SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૪૭ કુમારપાલના રાજ્યની વડનગર પ્રશસ્તિ વિક્રમ સંવત ૧૨૦૮ આધિન સુદિ ૫ ગુરૂવાર. (પુનઃ લખાઈ—વિ. સં. ૧૬ ચૈત્ર સુદ ૧ ગુરૂવાર) સાથેની વડનગર પ્રશસ્તિની આવૃત્તિ ભાવનગરના વજેશકર. જી. ઓઝાએ મોકલેલી કાગળની છાપ તથા ઉપયોગી અક્ષરાન્તર ઉપરથી બનાવી છે. તેઓના પ્રાચીન વસ્તુઓ સંબંધી ઉત્સાહ ને લીધે પશ્ચિમ હિન્દના લેખનો ઘણો માટે ભાગ મળી શકે છે. પ્રકો સુધારવામાં, મી. એચ. કઝીન્સે તૈયાર કરેલી એક છાપ છે. બર્જેસે મને આપી હતી તેને પણ મે ઉપયોગ કર્યો છે. મી. એચ. એચ. ધ્રુવે ઈ. એ. જે. ૧૦ પા. ૧૬૯ માં પ્રથમ ધ્યાન ઉપર આણેલે આ લેખ વડનગરમાં સામેલા તળાવ પાસે અર્જુન બારીમાં એક પથરના ટુકડામાં કોતરેલે છે છાપ ઉપરથી અનુમાન કરતાં તે ટુકડે ૩૫ ઇંચ ઉંચે અને ૩૨ ઇંચ પહોળે લાગે છે, અને ખરાબ રીતે કોતરેલી સાધારણ નાગરી લિપિની ૪૬ પંક્તિઓ છે. એકંદરે તે સુરક્ષિત છે. ફક્ત મધ્યમાં ૧૯ મી પંક્તિ પત્થરમાં ફાટ પડવાથી આખી નાશ પામી છે, અને ૧૭, ૧૮ તથા ર૦ મી પંતિને શેડુ ઘણું નુકશાન થયું છે. ર૬ તથા ૨૭ મી પંક્તિઓના અંતના થેડા અક્ષરે નાશ પામ્યા છે. ભાષા સંસ્કૃત છે, અને પ્રસ્તાવિક પ્રાર્થના તથા અંતના ભાગ સિવાય આખે લેખ પા૫ છે. આ લેખમાં, ચૌલુક્ય રાજા કુમારપાલે વિક્રમ સંવત ૧૨૦૮ માં બંધાવેલા આનંદપુર નગરના ઉષા ઉપરની શ્રીપાલની પ્રશસ્તિની નકલ તથા વિક્રમ સંવત્ ૧૬૮૯ માં કરેલા જીર્ણોદ્ધાર વખતે આ નકલના બનાવનારે કરેલા બે વધારાના શ્લોકો છે. શ્રીપાલની કવિતા શિવની પ્રાર્થના તથા બ્રહાને સંગાયિત મંગલથી શરૂ થાય છે. (શ્લોક ૧) ત્યાર પછીના સાત કલેકે (૨-૮)માં ચૌલુકાને ભવ, તે વંશના મૂળ પુરુષનું નામ, તથા ગુજરાતના પહેલા આઠ ચૌલુક્ય રાજ્ય કર્તાઓનું વર્ણન આપ્યું છે. બીજે સ્થળેથી જણાયેલા રાજાઓની નોંધ સાથે આ નેંધ મળતી આવે છે. ૧. મૂલરાજ. ૨. તેને પુત્ર ચામુંડરાજ. ૩. તેને પુત્ર વલ્લભરાજ, ૪. તેને બંધુ દુર્લભરાજ. ૫. ભીમદેવ, ૨. તેને પુત્ર કર્ણ. ૭. તેને પુત્ર જયસિંહ-સિદ્ધરાજ. ૮. કુમારપાલ. હરઠ રાજના નામ સાથે આપેલી ઐતિહાસિક નંધમાં ખાસ જાણવા જેવું કંઈ નથી. પરંતુ લેખની પ્રાચીનતાને લીધે તે ઉપયોગી છે. આ લેખ જૂનામાં જૂના પ્રબંધ, હેમચંદ્રના “ દ્વયાશ્રય કાવ્ય” જેટલું પ્રાચીન છે. મૂલરાજ વિષે (શ્લેક ૫ માં) કહ્યું છે કે “તેણે ચાપટ, રાજાનું દ્રવ્ય, તેઓને જિતીને, વિદ્વાન, બંધુજને, બાલ, કવિઓ તથા સેવકજનેના ઉપલેગ માટે અપર્ણ કર્યું.” મૂલરાજનાં જમીનનાં દાનમાં (ઈ. એ. જે. ૬ પા. ૧૯૨) પણ ઉપર પ્રમાણે કહ્યું છે કે “તેણે પોતાનાં બાહુબળ વડે સરસ્વતી નદીને પ્રદેશ જિત્યો,” અને આથી - ' --- 1 એ. ઇ. ૧. ૧ ૫, ૨૯૩ વર જી. એઝા તથા છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy