SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) લાખ હતો તેને કોઈએ દગાથી મારી નાખ્યો. તેને માને શક તેના કું. વર જામરાઓલને જામ ભીમજી અને કુંવર હમીરજી એમના ઉપર આવ્યો તેથી તેણે એ વેર તેમની પાસેથી લેવું એમ તેણે નક્કી કર્યું. એવામાં જામ ભીમજી ઈ. સ. ૧૫૨૫માં મરણ પામ્યા અને કુંવર હમીરજી જામ થયા. હમીરજી લાખીયાર વિયોમાં રહેતા હતા. જામરાએના મનમાં દરો હતો તે એક અઠવાડીઆમાં હમીર પાસે આવ્યો. તથા તેણે આજીજી સાથે કહ્યું કે આપ એક વખત મારે ગામ પધારો અને મારું ઘર પાવન કરો. હમીરજીએ તેને દગો જાણી ના કહી પણ જામરાઓએ દગો નથી એમ પોતાની કુળદેવી આશાપુરીના સોગન ખાધા એટલે હમીરજીએ બાડે જવા કબુલ કર્યું. તે ત્યાં ગયા અને રાએલે મીજબાની કરી તેમાં હમીરજીને દારૂ પાઈ ચકચુર બનાવ્યા તથા પોતાના માણસને ઈશારત કરી કતલ કરાવ્યા અને કુંવર ક્યાં છે તેની તપાસ કરી તેમને પણ મારી નંખાવવા તજવીજ કીધી; પણ તેની આ મતલબ જામ હમીરજી હજુરી છછરબુટો એ નામનો હતો તે ચેતી ગ. જામ હમીરની કુંવરી કમાબાઈ નામની હતી તેને અમદાવાદના પાદશાહ મહમદ બેગડાને દીધી હતી તેથી છછરબુટો. કુંવરોને લઈને અમદાવાદ ગયો. જામ હમીરજી ઈ. સ. ૧૫૩માં મરાયા એટલે જામ રાઓલે તેમને મુલક જીતી લઈ તેને પોતાના મુલક સાથે મિળવી લઈ કચ્છમાં રાજ્ય કરવા માંડયું. જામ હમીરજીના જે કુંવરો પોતાની બેનને ત્યાં આ મદાવાદ ગયા હતા તેમના નામ અલીઓ, ખેંગારજી, રાયબજી અને સાહેબજી હતાં. આ વખત મહમદ બેગડાએ લશ્કર મોકલી જામરાળ પાસેથી કચછનો મુલક જીતી લીધે તથા આ ચાર કુંવારોમાંના ખેંગારજી જે ઘણું બહાદુર હતા તેમને કચ્છની ગાદીએ બેસાડી ધરાવ” એવો ખિતાબ આપ્યો. જામસ એલના હાથમાંથી કચ્છનું રાજ ગયું એટલે તે રણ ઉરી સૌરાષ્ટ્રમાં ગયા અને નવા નગરના રાજ્યની સ્થાપના કરી તથા તે તે રાજ્યના મુળ પુરૂષ થયા. રાખેગારજીએ ગાદીએ બેઠા પછી થોડા વરસે એટલે સંવત ૧૯૫૦ ના માગશર સુદ ૯ ઈ. સ. ૧૫૪૯ ના રોજ ભુજનગર વસાવ્યું. તથા રાજ્યગાદીનું શહેર લાખીયાર વિશે ચારણને દાનમાં આપી આ નવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy