SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૧૫૯ ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાનું તામ્રપત્ર ઉપરનું દાનપત્ર સિંહ સંવત ૯૩ પહેલાં પ્રસિદ્ધ નહિં થએલો આ લેખ છે. બ્ર. ર. એ. સે. ની લાયબ્રેરીમાંથી ઈ. સ. ૧૮૭૮ માં મને તપાસવા મળેલાં અસલ પતરાં ઉપરથી હું પ્રસિદ્ધ કરું છું. કયાંથી આ પતરાં મળી આવ્યાં હતાં એ વિષે મને ખબર નથી. આ લેખનૉ લિગ્રાફ હવે પછી ઇન્ડિયન ઇક્રિપશન્સ, નં. ૧૭ માં પ્રસિદ્ધ થશે. પતરાં બે છે. તે દરેકનું માપ ૨૪૬૭” નું છે, અને તે બન્ને એક જ બાજુએ કતરેલાં છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ વાળેલા છે, અને જેકે પતરાની સપાટી કાટને લીધે બહ ખરાબ થઈ ગઈ છે તે પણ આ લેખ કેઈ પણ સ્થળે શંકા થયા સિવાય વાંચી શકાય તે છે. પહેલા પતરાની નીચેના અને બીજાના ઉપરના ભાગમાં બે કડીઓ માટે કાણું છે. કડીઓ સાદી ત્રાંબાની છે. અને તે દરેક ” જાડી તથા ર” વ્યાસની છે. મને પતરાં મળ્યાં ત્યારે તે બને કાપેલાં હતાં. એક પણ ઉપર મુદ્રા હોવાનું અથવા કાઢી લીધેલી હેવાનું નિશાન નથી. અને આ દાનપત્રની જે મુદ્રા હોય તો તે ઉપલબ્ધ નથી. લેખમાં જણાવેલા સમય અને સ્થળને યોગ્ય ઢબની નાગરી લિપિ છે; કેતરકામ બહાર પડતું અને સારું છે. ભાષા સંસ્કૃત છે. અને એક આશીર્વાદ તથા શાપના પં. ૧૩-૧૪ માં આપેલા લેકે સિવાય આખે લેખ ગદ્યમાં છે. આ લેખ અણહિલવાડના ચૌલુકય રાજા ભીમદેવ ૨ જાના લેખે પૈકીનું એક છે. તે સાંપ્રદાયિક નથી; તેને હેતુ અમુક ભૂમિનું દાન એક બ્રાહ્મણને આપ્યુ હતું તેની નેંધ લેવાને છે. લેખમાં નીચેના સ્થળની નેધ છે અણહિલપાટક શહેર, જ્યાં આ દાન જાહેર કરતી વેળા ભીમદેવ ૨ જે હતે સહસચાણા-આ ગામમાં દાનમાં આપેલી જમીન હતી; વેકરિયા દાનની જમીનની સીમામાં બતાવેલું ગામ અને પ્રસન્નપુર દાન લેનારનું કુટુંબ જ્યાંથી આવ્યું હતું તે શહેર. પ્રસ્તાવનામાં કહ્યું છે તે પ્રમાણે, સહસચાણું અને વેકરિયા માટે કચ્છ મડલ અથવા કચ્છપ્રાંત જે કંઈક અંશે હાલના કચછ સ્ટેટને મળતા હોવા જોઈએ, તેમાં જેવું જોઈએ. અને જે પ્રાંતનો લેખમાં જણાવ્યા મુજબ ભીમદેવ પિતે જ પિતાની ખાનગી મિલ્કત હોય તેવી રીતે રાજ્યની સામાન્ય ઉપજમાંથી તેની ઉપજ જૂદી રાખી ઉપભેગ કરતે હતે. લેખની તારીખ વિષે, ૧ લી પંક્તિમાં દશાંશ સંખ્યામાં આપેલું વર્ષ ૯૭, (સંવત આપ્યો નથી) માસ ચૈત્ર, શુકલ પક્ષ, ૧૧ મી તિથિ અને રવિવાર–એ પ્રમાણે આપ્યું છે. અને ૫ મી પંક્તિમાંથી જણાય છે કે, આ દાન, સંક્રાતિના પર્વને દિવસે, એટલે કે મેષ સંક્રાન્તિ અથવા જે દિવસે, સૂર્ય મેષ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે અપાયું હતું, સંવત સિંહને છે. જે અણુહિલવાડના અર્જુનદેવના વલભી સંવત ૯૪૫ ના વેરાવળના લેખમાં તથા ભીમદેવ ૨ જાના વિક્રમ સંવત ૧૨૬૬ અને સિંહ સંવત ૯૬ ના લેખમાં પણ આપે છે. આ સંવતને ચક્કસ સમય, ઈ. એ. વ. ૧૮ પા. ૧૦૮–૧૦૯ જે. એફ. ફલીટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy