SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना खेतिहासिक लेख ( ૧૭ ) ભાવ બૃહસ્પતિએ સત્વ, રજસૂ અને તેમના ત્રણ ગુણોવાળા બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર એ દેવોની સ્થાપના કરી અને દેહત્સર્ગના કિનારે પગથીની સીડી કરાવી. " ( ૧૮ ) તે દરમ્યાન ત્રિભુવનના ભૂષણ શ્રી સોમનાથે પ્રભાતે સ્વમમાં વિશ્વરરાશિ નામના સુનિને આજ્ઞા કરી. ( ૧ ) હે બાળ ! તારે પિતાને નિવાસ રક્ષવા અહીં જન્મેલે તું પ્રતાપી અને ખ્યાતિ વાળે મારે અંશ છે. આથી તું જે સમર્થ છે તે ધર્મ વિરૂદ્ધ આચારવાળા કે વિમુખજનેને શિક્ષા કરશે. | ( ૨૦ ) રાત્રે જે બન્યું તે પર મનન કરીને અને નિવાસના અધિપતિથી સવારે પ્રાર્થિત થઈને તે ઈન્દુવાળા પ્રભુના નિવાસને રક્ષવાના અભિલાષવાળે સહસ્ત્રકિરણ વાળા સૂર્ય સમાન પ્રકા. ( ૨૧ ) શિવ સમાન પ્રભા અને કળાવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અપ્રતિમ રૂપવાળા દેહવાળા તે વિશ્વેશ્વર રાશિએ ત્રણ શક્તિ (પ્રભાવ, મંત્ર અને ઉત્સાહ) સમાન તેની પત્ની પ્રતાપદેવીને પત્ની તરીકે ગ્રહણ કરી. | ( ૨૨ ) જ્યારે કુમારપાલ સ્વર્ગમાં ગયો અને અર્ધા ઈન્દ્રાસનને ઉપભેગ કરતો ત્યારે જયપાલ જેનાં ભ્રમર ઉંચાં કરવાથી જ માત્ર તેના શત્રુઓ નાશ પામતા તે નૃપ થયે. ( ૨૩ ) ( આ શ્લોક તદન સ્પષ્ટ નથી પણ તેને સાર જણાય છે કે )– જ્યારે જયપાલ નૃપની પ્રૌઢ વાણીથી તે સ્થાનની પ્રજાને પ્રસન્ન કરવા માટે શ્રી તેમની સ્થિા તે ગંડના પદ પર ગંડતીર્થેશ્વર તરીકે નૃપથી સ્થાપિત થયે. ( ૨૪ ) શ્રીમદ્દ ચતુર્નાતકના લતાના જેવા હારથી વિરાજિત અધિપતિ પદ પ્રાપ્ત કરીને વૃષના આસનવાળા, ઇન્દ્ર વગેરે દેથી પૂજાતા શંકર જેજ સુંદર તે લાગતા. ( ૨૫-૨૬ ) (શંકર)ની કલાના ન્હાના અંશમાંથી જન્મેલા, નન્દીશ સતત પૂજાથી સર્વ વિઘ હણનારે નિજપદ પ્રાપ્ત કર્યું ત્યારે તેને પુત્ર મૂલરાજ નૃપ જે ધર્મજ્ઞાની હતું અને વિખ્યાત હતું તે તેના પછી ગાદી પર આવ્યું. તે પણ પૂજતે .. .. જે પૂજા .. .. ( ૭ ) ચૌલુકય અન્વયથી પૂજાતો હતે તેના પ્રભાવથી, એક નારી પણ હમીર નૃપ જે . . . . ને યુદ્ધમાં સહેલાઈથી પરાજય કરતી. (૨૮) તેના પિતાને મળવાની ઉત્કંઠા હોય તેમ મૂલરાજ યૌવનમાં જ સ્વર્ગમાં ગયો. પછી ભીમદેવ રાજ્યશ્રીનો સ્વયંવરથી પતિ થયે. (ર૯) નૃપના મુગટમણિ સમાન, જેના ચરણ .... .... ... ની પ્રભાથી અલંકારિત , જે શત્રુનાં જે શહેરોને પોતાના પ્રતાપની જવાળાથી દાવાગ્નિ સરખો હતા, જે અતિ ચંચલ અને અદ્ભુત શક્તિ સંપન્ન હતું તેણે રાજ્યધુરી ધારણ કરી. ( ૩૦ ) ... ... ... ... જગદેવ નામથી વિખ્યાત ... જેણે તેના બાલમિત્રો સહિત ભીમદેવને પ્રયત્નપૂર્વક સહાય કરી. (૩૧ ) તેને બે દંડ સમાન હસ્ત ......(તે) પ્રિચિરાજની કમળ સમાન રાણીને ઈન્દુ સમાન બન્ય. (૩૨) તેનાથી પણ ... .. .. વિશ્વવિજેતા(પૃથ્વી પર ઈન્દ્ર) વિષ્ણુની પૂજા પ્રસરી. (૩૩ ) તે જે ધનિક હેતે તેણે સોમનાથનું મેઘનાદ નામનું મંદિર બંધાવ્યું • • • (૩૪) મંડપ બંધાવી ... ... ... (૩૫) રાજ્યપદવી પ્રાપ્ત કર્યા પછી તરત જ તે રાજસ્થિતિ(કા)ના વિચારમાં ગુંથાયે હતું છતાં .. ... મહાઆદરથી શ્રી ગંડવિડ્રેશ્વરની વારંવાર પૂજા કરતા. તે બ્રાહ્મ ને અલંકાર હતા અને પૂજા કરવા પેશ્ય હતો .. ... ... ... (આ પછીની ૮ પંકિતઓ તદન ઘસાઈ ગઈ છે અને તે વાંચી શકાતી નથી ).. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy