SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૩૦ અ. રાષ્ટ્રકૂટની ગુજરાતની શાખાના ધ્રુવ ૨ જાનું નવું દાનપત્ર શક સં ૮૦૬ રાષ્ટ્રક્ટની ગુજરાતની શાખાના ધ્રુવ ૨ જાનું આ દાનપત્ર જે અહીં પ્રસિદ્ધ થાય છે તેના ક્યાંયે હજી સુધી ઉલ્લેખ થયા નથી. આ તામ્રપત્રો મુંબઇમાં સાંતાક્રુઝમાં રહેતા મી. પ્રતાપરાય એમ. બારોટ પ્ર. ડી. આર ભાંડારકર મારફ્ત મને માકલ્યાં હતાં. પતરાં ત્રણ છે, અને તે ૧૧૮ ઇંચ લાંમાં અને ૮.૩ ઇંચ પહેાળાં છે; જાડાઇ. ૧ ઇંચ છે. અક્ષરાના રક્ષણ માટે પતરાંની કાર જરા જાડી અને ઉપડતી રાખેલી છે. પતરાંના ઉપરના ભાગમાં મધ્યમાં કારથી ૩ ઇંચ નીચે કાણાં છે, તેમાં પરાવેલી કડીથી બધાં ભેળાં રાખેલાં છે. કડી ? ઇંચ જાડી છે અને તેની અંદરની માનુના વ્યાસ ૨ ઇંચ છે. તેના છેડા વેલા છે અને તે ઉપર ૨ ઇંચ ઉંચી અને ૧ ઈંચ વ્યાસની સીલ છે. તેમાં જરા નીચે ઉતારેલી સપાટીમાં ૧ ઈંચ ઉંચાઈની આકૃતિ છે, જેના અન્ને હાથમાં સર્પો છે. રાષ્ટ્રાનાં બીજાં ઘણાં તામ્રપત્રામાં હાય છે તે મુજબ આ આકૃતિ ગરૂડની માનવી ોઇએ. સીલ ઉપર કાંઈ લખેલ નથી. પહેલું અને ત્રીજું પતરૂં અંદરની એક જ બાજુએ કાતરેલું છે, જ્યારે ખીજું વચલું પતરૂં બન્ને બાજુએ કાતરેલું છે. આ આખું દાનપત્ર એક જ કારીગરે કર્યું લાગતું નથી. પહેલું પતરૂં અને ખીજાની પહેલી માજી એક કારીગરે કાતરેલાં છે. ખીજા પતરામાં જો કે વધુ પંક્તિ છે, પણ તે કદાચ સ્થળસંકેાચને લીધે કાતરવી પડી હાય. ખીજા પતરાની બીજી માજી અને ત્રીજું મંતરૂં કાઇ વધારે ખરાબ કોતરનારે કાતરેલાં હાવાં જોઇએ. પતરાં સુરક્ષિત છે અને જો કે કેટલેક ઠેકાણે અમુક અક્ષરા ભુંસાઇ ગયા છે, છતાં તે અટકળી શકાય છે. પતરાંની સપાટી સાફ કરેલ છે, છતાં કયાંક કયાંક ખાડા ખખડા છે, તેથી છાપમાં અક્ષર જેવા દેખાતા લીંટા ઉઠેલા છે. જેમ કે ૫. ૨૬ ને અંતે પતરાંમાં વિત્તસ્વરે સ્પષ્ટ છે, છતાં છાપમાં ની ડાખી બાજુએ ખાડા હાવાથી મંત્તિવપણે જેવું વંચાય છે. તેવી જ રીતે પં. ૩૬ અને ૩૯ માંના હું ને મવા છાપમાં ત્ત્ત અને માયા વંચાય છે. પં. પ૬ માં વિશુદ્ધ ના દ્વિ તે ષિ જેવા લાગે છે. આ દાનપત્રમાં પ્રત્યેક અક્ષરનું કોતરકામ સ્પષ્ટ છે, પણ કેતરનાર અનઘડ હેાવાને લીધે દરેક પંક્તિમાં ઘણી ભૂલા એવામાં આવે છે. હું ૬૧ માં સૂર્યસુતાશ્રાવઃ ને બદલે મૂલ્યજીતાક્ષમાવ કાઈ જાણુકાર ભાગ્યે જ કાતરે. તેથી પણ વધુ અશુદ્ધ પં. ૪૦ ના અંતમાં અને ૫, ૪૧ ની શરૂઆતમાં છે. ત્યાં અળવવવા ને બદલે આવપુના કાતરેલ છે. એમ કલ્પી શકાય કે કાતરાવા આવેલી નકલ મેદરકારીથી લખેલી હાવી જોઇએ અને કાતરનારે જેમ વાચ્યું તેમ કાતરી નાંખ્યું. કાતરાયા બાદ પણ સુધારવાની કાઇએ દરકાર લીધી નથી. ૯ મી સદીમાં ગુજરાતમાં એ લિપિ પ્રચલિત હતી. પહેલી મૂળ દેવનાગરી અને ખીજી વલભી લિપિમાંથી ઉતરી આવેલી. આ દાનપત્રની લિપિ પહેલી જાતની છે. કર્ક્સ અને ધ્રુવ ૧ લાનાં નવસારી અને વડાદરાનાં દાનપત્રામાં આપેલ છે તેમ આ દાનપત્રમાં પણ ધ્રુવ બીજાની સહી દક્ષિણ હિન્દની પ્રાચીન કેનેરીઝ લિપિમાં છે. આ બધાં પતરાંમાં દાતાના લખેલા અક્ષરની આબેહુબ નકલ કરેલી છે, તેમાં કાંઇપણ શંકા નથી. તેથી ઈ. સ. ૮૮૪ સુધી રાષ્ટ્રકૂટની ગુજરાત શાખાના રાજા ઉત્તરહિન્દ, ગુજરાત અગર મહારાષ્ટ્રમાં ચાલતી નહીં, પણ કર્ણાટકમાં ચાલતી લિપિમાં લખાણ જતાં, એમ ખાતરી થાય છે. માલખેડના રાષ્ટ્રકૂટાનું મૂળ સ્થાન ચાસ કરવામાં આ હકીકત ઘણી ઉપયાગી છે. આ વંશનું મૂળ સ્થાન લીટ' કલ્પના કરી હતી તેમ ૧ એ. ઉં. વ. ૨૨ પા. ૬૪ એ. એસ. અતેકર બનાસ. આ પતરાં પ્રિન્સ એફ્ વેલ્સ મુઝિયમમાં સંગ્રહીત રેલાં છે. ૨ જ, માં, મેં રા, એ, સા. ા, ૨૦ પા. ૧૩૫. ૩ ઈ. એ. વા, ૧૨ પા, ૧૫૮ અને વે, ૧૪ પા. ૧૬૯. ૪ માં, ગે, . ૧ પાર્ટ ૨ પા. ૩૮૪ એ. ઈ. વે, ૭ પા. ૧૨૩-૬ માં તેણે આ અભિમાયાડી દીધાનુ તથા તેનું મૂળસ્થાન લાટુર હાવાનુ સૂચયુ છે. લેખ ૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy