SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ राजा जयभट २ जानां ताम्रपत्रो ४१ એટલે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્રો હું નાકબૂલ કરું છું અને તે સાથે ખેડાનાં દાનપત્રો શક સંવતનાં છે એવું જણાવતે મત પણ જેટલે અંશે તેના ઉપર આધાર રાખે છે તેટલા અંશે નાકબૂલ કરું છું. તેથી ખેડાનાં દાનપત્રોના દદ ૨ જાને નવસારીનાં દાનપત્રના પહેલા દદ -જેને આ દાનપત્રમાં “ વિ” આપવામાં આવ્યું નથી તે તરીકે ઓળખાવું છું. અને આ પ્રમાણે આ ચાર દાનપત્રોમાંથી નીચે મુજબ વંશાવલી અને તારીખ નકકી કરું છું— દ૬ ૧ લો. (આશરે વર્ષ ૩૩૦) જયટ ૧ લે, અગર, વીતરાગ (આશરે વર્ષ ૩૫૫) ૬૬ ૨ અથવા પ્રશાન્તરોગ, ૩૮૦ અને ૩૮૫, જયભટ ૨ જે, (આશરે વર્ષ ૪૦૫) દ૬ ૩ જે, અથવા બહુસાય. (આશરે વર્ષ ૪૩૦) જયભટ ૩ જે, ૪પ૬ અને ૪૮૬. નવસારીનું આ દાનપત્ર કાયાવતારના “ વાસવ' અથવા છાવણીમાંથી જાહેર થયું હતું. ઉપર કહ્યા મુજબ આ સ્થળને ભરૂચ ડિસ્ટ્રિકટતા જંબુસર તાલુકાનાં કાવી ગામ તરીકે ઓળખાવવાનું મને મન થાય છે. અને “વાસવ” શબ્દના ઉપયોગ ઉપરથી લાગે છે કે કાયાવતાર એ જયભટ ૩ જાની રાજ્ય-કારોબારી અગર ચઢાઈ પ્રસંગેની મુસાફરી વખતે થોડા વખત માટે નાંખેલી છાવણ હશે. જે છાવણી અગર શહેરમાંથી ૪૮૬ નું દાનપત્ર કાઢયું હતું તેનું નામ તે દાનપત્રના પહેલા ભાગ સાથે નાશ પામ્યું છે. - જનરલ કનીગહામે કૃપાપૂર્વક ઉપરની વિગતેની ગણત્રી કરી છે અને આશરે ઈ. સ. ૨૪૫ ના સમય પહેલાં અને પછીની ઘણી તારીખો તપાસ્યા પછી જણાવે છે કે, ગ્રહણ અને વાર બને તે માટે મળતું સન ઈ. સ. ર૪૯-૫૦ છે અને તે સંવતના પહેલા વર્ષ સાથે ઈ. સ. ૨૫૦-૫૧ વર્ષ મળતું આવે છે. ૨૪૯—૫૦માં ૪પ૬ ઉમેરવાથી ઈ. સ. ૭૦૫-૬ થાય છે. અને માઘ જાનેવારી ફેબ્રુવારી સાથે આવતા હોવાથી આ દાનપત્રની તારીખ ઇ. સ. ૭૦૬ ના શરૂઆતના સમયમાં હાવી જોઈએ. તે વર્ષમાં માઘની પૂર્ણિમા મંગળવાર તા. ૨ જી ફેબ્રુવારીએ હતી, અને તે દિવસે ચંદ્ર ગ્રહણું પણ હતું. છે, ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy