતી લીધેલ મુલક, સતલજની દક્ષિણ અને પૂર્વ તરફનો મુલક, સતલજ અને બીયા વચ્ચેનો રસાળ જાળધર આબ અને બીજે કેટલોક પહાડી મુલક છે અને દેશી રાજ્યોમાં કાશ્મીર, પટીઆલા, ભાવલપુર, હીંદ, નાભાકપુરથલા, મંદી, કહલુર, ચંબા, સતિ અને બીજા કેટલાંક નાનાં રાજ્ય છે. દેશનું સ્વરૂપ આ દેશમાં પાંચ નદીઓ વહે છે અને તે પરથી પંજાબ નામ પડયું છે. બીઆસ અને સતલજ વચ્ચેના પ્રદેશને જાલંપર દોઆબ, રાવી અને બીઆસ વચ્ચેના પ્રદેશને બારી દોઆબ. ચીનાબ અને રાવની વચ્ચેના પ્રદેશને રેચના દોઆબ, સિંધુ અને જેલમ વચ્ચેના પ્રદેશને સિંધસાગર દોઆબ અને જેલમ અને સોનાબ વચ્ચેના પ્રદેશને જે દોઆબ કહે છે. આ દેશનો ઉતાર ઈશાન તરફથી નૈરૂત્ય - રકન છે. આ સર્વેમાં સિંધસાગર દોઆબ સર્વથી મોટો છે. પણ બારી આબ, લાહોર, અમૃતસર અને મુલતાન વગેરે મોટાં મોટાં શહેરોને લીધે વેપારને માટે વધારે અનુકુળ છે. | મુખ્ય નદીઓ-સતલજ, આ નદીનું મુળ તિબેટમાં છે અને રરસ્તામાં બીઆસ નદીનો હરકી ગામ આગળ સંગમ થાય છે. અહીંથી થોડેક દૂર વહીને તેને ચીનાબ નદી મળે છે. અને ત્યાંથી અગાડી જઈને સિંધુ નદીને મળે છે ૨. બીઆસ આ નદીનું મુળ કુલુમાંતમાં છે. આ નદી સતલજને મળે છે ૩. રાવીઆનું મુખ પણ બીઆસની * દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો મુલક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy