SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) લીધેલો તે પણ જોડી દેવાની ફરતે ગાદી પર બેઠેલા રાજાએ ઇગ્રેજોને દેવીકોટાનો કિલ્લો અને તેની આસપાસની કેટલીક જમીન આપી. આ વખત હિંદમાં ઘણું અવ્યવસ્થા ચાલતી હતી. હૈદ્રાબાદ અને કણટકમાં ગાદીની તકરાર ઉઠેલી તેના સંબંધમાં ફ્રેન્ચ અને અંગ્રેજોને લડાઈ સળગી હતી, પરંતુ છેવટે ઈગ્રેજ સરદાર સર કલાઈ જય ળિો . અને એ ખટપટમાં આખો કટક દેશ ઈગ્રેજોના હાથમાં આવ્યો. ઈ. સ. ૧૭૫૪માં અંગ્રેજ અને ન્યિ વચ્ચે સમાધાન થયું. મરેઠા પશ્ચિમ કાંઠા તરફ ચોરીમાં વહાણ રાખી લૂટો કરતા હતા, તેમને ઈ.સ. ૧૭૫માં કલાઈવે નાશ કર્યો. એજ સાલમાં એટલે ઈ.સ ૧૭૫૬ માં બેગાળાનો નવાબ સુરાજઉદ્દેલા કલકતા પર ચડી આવ્યો એટલે ઈગ્રેજ ગવરરે પોતાનાં બઈરાં છોકરાંને વહાણમાં બેસાડ્યાં અને પોતે પણ તેમાં બેશી દરખાને રસ્તે નાશી ગયો. જે ઈગ્રે કલકતામાં રહી ગયા હતા તેમને નવાબે પકડી એક સાંકડા ભોંયરામાં ( બ્લોકહાલમાં ૧૪૨ માણસને) પુયો. એ ભોંયરામાં પવન સરખો પણ બરાબર જઈ શકતે નહિ. તેવી જગામાં ૧૨૩ માણસ પવન અને પાણી વગર અકળાઈને એક દિવસમાં મરણ પામ્યા. અને ૨૩ માણસે જીવતા નીકળ્યા તેઓને પણ પૈસા બતાવે નહિ તો વધારે દુ:ખી થશે એમ ધમકી બતાવી. નવાબના આ અતિ નિર્દય કૃત્યની ખબર મદ્રાસમાં ગ્રેજ કંપનીવાળાને થવાથી કર્નલ કલાઈવને દેશી અને વિલાયતી થઈને ૨૫૦૦ માણસના લશ્કર સાથે કલકતે મોકલ્યો. કલાઈવે તુરત કલક્તા પાછું જીતી લીધું. પણ આ ખબર સાંભળી નવાબ ચડી આવ્યો. તેમની બન્ને વચ્ચે સહેજસાજ લડાઈ થયા પછી કલાઈવે નવાબ સાથે સલાહ કરી. સલાહ થઈ પણ બંનેના મનમાં દગો હોવાથી છેવટ સને ૧૭૫૭માં એક મોટી લડાઈ થઈ. આ વેળા નવાબ સુરાજ ઉદ્દોલા તરફનું આશરે ૭૦૦૦૦ (સીતેર હજાર) માણસનું લશ્કર અને મોટું તોપખાનું હતું. તેના સામે કલાઇવ ૩૦૦૦ માણસના લશ્કર અને ૧૦ તોપ સાથે પ્લાસીના રણમાં નવાબ પર તૂટી પડ્યો તથા તેને હરાવી કહાડી મુક્યો. આ લડાઈમાં + એના વિશે એક એવી કહેવત છે કે–“ઘાડે પર નેબત ડાલી, ભરપેપર ડાલી જીન; ફીરગીપર ચડ ગયે કલકત લીયા છીન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy