SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮). ઈતિહાસ-આ રાજય અગાઉ રેવાના રાજ્યને તાબે હતું; પણ ઈગ્રેનો બુદેલખંડમાં પગ પેઠે તે પહેલાં ઘણાં વરસથી તે પન્નાના બુદેલા રાજાને તાબે હતું. પન્નાના રાજાએ આ મુલક ઠાકોર દુર્જનસીંગના બાપને તેની સારી કરીને માટે બક્ષિસ આપ્યો હતો. જ્યારે ઇગ્રેજોએ બુદેલખંડનો કબજે લીવે ત્યારે તેમણે તેને તેના રાજ્યના સરદાર તરીકે કબુલ કર્યો ઈ. સ. ૧૮૦૬. ઈ. સ. ૧૮૧૪ માં તેને એક સનદ કરી આપી. જ્યારે ઈ. સ. ૧૮ર૬ માં દુર્જનશીંગ મરી ગયો ત્યારે તેના બે છીકરાએ ગાદીને માટે તકરાર કરી અને હથી આર પકડ્યાં. આથી ઈંગ્રેજ સરકારે વચ્ચે પડી તે મુલક બન્ને ભાઈને વહેંચી આપી તેમને શાંત પાડ્યા. આ બે ભાઈમાંને બીસનશીંગને નહીર અને પ્રાગદાસને બીજરાગગઢ મળ્યો. ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે પ્રાગદાસના છોકરા સુરજપ્રસાદે - બળવો કર્યો તેથી અંગ્રેજ સરકારે તેનો મુલક ખાલસા કર્યો. ઈ. સ. ૧૮૫૮ ઈ. સ. ૧૮૪૮ માં બીયનશીંગ રાજ્ય ચલાવવાને અશક્ત હોવાથી રાજ્યકારભારઈગ્રેજોએ પોતાને હાથ લી. બસનશીંગ ઈ. સ. ૧૮૫૦ માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો મોહનપ્રસાદ ગાદીએ બે. તે પણ ઇ. સ. ૧૮૫ર માં મરણ પામ્યો તેથી તેનો છોકરો રાજા રધબીરશીંગ ગાદીએ બેઠે. તે હાલનો રાજા છે અને તે જાતે જોગી છે રધબીરશીગે આગ્રાની કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેમની ઉમર હાલ ૩૯ વરસની છે અને તેમને હલકા દરજાની સત્તા છે. રાજા રઘબરશીગે નાકુ કાઢી નાખ્યું અને રેલવેને માટે જમીન આપી તેથી તા. ૧ લી જાનેવારી સને ૧૮૭૭ ના રોજ દિલ્હીમાં જે પાદશાહી દરબાર ભયો હતો ત્યાં તેમને રાજાનો ખિતાબ અને ૯ તેનું માન મળ્યું. આ રાજ્યના લશ્કરમાં ૭ તપ અને ૮૮ પાયદળ અને પોલીસ છે. મહાર–એ રાજધાનીનું શહેર છે. તેમાં ૬૫૦૦ માણસની વસ્તી છે તેમાં ૫૩૦૦ હિંદુ ૧૧૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લેક છે. મૈહીર એ રેલવે સ્ટેશન છે અને તે જબલપુરથી ૯૭ માઈલ અને રે. વાથી ૪૦ માઈલ છે. શહેરની અંદર એક કિલ્લો છે તેમાં રાજા રહે છે. આ કિલ્લો ૧૬ મા સૈકામાં બાંધવામાં આવ્યો હતો. આ શહેરમાંનિશાળ, દવાખાનું અને પોસ્ટ ઓફીસ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy