SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातमा पेतिहासिक लेख થયેલા પદધિના પણ સમાન વેત.. ... ... ..વડેઃદિશાઓ પ્રકાશિત કરે છે તે સમયે, પર્વતની ગુફાઓમાં આશ્રય લીધો હતે તે શત્રુઓનાં મુખ શ્યામ કરી નાંખ્યાં. લોકથી તે સત્યતા માટે યુધિષ્ઠિર, મતિમાં વિદુર, દાનમાં ( સૂર્યને પુત્ર) કર્ણ સ્થિરતામાં સુમેરૂ, બળમાં વાસુદેવ અને રૂપમાં કામદેવ સમાન ગણ હતા (પંક્તિ ૨૦) જેનું અંગ, શત્રુના ગજેની ઘટા ભેદવામાં પ્રબળ, દડ સમાન કરથી ભૂષિત છે, જેણે શિવના શિર પરની કળા સમાન શ્વેત યશના પ્રવાહથી સકળ દિશાએ શ્વેત કરી રહી છે, જેના ચરણની સેવા આશ્રિત કૂપમંડળથી થાય છે, જે પંચમહાશબ્દને ઉપલેગ કરે છે તે ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીકકરાજ તેના સમસ્ત મહાસામન્ત, સેનાપતિ, બલાધિકૃત, ચેરદ્ધરણિક, ભગિક, રાજસ્થાનીય આદિને તેમના અધિકાર પ્રમાણે શાસન કરે છે – (પંક્તિ ૨૪) તમને જાહેર થાઓ કે, મારાં માતાપિતા અને મારા પુણ્ય યશ માટે કાશકુલ વિષયમાં આવેલું ઐરાડની પશ્ચિમે, પિપલાચલની ઉત્તરે, કાષ્ઠપુરી અને વાદૃરની પૂર્વે અને ઐરાડની મધ્ય સીમાની દક્ષિણે આવેલું સ્થાવરપાલિકા ગામ, આ ચાર સીમાવાળું, જામ્બુસરવાસી, રવિસર (રવીશ્વર) ભટ્ટના પુત્ર, ચાર વેદમાં નિપુણ, વત્સ ગોત્રના, અને કાવ શાખાના કુકકેશ્વર દીક્ષિતને, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર આદિ વિધિ અનુષ્ઠાન અર્થે, ચંદ્ર, સર્ય, સાગર, સરિતાએ, પર્વતે, અને પૃથ્વીના અસ્તિત્વ કાળસુધી, પુત્ર, પૌત્ર, અને વંશજેના ઉપલેગ માટે અભ્યન્ત સિદ્ધિ અને ભૂમિછિદ્રના ન્યાય અનુસાર પાણીના અગ્રંથી શરદવિષુવ કાળમાં, મેં આપ્યું છે. (પતિ ૩૦) આથી ભાવિ ભદ્ર કૃપાએ અને મારા વંશજોએ ભૂમિદાનનું ફળ (નાર અને રક્ષનારને) સામાન્ય છે અને જગત પ્રબળ પવનથી હંકારાતા, સાગરના તરંગ સમાન ચંચળ અને લક્ષમી અનિત્ય છે, એમ માનીને આ દાનને અનુમતિ આપવી અને રક્ષવું. (પંક્તિ ૩૨) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે, નુપમાં શ્રેષ્ઠ, હે યુધિષ્ઠિર ! હારાથી અથવા અન્યથી દેવાયેલી ભૂમિનું તું સંભાળથી રક્ષણ કર દાનનું રક્ષણ દાન કરવા કરતાં અધિક છે ! ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે પણ તે ભૂમિદાન, જપ્ત કરનાર અને જસિમાં અનુમતિ આપનાર તેટલાંજ વર્ષ નરકમાં વાસ કરશે. શંખ, સિંહાસન, છત્ર, અ, ગજે, અને લલનાઓ ભૂમિ દાનના મહાન ફળની સરખામણીમાં ચેષ્ટા સમાન છે. ખરેખર, દ્વિજોને દેવાયેલાં ભૂમિ દ્વાન હરનાર, વિધ્યાચલના નિર્જળ વનનાં, શુષ્ક વૃક્ષોના કેટરમાં વસતા કળા સર્પ જન્મે છે. સગર આદિ બહુ નૃપે એ ભૂમિ ભેગાવી છે. જે સમયે જે સિ. પતિ તેને તે સમયે દાનનું ફળ છે. (પંક્તિ ૩૨) શક નૃપના કાળ પછી સંવત એ ગણ્યાએં પ્રી, આયુ, શુક્રિમ અથવા સંખ્યામાં ૬૭૯. ૭ ને દિને. (પંક્તિ ૩૭) આ દાન જેને દૂતક નૃપ આદિત્યવમાં છે, તે મારાથી, બલાધિકત શ્રી તત્તના પુત્ર શ્રી દલથી લખાયું છે. 1 વિધાલંધર બતાવે છે. ૨ અને અ “ દાનમાં આપેલાં ગામની ભૂમિ અને આકાશ સહિત એમ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy