SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) મહાવરાવ હલકર સને ૧૮૩૩નાઅકટોબર માસમાં અઠ્ઠાવીસ વરસની ઉમરે મરણ પામ્યા. તેમને પુત્ર નહોતો તેથી તેમની વિધવા રાણી ગોતમ બાઈએ એક બાપ હેલકર નામના પુત્રને દત્તક લઈ તેનું નામ મારકંડરાવ પાડી તા. ૧૭ જાનેવારી સને ૧૮૩૪ના રોજ ગાદીએ બેસાડ્યા, જેને ગ્રેજ સરકારે કબૂલ રાખ્યો. આગળ કંઈક દિવસે ઘણા માસ સુધી માહેશ્વરમાં કેદ કરેલો હરીરાવ નામે વારસ નિકળ્યો. તેને દિવાન તથા લશ્કરની મદદ મળી તેથી તેણે બાળરાજા ભારતંડરાવને ગાદી ઉપરથી ઉઠાવી મુકી પતે હેલકરના રાજયને ધણું થઈ પડ્યો. હવે મારાંડરાવની પક્ષના લોકોને જે ઈજ લડવા તે બંદોબસ્ત રહે નહિ, તેથી તે બાળક મારdડરાવને દર માસે રૂ ૫૦૦)ની નિમક બાંધી આપી અને હરિરાવને હલકર ઠરાવ્યા. આ કામમાં હરીરાવનો દાવો ભારતંડરાવ કરતાં વધારે મજબૂત નહતો. પરંતુ અંગ્રેજ સરકારે દેશના બંદોબસ્તને માટે ગેર ઈનસાફ કર્યો. હરિહરરાવને તા. ૧૦ મી એપ્રીલ સને ૧૯૩૪ ના રોજ રાજ્યાભિપેક કરવામાં આવ્યો મારતે ડરાવને દેશમાંથી હાંકી મુકો. તે રાજ્ય ઉપરથી સધળો હક ઉઠાવે એવી શરતે તેને દર મહિને રૂ૫૦૦) આપવા • ઠરાવ્યા. હરિહરરાવ રાજ્ય ચલાવવાને લાયક નહતો. તે અશક્ત, બીકણુ અને વહેમી હતો. તેણે રીવાજી ફાંસી આ નામના એક માણસને દિવાન બનાવ્યો. આ દિવાન બુદ્ધિહિન, ધનને લોભી, સ્વાર્થી, અને દારૂડીઓ હતો. તેણે પોતાના છોકરા રાજા ભાઉને મહારાજાની છોકરી વેરે પરણુંવ્યો. અને તેમને કેટલાંક પ્રગણાં બક્ષિસ આપ્યાં. આ દિવાનના વખતમાં પેદાશમાં ઘણો ઘટા થયો. અને ખરચમાં વધારો થયો ને લશ્કરમાં ઘટાડો કર્યો. ઈ. સ. ૧૮૩૫ માં મયત મહારાજા મહાવરાવ હોલકરના દિવાન માધવરાવ ફડનવીશે ફિતર મચાવ્યું ઈ. સ. ૧૮૩૫ ના સપ્ટેમ્બર મહિનામાં કેટલુક લશ્કર લઈને તે અંદર ગયો. તેને કેટલુક રાજાનું લશ્કર મળી ગયું. તેઓ રાજાના મહેલમાં પેઠા અને તે લૂટ પણ એટલામાં રાજાના લશ્કરે તેમના ઉપર હલ્લા કર્યા અને બંડખોરોના માણસોને કાપી નાખ્યાં. આ ફિવરથી રાજાને ઘણી ધાસ્તી લાગી. તેણે રાજમહેલની આસપાસ કિલ્લો બંધાવ્યો અને તેની આસપાસ ચોકીદાર મુક્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy