SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) દેશનું સ્વરૂપ—ઉત્તર તરફનો ભાગ સપાટ તથા આબાદ અને દક્ષિણ તરફને ભાગા વિધ્યાદ્રિ પર્વતને લીધે ડુંગર તથા ઝાડીથી ભરપુર છે. કાળીસિંધ તથા ક્ષીપ્રા નદીનાં મુળ આ મુલકના દક્ષિણ ભાગમાં છે. હવા ગરમ છે. જમીન એકંદરે સારી અને રસાળ છે. તેમાં ડાંગર, ઘઉં, બાજરી, કપાસ, તમાકુ, ખસખસ, કઠોળ, અફીણ અને શેરડી વગેરેની નિપજ થાય છે. જાનવર–વાઘ, વરૂ, ચિત્રા હરણ, સાબર વગરે ફાડી ખાનારા જનાવર ઘણું વખત જોવામાં આવે છે. ગામ પશુ, ગાય, બળદ, ભેશે અને પડા હોય છે. લેકરજપુત, મરેઠા, પીંઢારા, અને ભીલ વગરે છે. મુખ્ય શહેર દેવાસ છે એ રાજધાનીનું શહેર છે. આ રાજ્યમાં બે રાજા છે તે દેવાસમાં રહે છે અને તે બંને મળીને કારભારી નીમે છે તેની મારફત કારભાર ચાલે છે. આ શહેર ઉજનના રેલવે સ્ટેશનથી અગ્નીકોણમાં ૩૫ માઈલ અને ઈરના રેલવે સ્ટેશનથી ઈશાન કોણમાં ૨૦ માઈલને છેટે છે. દત્તકની સનદ–આ રાજ્યને માટે જે પછાડી કુંવર વારસ ન હોય વગર નજરાણા આપે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ ઈગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી ૧૮૭૦ ની સાલમાં કેસરેહિંદ તરફથી સેનશાહી વાવટો પણ મળ્યો છે. ઈતિહાસ–દેવાસના રાજકર્તા પવાર જાતના રજપૂત છે. તેમને મુળ પુરૂષ સંભાજી નામે પટેલ હતો. તેને ક્રીશ્નાજી નામે એક છોકરો હતો. ક્રીશ્નાજીને બાબાજી, રાયજી અને કેરજી નામે ત્રણ છોકરા હતા. આમાંના બાબાજીને સંભાજી અને કેલુછ નામે બે છોકરા હતા. આ બે છોકરા શિવાજી અને શાહુરાજાના વખતમાં લશ્કરના ઉપરી હતા. એમાંનો મોટો સંભાજી ધારના રાજકર્તાને વડીલ છે. કેલુજીને ક્રીશ્નાઇ, તુકાજી, જીવાજી અને માનજી નામે ચાર છોકરા હતા. આ ચારમાંના તુકા અને જીવાજી બાજીરાવ પેશ્વાની સાથે ઈ. સ. ૧૦૨૫-૨૬માં માળવામાં ગયા. અહિ તેમને દેવાસ, સારંગપુર, આલોટ અને બીજા પણ જેની ઉપજ ૨૪ર૯૦૦) ની હતી તે મળ્યાં પણ તેમને રૂ.ર૦૦૦) કેટલાક ગરાસીઆ સરદારોને આપવા પડતા. આ પછી થોડે વખતે તેમને બુદેલખંડમાંનું હેમરપુર અને દોઆબમાંનું કંળા પરગણું અને બીજે કેટલાક મુલક આપવામાં આવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy