SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ન૦ ૨૨૩ સારગદેવના અનાવડામાંથી મળેલા શલાલેખ વિ.સ. ૧૩૪૮ આષાઢ શુ. ૧૩ વડાદરા રાજ્યના કડી પ્રાંતમાંના પાટલુ ગામથી ત્રણ માઈલ ઉપર આવેલા અનાવડા ( પ્રાચીન અણુહિલવાડ )માં નેહેર ખાવાવાળા ખાદકામ કરતા હતા ત્યારે આ લેખ મળ્યા હતા. અત્યારે તે વહીવટદારની કચેરીમાં પડેલા છે. લેખની ૨૪ ૫ક્તિ છે અને તે ૧’–૪ટ્ટ” પહેાળા અને ૧’-પૐ” ઉંચા છે. પહેલી સાત પક્તિની શરૂવાતના અક્ષરે ઉખડી ગયા છે પણ તે સિવાય એક ંદર રીતે પથ્થર સુરક્ષિત છે. લીપી નાગરી છે અને ભાષા સંસ્કૃત છે અને મંગલાચરણના એક લેાક સિવાય આખા લેખ ગદ્યમાં છે. ૨ પછીના વ્યંજન એવડા લખ્યા છે અને ખને બદલે વ એક જ વાર પંક્તિ પહેલીમાં રુત્તેિ માં લખેલ છે પ્રેક્ષ( ) અને સ્થિત પંક્તિ ૭ મી માં તેમજ ત્તિ પંકિત ૯ અને ૨૧ માં ખાસ નોંધ લેવા જેવા શબ્દો છે. પહેલાના અર્થ નાટયપ્રયાગ બીજાના કાયમી દાન અને ત્રીજાના વિગતાનું સ્પષ્ટીકરણુ એમ થાય છે. પતિ ૭, ૯, ૧૦ મા આવતા વમાન ના અર્થ અચાય છે. તે જ શબ્દ બીજા લેખામાં જેવા કે ચાલુકય તામ્રપત્ર વિ. સ ૧૨૮૦ ( ઇ. એ. વા. ૬ પા. ૧૯૭ પતરૂં બીજી પંકિત ૩ જીએ આપેલા )માં પૂર્વ પ્રવૃત્તના અર્થમાં આપેલ છે; કદાચ તે વાલ્યવાન ને બદલે ભુલથી લખાયું હાય. જયદેવના ગીતગેાવિન્દમાં જે દશાવતારના વર્ણનવાળા એક શ્લેષ્ઠ છે તે જ શ્લેાકથી મંગલાચરણ કરેલું છે, ત્યારબાદ તિથિ આપેલ છે જે રવિવાર આષાઢ શુદ્ધિ ૧૩ વિ. સ. ૧૩૪૮ ની છે તે વખતે મહારાજાધિરાજ સારંગદેવ અણુહિલ વાટકામાં રાજ્ય કરતા હતા. તેના મહાસંધિવિગ્રહિક મહામાત્ય મધુસૂદન દસ્તાવેજમાં સીલ વિગેરેનું કામકાજ કરતા હતા. મહંત પેથડ વિગેરે પંચમાં હતા. પેથડ પાલણપુરમાં મુદ્રાધિકારી હતા. શ્રીકૃષ્ણનીમૂર્તિ પાસે પૂજા નૈવેદ્ય તથા નાટય પ્રયાગેા માટે ઉપરની તિથિએ તેમજ અગાઉ દાન આપવામાં આવ્યું હતું. અગાઉના દાનમાં નીચે મુજબ આપવામાં આવેલ હતાં. ( ૧ ) કરણે આપેલા ૧૮૦ દ્રુમ્મ પ્રતિવષઁ કાયમને માટે (૨) માંડવીમાંથી ૭ર દ્રુમ્મ હમેશને માટે (૩, ૪, ૫ ) દ્રુમ્મ ૭૨, કંમ્મ ૩૬ અને દ્રુમ્સ ૪૮ દરેક અમાસને માટે શેઠ દેવલે પેાતાની સિકિરિમાંથી આપેલા. નવું દાન ગામના પેથડ વિગેરે પંચે, પુરેાહિત એટલે બ્રાહ્મણાએ, મડાજને એટલે કે સાધુ (સાહુકાર) શ્રેષ્ટિ (શેઠ ) ઠકકુર સાની કંસારા વગેરેએ વણિયારકે ( વણજારાએ ) અને નૌવિત્તદે (વહાણુવાળાએ) આપેલું હતું. જ્ઞાનમાં નીચે મુજબ આપેલ હતું: (૧) મજીઠની એક ધડી દીઠ વેચનાર તરફ્થી કે દ્રુમ્મ, (૨) હીંગની એક ધડી દીડ વેચનાર તેમજ ખરીદ્યનાર તરફથી ૧ દ્રુમ્સ (૩) દરેક અનાજના ગાડા દીઠ અમુક ( તે સ્પષ્ટ નથી) ૪ ઘીની એક ઘડા ઉપર વેચનાર તરફથી ૧ પળી ઘી. આના મગળાચરણના શ્લાક ગીત ગાવૃંદમાંનેા જ છે અને ગીત ગોવિન્દ્ર જયદૅવે રચેલું છે જે લક્ષ્મણુસેનના રાજ્યમાં એટલે ૧૨ મી સદીના છેલ્લા ભાગમાં જીવતા હતા. આ લેખમાં તે શ્લાક ટાંકેલા છે તે બતાવી આપે છે કેતેટલી ટુંકી મુદતમાં ગીત ગાવિન્દ્ર પવિત્ર મનાયું હતું. વિશેષમાં આપણા લેખમાં આપેલ છે તે મુજબ શ્રીકૃષ્ણનું મંદિર સારંગદેવના સમય પહેલાં અનાવડામાં અસ્તિત્વમાં હાવું જોઈએ. આ હકીકત ઉપયોગી છે કેમ કે લેખામાં શ્રીકૃષ્ણના મંદિયના ઉલ્લેખ કયાંઈ ખીજે જોવામાં આવતા નથી. મારા ધ્યાનમાં તેવા ઉલ્લેખ છે જે ધારાના દેવપાલના વખતના વિ, સ, ૧૨૭૫ ના લેખમાંર શંભુના મંદિર પાસે કેશવે કૃષ્ણની મૂર્તિ ક્યાખ્યા ખતને છે. • ઈ. એ. માં. ૪૧ પા. ૨૦ ડૉ. ડી. આર. ભાંડારકર. (૧) જ. એ. સે. એ વે. ૨ નં. ૫ (મે ૧૯૦૬ ) પા. ૧૬૭-૬૯. (૨) જી. એ. વેા. ૨૦ પા. ૩૧૨, ૫, ૧૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy