SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૭) જળને રસ્તે જવા આવવાને સારી સેઈ પડે છે. જમીન તથા નિપજ કાંઠાની જમીન ધણી રસાળ અને નિચી છે તેથી તેમાં સારી ઊંચી જાતની પુષ્કળ ડાંગર અને સાબુ ચોખા (વાંશીઆ ચોખા) થાય છે. ઊંચા ઘાટની જમીનમાં મરી, સોપારી નાળીયેર, એલચી તથા અનેક જાતના મેવા અને શાક તરકારની વાડીઓ થાય છે. જંગલોમાં કાઠનાં અને બીજા પુષ્કળ ઝાડો થાય છે તથા તેનો વેપાર ચાલે છે. જનાવર–ગર અને જગલવાળા ભાગમાં પુષ્કળ હાથી ભટકતા ફરે છે તથા તે સિવાય વાધ, ચીત્રા, વનપાડા, વનબેં, ડુકર, રીંછ, ઘણી જાતનાં હરણ, સાબઅને બીજાં જંગલી જનાવ ફરતાં ફરે છે. નદીઓ અને સરોવરોમાં મગર ઘણા અને મોટા હોય છે. ઘણૂકરીને આખા ત્રાવણકોરના રાજ્યમાં ઘણી જાતના અને ભારે ઝેરી સાપ થાય છે. આખા હિંદુસ્થાનના બીજા બધા દેશો કરતાં ત્રાવણકોના મુલકમાં અજગર મા થાય છે અને તે ત્યાં પૂન્ય ગણાય છે. ઝેરી સાપોના ડંશથી ઘણા લોકો મરણ પામે છે તેમ છતાં ત્યાંના લોકો તેમને જીવતા દેવ તરીકે પુજે છે. મોટા મોટા જાગીરદાસે પોતાની જમીન પૈકીના ઠંડા અને અલગ ભાગોમાં સાપોને રહેવા માટે રહેઠાણ કરે છે. કેટલાક પ્રખ્યાત દેવલોમાં સાપો ઉઘાડી રીતે ફરતા ફરે છે. કૃષ્ણનું એક મંદિર છે તેમાં સસ્પની પૂજા વિશેષ કરીને થાય છે. ઉપર જે મગ બતાવ્યા તે ઘણી વખત માણસને ઘસડી જાય છે. એ મગરોને લગતી હકીગતમાં પ્રથમ એમ ચાલતું કે જ્યારે કોઈ તહોમતદાર ગુનો ના કબુલ કરે ત્યારે તેને ઈનસાફદાર તરફથી નદીના એક કિનારાથી તે સામા કિનારા સુધી તને ક્વાનું કહેવામાં આવતું. ઈનસાફદારના સમજવા પ્રમાણે જે તે નિર્દોષ હોય તે સહીસલામત ચાલ્યો જાય અને ગુનહેગાર હોય તે નદીમાં સસ્તાં મગર તેને ખાઈ જતા. અ પ્રમાણે ચાલતું પણ હાલ તે રીતે ઇનસાફ નહિ થતાં કાયદા થાય છે. ત્રાવણકોરના વિંછીઓ વિશે એમ જણાય છે કે હિંદુસ્થાનના બીજા ભાગોની માફક આ દેશના વિછી લોકને બલકુલ શ કે ઉપદ્રવ કરતા નથી. લોક–આ દેશના લોક હિંદુ, મુસલમાન, ઈસ્માઈલ અને ખ્રિસ્તી છે. હિંદુ પૈકીના અસલી જાતના બ્રાહ્મણે નાબુરી કહે છે. તેમનાથી ઉ= તરતી જાત નાયર કરીને છે. તથા તે સિવાય બીજી અનેક વાતો છે. નાબુરી બ્રાહ્મણમાં એક એવો ચાલ છે કે ફક્ત મોટા છોકરાને લઇ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy