SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૧ ) અને પ્રતાપગઢથી ૩૨ માઈલ છે. અહીં અફીણ તળવાનું કારખાનું, પોસ્ટ અને તારખાનું નીશાળ અને દવાખાનું છે. તે દરિઆ સપાટીથી ૧૪૫૦ ફુટ ઉંચુ છે. રતલામ. આ રાજ્ય ખાસ માળવાના નૈરૂત્યકોણ તરફના ભાગમાં છે. તેના રાજક્ત જાતે રાઠોડ રજપૂત અને તે મહારાજાની પદ્ધિથી ઓળખાય છે. સીમા-આ રાજ્યની ઉત્તરે જાવરાનું રાજ્ય, પૂર્વ હલકર તથા સિંધિઓ સરકારના જીલ્લા, દક્ષિણે ધારનો મુલક અને પશ્ચિમે વાંસવાડા તથા ૫રતાપગઢનાં રાજ્ય છે. આ રાજ્યના તાબામાં ૭૨ ચોરસ માઈલ જમીન શહેર અને ૧૪૨ ગામ છે. તેમાં આશરે ૧૦૦૦૦૦ (એકલાખ) માણસની વસ્તી છે. વસ્તીમાં ૫૪૦૦૦ હિંદુ, ૧૦૦૦૦ મુસલમાન, ૬૦૦૦ જૈનધર્મના લોક, ૧૭૦૦૦ અસલી જાતના લોક અને બીજા પરચુરણ છે. વારસિક પેદાશ આશરે ૨૧૩૦૦૦૦૦ (તેર લાખ) થાય છે. તે પૈકી ૮૪૦૦૦ સાલમસાઈ રૂપીઆ એટલે ૬૦૦૦ સિંધિઓ સરકારને ખંડણીના આપે છે પણ ઈ. સ. ૧૮૪૪ માં એવી ગોઠવણ કરવામાં આવી છે કે ખંડણના રૂપીઆ સિંધિઆના લશ્કરના ખરચ બદલ ઇગ્રેજ સરકારને આપવા. દેશનું સ્વરૂપ–મુલક સપાટ, રસાળ અને આબાદ છે. માળવા પ્રાંતમાં જે સારામાં સારા વિભાગ છે, તેમાંનું રતલામનું રાજ્ય એ પણ એક છે. નિપજ–ઘઉં, તમાકુ, શેરડી, કપાસ, મકાઈ, બાજરી, જુવાર, તલ, અને ઘણું જાતનાં કઠોર થાય છે. આ મુલકમાં ખસખસના ગેડની રોપણી થાય છે, તેમાંથી અફીણ નીપજે છે. હિંદુસ્થાનના ઘણા ભાગમાં અફીણ થાય છે. પણ રતલામના અફીણની બરોબરનું સારૂ અને પ્રસિદ્ધ અફીણ બીજે ઠેકાણે થતું નથી. નદીઓ-મહી, એ માળવામાં આવેલા અમઝરા ગામ પાસેના ડુંગરમાંથી નીકળી આ રાજ્યમાં થઈ આગળ જતાં ગૂજરાતમાં પસાર થઈ. લુણાવાડાના રાજ્યમાં થઈ ખંભાતના અખાતને મળે છે. હવા સાધારણ છે. નંદ ઘણે વરસે છે. જાનવર–વાધ, ચિત્રા, હરણ, વરૂ વગરે જગલી જાનવરો ઘણી જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy