SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) કર્યું નહીં ને તેના મોટા છોકરા ગંગદેવને ગાદીએ બેસાડ્યો ગંગદેવના છેલ્લાં વરસમાં તે રાજ્ય ચલાવવાને અશક્ત હોવાને લીધે અને તેના ચાલુ જુલમને લીધે અંગ્રેજ સરકારે તે રાજ્યને વહીવટ પોતાને હાથ લીધો. ગંગદેવ ઈ. સ. ૧૮૭૧માં મરણ પામ્યો. તેની પછી તેને ભાઈ રાણે રૂપદેવજી ગાદીએ બેઠે તે ઈ. સ. ૧૮૮૧ના અકટોબરની તારીખ ર૯મીએ મરણ પામ્યો. તેના પછી તેનો પિત્રાઈ વજેસિંગ ગાદીએ બેઠો. તેની કાચી ઉમરને લીધે ઈગ્રેજ સરકારે એક નિમેલો દિવાન રા ન્ય કારભાર ચલાવે છે. અહીંના રાજ્યકર્તા રાઠોડ જાતના સીસોદીયા રજપૂત છે તેમને મહારાણાનો ઈલકાબ છે. આ રાજ્ય અગાઉ ધારનું ખંડીયુ રાજ્ય હતું પણ ધારના રાજાએ ઈ. સ. ૧૮૨૧માં સર્વ હક ઈગ્રેજને સ્વાધીન કર્યા ત્યારથી તે અંગ્રેજ સરકારના હાથ નીચે છે. આ રાજ્યમાં ૨ લડાઈની તપ, ૯૦ ધોડેસ્વાર, ૧૫૦) પોલીસ છે. અહીંના રાજાને હલકા દરજાની સત્તા છે તથા તેને હું તો પનું માન મળે છે. અલીરાજપૂર. આ રાજ્ય ગાદીનું મુખ્ય સ્થળ છે તેમાં ૪૧૦૦ માણસની વસ્તી છે. અહીંના રસ્તા પહોળા અને સિધા છે અને તેની બને બાજુએ દુકાનો આવી રહેલી છે જુને રાજ્ય મહેલ એક સુંદર મકાન છે. અને ત્યાં રાજાના અમલદારો બેસે છે. ને તીજોરી રહે છે. તેની પાસે એક નિશાળ, દવાખાનું અને કંદખાનું છે બજારમાં જતાં “બારમાં આવે છે. તેમાં રાજા રહે છે આ શહેરમાં પોષ્ટઓફીસ છે. વઢવાણી. આ રાજ્ય માળવા પ્રાંતની નૈરૂત્ય કોણ તરફ છેક નીમાડ જીલ્લામાં છે. તેના રાજ્યકર્તા સીસોદીયા જાતના રજપુત અને તે રાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા–આ રાજ્યની ઉતરે ધારનું રાજ્ય પૂર્વે હેલકર સરકારને મુલક દક્ષિણ તથા નેત્ય કોણે ખાનદેશ છલ્લો અને વાવ્યકોણ તરફ આલીરાજપુરનું રાજ્ય. આ રાજ્યનું ક્ષેત્રફળ ૧૭૯૨ ચેરમેલ જમીન તથા તેમાં ૫૬૪૦૦ માણસની વસ્તી છે. વાર્મીક ઉપજ સુમારે રૂ.૧૩૦૦૦૦ (એકલાખ ત્રીસ હજાર ) છે. દેશનું સ્વરૂપ મુલક ઝાડી અને ડુંગરોથી ભરેલું છે. વસ્તી ઘણું કરીને ભીલ જેવા આળસુ જાતના લોકની છે. આ રાજ્યના ઉત્તર ભાગમાં વિદ્યાદ્રી પર્વતને કેટલોક ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy