SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૧૧ ભીમદેવ ૨ જાના રાજ્યસમયના આબુના લેખ વિ. સં. ૧૨૬૫ વૈશાખ સુ. ૧૫ મંગળવાર પ્રોફેસર એચ. એચ. વિલ્સને નીચે આપેલા લેખનું એક અધુરૂં ભાષાંતર એ. રી. વે. ૧૬ પા. ર૯૯-૩૦૧ માં આપ્યું છે. હવે પ્રસિદ્ધ થયેલેા પ્રતિલેખ, કે. જી. ખુલ્લુરની મદદથી ડૉ. ખજ્જૈસે લીધેલી પ્રતિકૃતિ પ્રમાણે તૈયાર કર્યો છે. લેખ સંભાળપૂર્વક રાખેલે છે. પહેલી અને ખીજી પંક્તિને અંતે થેડા ધસારા લાગેલે છે, અને લેખના છેલ્રા અક્ષર નાશ પામ્યા છે. લિપિ ૧૨ અને ૧૩ મી સદીની સાધારણ જૈન દેવનાગરી છે. આ લેખ ઉજ્જૈનના શિવમઠના મહંત કેદારરાશિએ કાતરાજ્યેા હતેા. તે ચપલ અથવા ચ પલીય જાતિના હતા. લેખના હેતુ, તેણે અચલગઢમાં કનખલના તીર્થમાં કરેલાં બાંધકામેાનું સ્મારક રાખવાના છે. પવિત્ર આણુ પર્વતના ઇશ્વર શિવની સ્તુતિથી તે શરૂ થાય છે, અને ઉજ્જૈનનાં વખાણુ પછી, જેમ રાજાએ પેાતાનાં દાનામાં વંશાવલિ આપે છે તેમ, કેદારરાશિના આધ્યાત્મિક પૂર્વોનાં નામ આપ્યાં છે. પહેલે સાધુ તાપસ છે. તે નૂતન-મઠમાંથી આવ્યા હતા અને ચણ્ડિકાશ્રમના મહંત હતા. તેના પછી વાકલરાશિ, જ્યેષ્ઠજરાશિ, ચેાગેશ્વરરાશિ, મૌનિરાશિ અને યાગેશ્વરી એક સાધ્વી, દુર્વાસરાશિ, અને છેવટે કેદારરાશિ આવે છે. કનખલના દેવા માટે કેદારરાશિએ ઘણાં બાંધકામ કરાવ્યાં હશે એમ લેખ ઉપરથી જણાય છે. પહેલું, તેણે કનખલમાં કેાટેશ્વરના મંદિરના પુનરૂદ્વાર કરાબ્યા, બીજું, તીર્થંની અંદરના બધા ભાગ પત્થરની માટી લાદીએથી જડાવ્યેા, અને આસપાસ ઉંચી ભીંત ચણાવી હતી; ત્રીજું, અતુલ નાથનાં મંદિરના છોÎદ્ધાર કર્યાં હતા; ચેાથુ, શૂલપાણુિનાં એ નવાં મંદિરો બંધાવ્યાં, અને કનખલ શંભુના મણ્ડલમાં કાળા પત્થરના સ્થંભેની હાર ઉભી કરીને તે મંદિરની શાભા વધારી હતી. તેની બેન મેાક્ષેશ્વરીએ પણ એક શિવમંદિર બંધાવ્યું હતું. આ ખાખતે પ્રાચીન વસ્તુઓના અભ્યાસીને રસપડે એવી છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ આ લેખનું મહત્ત્વ તેની તાજાકલમમાં છે. તેમાં કહ્યું છે કે, અણુહિલવાડને ભીમદેવ ૨ એ આબુના મહારાજાધિરાજ હતા, અને ચંદ્રાવતીના મલિક ધારાવર્ષે તેનું સર્વોપરિપણું સ્વીકાર્યું હતું, સંવત્ એટલે વિક્રમ સંવત્ ૧૨૫૫, અથવા ઈ. સ. ૧૨૦૮–૯. ૨ ઈ. એ. વા. ૨૨ પ. ૨૧૦ બલ્યુ હેંલીરી વિએના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy