SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ * (૧૩૭). આવનાર શાહરાજાના હાથ નીચે તેઓ મરેઠી લશ્કરમાં હતા. તેમણે બહુ લડાઇઓ લડી જીત મેળવી હતી. મરેઠા રાજાના હાથ નીચેની આ નોકરીથી તેમના વંશજે સિંધિઓ અને હેલકર જેઓ ફકત પેશ્વાની નોકરી કરતા હતા તેમના ઉપર પોતાના ઉપરીપણાને હજુ સુધી હક કરે છે. ઉપર બતાવેલા સંભાજીના ત્રણ છોકરામાં ઉદયજી વારે મોટી પદ્ધિ મેળવી. તેને ફક્ત લશ્કરી માટી પદ્ધિ મળી એટલું જ નહિ પણ શાહુરાજા અને તેને પ્રધાન બાજીરાવ પેશ્વા તેની સાથે માનપૂર્વક વર્તવા લાગ્યા. ઉદયજીએ પેશ્વાને કઈ કારણસર નાખુશ કરવાથી પેશ્વાએ તેને દ કર્યો. જોકે તેના વંશજો આજ પણ મુલતાનના પટેલ છે તો પણ તેમનું નામ ઇતિહાસમાં આવતું નથી. ઉદયજીને કેદ કર્યા પછી તે કુટુંબની સરદારી તેનો ભાઈ આનંદરાવ, જે કોરાનો પટેલ હતો, તેને આપી. આ સરદારને ઈ. સ. ૧૭૩૪ માં માળવા અને ગુજરાતની ઉપજનો મરેઠાનો ભાગ ઉઘરાવવાની સત્તા મળી. આખરે તે ધારમાં વસ્યો અને આ પ્રગણું અને તેને લગતો મુલક અને પડોશી રજપુત સરદારોની ખંડણી, તેના અને તેના કુટુંબના ભરણ પોષણને માટે તેને આપવામાં આવી. આનંદરાવ પવાર ઈ. સ. ૧૭૪૯ માં મરણ પામે. તેના પછી તેનો છોકરો જસવંતરાવ પવાર પહેલા ગાદીએ બેઠો. જસવંતરાવ પવારે “ધારનો રાજા” એવી પદ્ધિ પહેલ વહેલી મેળવી. તે ઘણું જોરાવર અને ઉદાર હતો. ઈ. સ. ૧૭૬૧ માં તે પાણીપતની નાશકારક લડાઈમાં મરણ પામે. તેની પછી તેનો ત્રણ વરસને છોકરો ખંડેરાવ પવાર ગાદીએ બેઠો. તેની કાચી ઉમરને લીધે હલકર અને સિંધિઓએ તે રાજ્ય ઉપર વારંવાર હુમલા કરી ઘણું નુકસાન કર્યું. કમનસીબે રઘુનાથરાવ પેશ્વાને તેના શત્રુઓએ ઘણે હેરાન કરવા માંડ્યો, તેથી ઈ. સ. ૧૭૭૪ માં તેની પટરાણી અને કુંટબને ધારમાં આશરો લેવા મોકલ્યાં. અહીં આનંદીબાઈને બાજીરાવ નામ છોકરાને જન્મ થયો. આથી રધુનાથરાવના સઘળા મને તેના વારસ બાજીરાવને પકડવા માટે ધારમાં એકઠા થયા. ખંડેરાવ પવારે આ વખતે રાજકારભારની લગામ પોતાને હાથ લીધી હતી. તેણે રધુનાથરાવને મદદ કરી હતી તેથી મનોએ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy