________________
वाघेला राजा वीसलदेवना समयनुं दानपत्र
ભાષાન્તર—સારરૂપે
૧ પ્રસ્તાવના— વિક્રમ સંવત ૧૩૧૭ જેષ્ઠ વદી ૪ ગુરૂવારે, સમસ્ત રાજાવલીવિરાજીત, ઉમાપતિના વરની પ્રસાદ્ધિ પ્રાપ્ત કરનાર,ચૌલુકય કુલના કમલક્ષેત્રને વિકસાવનાર, પ્રૌઢ પ્રતાપી સૂર્યજેવો, સિઘણના સૈન્યસાગરને જવાળામુખીના અગ્નિ માકુક શુષ્ક કરનાર, માલવાના નૃપને કચડી નાંખનાર, મેદપાટક દેશના ક્ષુષ રાજ્યની લતા( વેલી )ના મૂળના છેદનથી કુદ્દાલ (કુહાડી ) સરખો, કર્ણાટની રાજપુત્રીએ પતિ તરિકે પસંદ કર્યો હોવાથી સમુદ્રની પુત્રી લક્ષ્મી જે પુરૂષોત્તમને વરી હતી તે પુરૂષાત્તમ જેવો, ખાહુબળને લીધે અભિનવ ભીમ, અભિનવ સિદ્ધરાજ, અપર અર્જુન વિગેરે અસંખ્ય માનખિતાખથી આભૂષિત થએલેા મહારાજાધિરાજ શ્રી વીસલદેવ અહિલપાટકમાં મંગળમય અને વિજયી રાજ્ય કરતો હતો અને જ્યારે તેના આજ્ઞાંતિ મંત્રીશ્વર શ્રી નાગઢ શ્રીકરણાદિ સર્વ મેટા હોદ્દા ધારણ કરતો હતા ત્યારે તેના પરમ સ્વામિના પ્રસાદવાળા વાધપથકમાં આવેલી મણ્ડલીમાં રાજસત્તા ચલાવનાર રાણા સામન્તાહે નીચેનું દાન આપ્યું છે.
૨ દાનપાત્ર અને આશયઃ—(૧) દાન આપનારના પિતામહ રાણા લુણપસાજના કલ્યાણાર્થે તથા પૂર્વે સ્થાપેલા આશાપલ્લીમાં ૮ બ્રાહ્મણોના ભાજનાર્થે અને પ્રષા ભરવા માટે ( પતરૂં ૧ ૫ ૧૪ ) ( ૨ ) દાન દેનારના પિતા રાણા સંગ્રામસિંહના શ્રેય માટે, મણ્ડલીમાં ૮ બ્રાહ્મણોને પૂર્ણ થાય એટલું ઉત્તમ અન્ન પાન તાંબુલ વિગેરે માટે, ભાદ્રપદ કુષ્ણપક્ષમાં પંચદશ દિન શ્રાદ્ધમાં બ્રહ્મપુરાના ૧૪ બ્રાહ્મણોને દાન અને દક્ષિણાની યોજના માટે, અને તે જ બ્રાહ્મણો માટે દર અમાસે દાન અને દક્ષિણા માટે અને તે ઉપરાંત કપિલાવતના આખો વેદ ભણતા બ્રાહ્મણોને દાન માટે, અને પ્રપા ભરવા માટે, ( પતરું ૧.૫ ૧૫–૧૮ ) ( ૩ ) ખલ્લનારાયણ અને રૂપનારાયણના મંદિરમાં નિત્યપૂજા અને નૈવેદ્ય અર્થે અને તૂટેલાં મંદિર સમારાવવા માટે ( પતરૂં ૧ ૫ ૧૯ ) ( પતરૂં ૨ પતિ ૧)
५७
૩ દાન – ( અ ) મેહુણા ગામમાં ૬ હલવાહુમિ, માલીમાં ૧૨ દુકાનો અને રિસીદ્ધવસણ ગામમાં ૬ હલવાહ ભૂમિ.
( છ ) લુણ્ડાવસષ્ટ્રમાં બગીચો (ક)રૂપાપુરમાં વાટિકા
(ડ) પલ્લઠિકા પ્રતિદિન એક દામના કરવાની પલ્લડિકા આ સર્વ મણ્ડલમાં શ્રીસૂલેશ્વરદેવના મઠના સ્થાનપતિ યોગીવર રાજકુલ વિશ્વામિત્રને વ્યવસ્થા માટે સમયું હતુ
-
સીમા:
( ૧ ) મેહુણાની
-
( અ પૂર્વે ચુન્નરી, સુહાસડા ને રૌણી ગામે
( અ ) દક્ષિણે ષાંડિકા અને નાલોદા ગામો
( ૬ ) પશ્ચિમે દુખા ગામ
( ૩ ) ઉત્તરે નાયકાગામ
૪ રાજપુરૂષો:— દૂતક મહાસાંધિવિગ્રહિક ( રાણાનો ), ઠાકુર શ્રીધર લેખક મહાક્ષપ૮લિક મહં ગોવિંદ
લેખ ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com