SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ गुजरातना ऐतिहासिक लेख શરૂવાતમાં છે અને સ્વસ્તિ પછી રાષ્ટ્રકૂટ લેખે માંને ચાલું લોક છે, જેમાં શિવ અને વિપશુની સ્તુતિ છે. ત્યાર પછીને શ્લોક સામવેદને મહિમા બતાવનાર છે. અને ત્યાર બાદના બે લેકમાં (૩-૪) વિષ્ણુ અને શેષની પ્રાર્થના છે. ક ૫ માં યદુવંશની ચંદ્રમાંથી ઉત્પત્તિ અને તેનાં વખાણ છે. | ( શ્લોક ૭ ) સ્વચ્છ આકાશમાં ચન્દ્ર ઉગે તેમ તે યદુવંશમાં દક્તિદુર્ગ જભ્ય હતે. તેની પછી ગાદી ઉપર તેને કાકે કૃષ્ણરાજ ૧ લે આવ્યો, જેણે સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ ચાલુક્ય વંશને નાશ કર્યો. ( શ્લોક. ૮) ત્યાર બાદ તેને મેટ દીકરો ગોવિંદરાજ ૨ જે ગાદીએ આવ્યો અને તેના પછી નિરૂપમ કહેવાતો તેને નાનો ભાઈ આવ્યો. (શ્લોક. ૯-૧૦) સાંગલિના તામ્રપત્રમાં કૃષ્ણ ૧ લાની અને નિરૂપમની વચ્ચે વંદરાજ બીજાને વર્ણવ્યો છે, પણ તેણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ ઉલ્લેખ નથી તેથી ડે. કલીટ એમ માને છે કે તેણે ૨ કર્યું નથી. પણ તે તે તે જ દલીલથી એમ માનવું જોઈએ કે જગતુંગ (ગાવિંદ ૩ ) અને અમેઘવર્ષ ૧ લાએ પણ રાજ્ય કર્યું ન હોવું જોઈએ, કારણ તેની પણ તે જ દશા છે. તેમણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ લખ્યું નથી. ( ધ્રુવ ) નિરૂપમ પછી તેને દીકરે જગતુંગ ગેવિંદ ૩ જો આબે, જેમાં માત્ર નિયમિત વખાણ કરેલાં છે. ( શ્લોક. ૧૧ ) તેની પછી અમેઘવર્ષ ૧ લો રાજા થયે, તેણે ચાલુક્ય રૂપી ગ્રાસથી વિંગવલ્લી પાસે યમરાજને પ્રસન્ન કર્યો હતે. (મલેક. ૧૨ ) અમોઘવર્ષ પછી તેને દીકરે અકાલવર્ષ ( કૃષ્ણ ૨ જે ) ગાદીએ આવ્યું અને તેના દુશ્મનોએ ખેટક છેડી દીધું. ( શ્લોક ૧૩ ) આ ખેટક તે રાષ્ટ્રકુટની રાજધાની માન્યખેટ હોવું જોઈએ; કારણું ચાલુક્ય ગુણક વિજયાદિત્ય ૩ જાએ કૃષ્ણની રાજધાની બાળ્યાનું બે ચાલુક્યના લેખમાં લખેલું છે. સહસ્ત્રાર્જુનના એટલે કે ચેદી વંશના રાજા કેકલ્લની દીકરી જોડે અકાલવર્ષ પર હતો. ( શ્લોક. ૧૪) તેનાથી જગનંગ ઉત્પન્ન થયો અને તે કક્કલના દીકરા રવિગ્રહની દીકરી લક્ષ્મીને પરો. ( ક. ૧૫-૧૬) લેક ૧૬ માં અર્જુન નામના રાજાએ જગતુંગને લશ્કર સહિત મદદ કરીને કીર્તિ સંપાદન કરાવી એમ લખ્યું છે. આ અર્જુનને કેકલને દીકરે કહો છે (કલેક ૨૦) તેથી તે રવિગ્રહને ભાઈ અને જગતુંગને કાકેસસર થાય. ( કલેક ૧૯–૧૮) આ જગતુંગ અને લક્ષ્મીથી ઇન્દ્ર ૩ જે જ હતે. લે. ૧૯માં આની મોટી જિતનું વર્ણન છે. એમ જણાય છે કે ઈન્દ્ર ૩ જો ઉજનથી ઉત્તરમાં ગયે હતે અને જમના ઓળંગીને મહાદય શહેરનો નાશ કર્યો. મહાદયને નાશ કરીને તેને કુશસ્થલ બનાવી દીધું એમ લખ્યું છે તે માત્ર કવિનું કલ્પનાત્મક વર્ણન હોવું જોઈએ. કારણ મહોદય અને કુશસ્થલ એ બન્ને કાન્યકુબજ એટલે કજનાં નામ હેમચંદ્ર ગણાવ્યાં છે. કાજના કયા રાજાને ઈન્દ્ર ૩ જાએ હરાવ્યું તે શોધવા માટે તારીખો તપાસવી જોઈએ. ઈન્દ્ર ૩ જે ઈ. સ. ૯૧૫ અને ૯૧૭ માં હતું, એમ રાષ્ટ્રકૂટ લેખામાં મળે છે. કેનેજના નીચેના રાજની સાલે વાલિઅર, પલીઆ અને સીયડાણીના લેખમાં મળે છે, (૧) ભોજ ઈ. સ. ૮૬૨ ૮૭૬, ૮૮૨, (૨) મહેન્દ્રપાલ ઈ. સ. ૯૦૦, ૯૦૭, (૩) ક્ષિતિપાલ અથવા મહીપાલ ઇ. સ. ૯૧૭ (૪) દેવપાલ ઈ. સ. ૯૧૮. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે ઈ% ૩ જાને સમકાલીન ક્ષિતિપાલ હતો તેથી તેણે તેને હરાવ્યું હશે. વળી ખજુરાહોના લેખમાં લખ્યું છે કે ચાંદેલા રાજા હર્ષદેવે ક્ષિતિપાલને ગાદી ઉપર બેસાડયે તે ઉપરથી એમ સમજાય છે કે ઈન્દ્ર તેને હરાવી, કાજમાંથી નશાડી મુકયો હશે. નારાયણપાલના ભાગલપુરના દાનપત્રમાંથી તેમ જ ધર્મપાલના ખાલીમપુરના દાનપત્રમાંથી નીચેની હકીકત મળી આવે છેઃ (૧) ઈન્દ્રરાજે કાન્યકુન્જના રાજાને હરાવ્યો. (૨) પણ ૧ ઈ. એ. વો. ૧૫ પા. ૩૦૪ ૨ એ. ઈ. . ૪ પા. ૨૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy