SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૩૬ ગાવિંદ ૫ માનાં સાંગલીનાં તામ્રપત્ર શ. સં. ૮૫૫ ગ્રા. સુ. ૧૫ ગુરૂવાર (ઈ. સ. ૯૩૩-૩૪) ઇન્દ્ર ૪ થાને બે દીકરા હોવા જોઈએ, કારણ કે આ લેખમાં પંક્તિ ર૩ માં ગોવિંદનાં વખાણ કર્યા છે કે તેણે તેના મોટા ભાઈ તરફ નિષિદ્ધ કુરતા બતાવી નથી. આ ભાઈનું નામ આમાં કે બીજા કેઈ પણ પ્રસિદ્ધ દાનપત્રમાં મળી આવતું નથી, તે ઉપરથી અનુમાન થાય છે કે તે શરીરે તેમ જ બુદ્ધિમાં તે નબળો હશે, તેથી હેહા વગર ગોવિંદ ૪ થાએ તેને અલગ રાખી દીધું હશે. સાંવતવાડીના રા.બ. વામનરાવ પીતાંબર ચીટનીસના કબજામાં આ પતરાં છે. તે ઉપરથી હું આ લેખ ફરી પ્રસિદ્ધ કરું છું. પ્રથમ તે પતરાં સાંગલી પાસે રહેતા બ્રાહ્મણ કુટુંબના કબજામાં હતાં અને જનરલ સર જ્યોર્જ લીન્ડ જેકબે જ. બ. છે. રો. એ. સે. . ૪ થામાં પાને ૧૦૦ મે પ્રસિદ્ધ કર્યા હતાં. સાંગલીની આસપાસથી તામ્રપત્રો મૂળ મળ્યાં હતાં જોઈએ, અને તેથી તેને સાંગલીનાં તામ્રપત્રો તરીકે ઓળખાવવામાં આવે છે. પતરાં ત્રણ છે, અને દરેક ૧૩ ઇંચ લાંબું અને ૯ ઇંચ પહોળું છે. લેખ એવી રીતે લખેલે છે કે તેનાં પતરાં અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવવાથી વાંચી શકાય છે. પતરાં તદ્દન સપાટ છે, જો કે ક્યાંક કાર પાસે જરા બેસી ગએલ છે, કારણ કે કરને ટીપીને જાડી કરેલી નથી. લેખ બધે તદન સ્પષ્ટ છે. જે કડીથી તે બાંધેલાં છે તે સાદી અને 5 ઈંચ જાડી છે અને તેને વ્યાસ 2 ઇંચ છે. તેને કાપી હશે, પણ મારી પાસે પતરાં આવ્યાં તે પહેલાં ફરી જેવી દીધેલી છે. કદાચ તે કડી અસલની ન હોય, અગર તેની ઉપર સીલ કે મૂર્તિ હશે તે ઉખેડી લેવામાં આવેલ હોય, જનરલ જેકબ જોકે તે બાબત કાંઈ લખતા નથી. ત્રણે પતરાં તથા કડીનું વજન ૧૩ પા. અને ૩ આઉંસ છે. ભાષા સળંગ સંસ્કૃત છે. રાષ્ટ્રકૂટ યદુ અથવા યાદવેના વંશના છે, એમ આ લેખમાં પહેલી જ વાર આપેલું છે. ડે. ભગવાનલાલના મત મુજબ આ ફેરફાર છેવટના ભાગમાં કરવામાં આવેલ છે અને સીલ ઉપરના સિંહના ચિત્રને બદલે ગરૂડનું ચિત્ર મૂક્યું, તેના કારણભૂત હોય કારણ યાદવે વિષ્ણુપંથી હતા અને ગરૂડ એ વિષ્ણુનું વાહન છે. અગાઉ નોંધ લેવાઈ છે કે જગતુંગ બીજે રવિગ્રહની દીકરી લઉમીને પરણ્યો હતો અને તે રણવિગ્રહ ત્રિપુર અથવા તેવારના કલમુરી અથવા કલચુરી વંશના કેકલ અથવા કેકકલ ૧ ના દીકરા હતા. આ લેખમાંથી વળી આપણને માહિતી મળે છે કે તેને દીકરો ઈન્દ્ર ૪ થે તે જ કેલ ૧ લાના બીજા દીકરા અર્જુનના દીકરા અમ્મણની દીકરી બ્રિજામ્બાને પરણ્યો હતો. આ ઈન્દ્ર ૪ થો અને દ્વિજામ્બાના દીકરા ગોવિંદ ૫ મે અને નામ નહીં જમુએલ તેને માટે ભાઈ એમ બે હતા. ગાવિંદ ૫ માના લેખમાં લખ્યું છે કે તેના રાજમહેલની ગંગા અને યમુના સેવા કરતી હતી. ગુપ્ત બાંધકામમાં દેવળના દ્વારની બન્ને બાજુ ગંગાયમુના કેતરવામાં આવતી અને ગુપ્ત પાસેથી ચાલકોએ પિતાના વજ ઉપર ગંગાયમુનાનાં ચિત્રો ગ્રહણ કર્યા હતાં. ગેવિંદ ૩ જાએ પતાના શત્રુઓને હરાવી આ બે ચિત્ર ગ્રહણ કર્યાનું લખ્યું છે. તેથી ગોવિંદ ૫ માના કિસ્સામાં ગંગાયમુનાની સેવા તે જ અર્થમાં લેવાની છે, કારણ ગોવિંદ ૫ માની રાજધાની ગંગાયમુનાથી ઘણે છેટે હતી, તેથી પ્રત્યક્ષ સેવા સંભવતી નથી. ૧ ઈ. ઓ. વ. ૧૨ પા. ૨૪૭ જે. એફ. ફલીટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy