SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ आबुपर्वतमा लेखो नं. १ १२९ ભાષાન્તર (શ્લેક. ૧) છે. દેવી સરસ્વતી જે કવિઓનાં મનમાં પ્રવેશ કરે છે અને જેનું હંસવાહન જે છે તેની હું આરાધના કરું છું. (સ્લે. ૨) શિવને પુત્ર (ગણેશ) જે શાંત હોવા છતાં કોધથી રક્ત છે. શાન્ત છતાં કામના નિગ્રહ માટે બને છે અને ચક્ષુ બંધ હોવા છતાં જે સર્વ જુએ છે તે તમારું કલ્યાણ કરે. | (લે. ૩) પ્રજાસુખનું સ્થાન, અજ, રજિ અને રઘુ સરખા ચુલાથી રક્ષિત અણુહિલપુર શહેર છે-જ્યાં શુકલ પક્ષને અંતે ચિરકાળ સુધી અતિ સુંદર રમણીઓનાં શશી જેવાં મુખથી અંધકાર મન્દ થાય છે. (લે. ૪) તે શહેરમાં, કુટજકુસુમ જેવા શુભ્ર યશવાળે, કપતથી દાન દેવામાં અધિક, પ્રાગ્વાટ અન્વયને મુગટ ચડપ હતા. (. ૫) તેના સત્કર્મના ફળ રૂપે, તેના મહેલ ઉપર કીર્તિવજ ફરતા સુવર્ણ દડ જે, ચણ્ડપ્રસા નામે પુત્ર જન્મ્ય હેતે. (શ્લો. ૬) તેને, કે જે વિશાળ મનને હતા અને જે દુગ્ધદધિ (દૂધને સાગર) જે હતે તેને સેમ ઉભળે-જે સદ્દગુણોથી સજજને, મયમાં ઉંડા એવા દુગ્ધદધિમાંથી ઉદ્દભવેલા ઈન્દુનાં કિરણે માફક આનંદ રડતે. " (લે. ૭) તેને જિનાધિનાથની ભક્તિ હૃદયમાં નિત્ય ધારનાર અશ્વરાજ પુત્ર હતે. તેને ત્રિપુરરિપુની પત્ની અને કુમારની માતા દેવી પાર્વતી જેવી કુમારદેવી પત્ની હતી. | (લે. ૮) તેમને પ્રથમ પુત્ર લૂણીગ નામને મંત્રી હતા. પણ દૈવવશાત્ તે બાલ્યાવ સ્થામાં જ મૃત્યુ પામ્યું હતું. જ (લે.) એ વિશુદ્ધ મનને મંત્રી લૂગ, જેની મતિ બૃહસ્પતિના જ્ઞાનની પણ અવગણના કરતી, તે (લે. ૧૦) તેને નાનો ભાઈ શ્રી માલદેવ હતે જે જિતેન્દ્રિય ઈને પરસીની લાલસાવાળે ન હોતે. | (લે. ૧૧) ધર્મવિધાનમાં (અનુષ્ઠાનમાં), પ્રજાનાં છિદ્ર ઢાંકવામાં અને વિભિન્નનું (ત્રટેલું) અનુસંધાન કરવામાં વિધાતાએ મલદેવને સ્પર્ધા સર્યો નહતે (લે. ૧૨) કાળાં વાદળાંના સમૂહમાંથી મુક્ત થએલાં ચંદ્રનાં કિરણોની હરીફાઈ કરતા મલદેવના યશે હરિતમલ્લના દાંતનાં કિરણોને ગળેથી પકડ્યાં (મતલબ કે ઈન્દ્રના હાથી ઐરાવતના દશનનાં શુભ્ર કિરણે જ્યાં પ્રસસ્તાં હતાં ત્યાં સુધી તેને યશ પહોંચે એટલે દિગન્ત પર્યત કીર્તિ વ્યાપી. ) ( ૧૩) ઈન્દ્રિય પર વિજય મેળવનાર એ પુરૂષને અનુજ શ્રીમાન વસ્તુપાલ હરે, જે કાવ્યના અમૃતથી અદ્દભુત હર્ષની વૃદ્ધિ કરતે અને જેણે વિદ્વાનેના લલાટ પરથી આપદ્દ શબ્દ ભૂસી નાંખ્યો હતે. * ( . ૧૪) ચુલયના સચિવામાં અને કવિઓમાં અગ્ર વસ્તુપાલ પૈસા મેળવવામાં કે કાવ્યકૃતિમાં પારકાના અર્થનું હરણ કદાપિ કરતો નહીં. | (લે. ૧૫) તેને હાને ભાઈ મંત્રિરાજ તેજપાલ હતું જે સ્વામીના તેજનું પાલન કરનારો હતો અને જેને દુને ડર હતા, જેની કીર્તિ ચારે દિશામાં પ્રસરી હતી. (લે. ૧૬) તેજપાલ તથા વિષ્ણુનાં સ્વરૂપનું નિરૂપણ કોણ કરી શકે ? કારણ કે પ્રથમના ઉદરકંદરમાં ત્રણે જગતનાં નીતિનાં સૂત્રો રહેલાં હતાં જ્યારે બીજાનાં (વિષણુના) ઉદર કંદરમાં ત્રણે જગત્ વિંટળાઈ રહેલાં છે. | (8ો. ૧૭) આ ભાઈઓને અનુક્રમે જા હુ, માઊ, સાઊ, ધનદેવી, સેહગા, વયજુકા અને પદ્મલદેવી સાત બહેન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy