SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २४ गुजरातमा पेतिहासिक लेख ભાગાક્તર સંક્ષિસ એ”ી કઇ ભાવને નમસ્કાર–વરાહ અવતારની સ્તુતિ. મલરાજના ચરણ સેવનાર દુર્લભરાજ અને તેનાં ચરણું સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર રાજા કર્ણદેવ રાજ્ય કરતો હતો તે વખતે લાટ દેશમાં નાગસારિકામાં દુર્લભરાજ સૂબો હતો. તે દુર્લભરાજ ચન્દ્રરાજને દીકરા અને ગાંગેયને પત્ર હતો. ગાંગેય તે ચાલુયના વંશમાં નાના ભાઈને વંશજ હતે. આ દુર્લભરાજે સ્નાન, પૂજા, સ્મરણ ઈત્યાદિ કરીને શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુ. ૧૧ વાર મંગળના રોજ તલભદ્રિકા છત્રીસીમાં આવેલું ધામલાછા ગામ પંડિત મહિધરને દાનમાં આ મહિધર બ્રાહ્મણ રુદ્રાદિત્યને દીકરો હતે અને તે વેદશાસપારંગત હતું અને મધ્યદેશમાંથી આવેલ હતું. તેનું ગોત્ર માંડવ્ય હતું અને માંડવ્ય, ભાર્ગવ, અંગિરા ઉર્મ અને જામદગ્નિ, એ પાંચ પ્રવર હતાં. તે ગામની પૂર્વે કાલા ગ્રામ, દક્ષિણે તારણ ગ્રામ પશ્ચિમે આસ્વલસાઢિ અને ઉત્તરે કથાવલી, એ ગામે આવેલાં હતાં. “બી” જોડી વંશાવલિ પહેલાંની માફક. મૂલરાજનાં ચરણ સેવનાર ચામુંડરાજ તેનાં ચક્ષુ સેવનાર દુર્લભરાજ તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણું સેવનાર કર્ણદેવ બધા અમલદારો વગેરેને તેમ જ નાગસારિકામાં તલભદ્રિકા છત્રીશીમાં રહેતા ગયા બ્રાહ્મણે તેમજ અન્ય વર્ગને જણાવે છે કે–વિ. સ. ૧૧૩૧ ના કાર્તિક સુ. ૧૧ ને દિવસે, ધામણા નામનું ગામડું, મધ્ય દેશમાંથી આવેલા વેદશાસ્ત્ર પારંગત અને માંડવ્ય ગાત્રના મધુસૂદનના પૌત્ર અને રૂદ્રાદિત્યના દીકરા પંડિત મહીધરને દાનમાં આપેલું છે. તેની પૂર્વમાં ... .. .દક્ષિણે તેરણગ્રામ, પશ્ચિમે આવલસાડી અને ઉત્તરે કછાવલી આવેલાં છે. આ દાન ચતુ સીમા ચેક્સ કરીને મેં આપ્યું છે, અને બધાંએ કબુલ રાખવાનું છે. કાયસ્થ વટેશ્વરના દીકરા કેક- ... .. આ દાન લખ્યું. દક સધિવિગ્રહના અધિકારી શ્રીમાન ... ... ગાદિત્ય હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy