SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ s गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર આબુ પર્વત ઉપર અચળગઢની પાસે અચળેશ્વર મહાદેવનું મંદિર છે તેની પાસેના મઠની અંદરના શિલાલેખનું ભાષાન્તર – I શિવજીને નમસ્કાર ધ્યાનને છે શ્રેષ્ઠ આનંદ જેમને એવા કેટલાએક બ્રહમાદિક દેવતાઓ પણ પોતાને જ જાણવા જેગ્ય ( તથા) સ્વભાવથી નિર્મળ એવા જેના તેજને કિંચિત માત્ર જાણે છે. માયારહિત શરીરવાળા અને લોકોને પોતાની મેળે મળેલા સંસારને મટાડનાર તે અચળેશ્વર પ્રભુ પ્રીતિથી પ્રતિદિવસ કલ્યાણ કરે. || ૧ | પદ્માસન ઉપર (બેસીને) સૃષ્ટિ કરવા માટે પિતાના શરીરરૂપી અગ્નિને પ્રાણે વડે આહુતિ આપતા એવા વિશ્વમૂર્તિ ( જગતરૂ૫) ઈશ્વરથી પૂર્વે નીલહિત (કંઠેશ્યામ અને કેશરાતા એવું ) છે શરીર જેનું એવા શિવજી ઉત્પન્ન થયા, દુષ્ટ એવા અંગુઠાના નખના અંકુર ( કાંટા) વડે કાપેલા પ્રદાના તેજોમય પાંચમાં માથાને હાથરૂપ કમળમાં ધારણું કરનાર તે શંકર તમારી રક્ષા કરો. | ૨ નથી સમજાતા અક્ષરે જેના એ છે અત્યંત શબ્દવાળો જપ જેને, (અને ) ત્યાગ કરેલ છે જ કામમાં પરિશ્રમ જે એ, તથા દેહમાંથી પોતાના ઘેળાપણાને ત્યાગ કરવાનું મન છે જેને એવો મદજળે કરીને વૃદ્ધિને પામેલે જે ભ્રમરાઓને જો તે આજ સુધી પણુ જેના કુંભસ્થળરૂપ પર્વતને પામીને તપશ્ચર્યા કરે છે; વિઘના નાશને છે ઉદય જે થકી (અને) હાથીનું છે મુખ જેને એવા તે (ગણપતિ) દેવ તમને લમી આપ ૩ - સંકોચન પામતા સમુદ્રમાં ફાટતા પર્વતની પંક્તિએ કરીને ભમતું છે ભૂતળ જે વડે એવું અને ત્રુટી પડતું આકાશ તથા દિશાઓના છેડાનું એકઠું થવું અને પડતી બહ્માંડરૂપ પાત્રની છે સ્થિતિ જે વડે એવું, (તેમ જ) કપાતના વિપરિતપણુમાં પણ જગતને અત્યંત ઉગને આપનારું (જે) હનુમાનનું અદ્ભુત એવું સમુદ્રનું ઓળંગવું (છે) તે હનુમાન આપણું નાશથી રક્ષા કરો. . ૪. શાખા અને ઉપશાખાએ કરીને અથવા મેટી નાની ડાળેએ કરીને વ્યાસ એ અને સુંદર છે વંશ અથવા ગાંઠયો જેની એ ગુણએ કરીને એગ્ય અથવા પ્રત્યંચાની દોરી બાંધવા લાયક અને રાજાઓના મસ્તક ઉપર વા પર્વતના શિખર ઉપર કરેલ છે રહેવાનું સ્થાન જેણે એ મેહટ ગુહિલવંશ વા વાંસ જય પામે છે. . પ . - ર શ શ શશમાં ભગવાન નારાયણ દેવાય છે તે સત્ય છે. એમ ન મુક્તિ માટે કલપના કરેલા નેતરો વડે હાથમાં રાખેલા છે ઉજજવળ દંડો જેમણે એવા અને પ્રાણની રક્ષા કરવામાં છે બુદ્ધિ જેમની સેવા અને લક્ષમીના ઉત્તમ ઉદય સાથે સદાકાળ ત્યાગ કરેલા છે હાથ જેમણે એવા રાજાએ તેને કેમ આશ્રય કરે ? A ૬ . કલેશની વાર્તા ટૂંકી કરવામાં ચતુર એ જે દેશ બાપા રાવળે દુર્જન માણસના મેદની દુર્ગધીના સમૂહે કરીનેં અત્યંત આદ્ધ કરેલ છે, (માટે) તે દેશની શોભાની વૃદ્ધિ વડે જિતેલ છે સ્વર્ગ જેણે એ અને સર્વ શહેરની શેભાના સઘળા ગર્વને કસેટીમાં લાવનાર (પરીક્ષા કરનાર ) એ થકે મેદપાટ એવા નામને ધારણ કરે છે. || ૭ આ મેદપાટ અથવા મેવાડ દેશમાં મોટાઈવાળું નાગહદ (નાગદા ) નામે શહેર છે, જેમાં તપ એ જ છે ધન જેને એવા હારીતરાશી મૂનિએ તપશ્ચર્યા કરેલ છે. ૮ અને જ્યાં જગતના હિત માટે આરંભેલ છે યજ્ઞને અનુક્રમ જેમણે એવા કેટલાએક (ગૃહસ્થ પુરૂષ) ઉત્તમ મહિમાવડે ઉત્પન્ન થએલાં પુણ્યરૂપ હવિમ્ (યજ્ઞકુંડમાં હેમવાનાં પદાર્થો) વડે સમર્થ એવા અગ્નિને પ્રસન્ન કરે છે, (તેમ જ) બીજાઓ પ્રાણાયામ (પ્રાણવાયુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy