SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र મહા સામંતોને અધિપતિ શ્રી ધૃવરાજ દેવ ધારાવર્ષ જેણે મહાશબ્દની પ્રાપ્તિ કરી હતી તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, વાસાપક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર આ શાસન જાહેર કરે છેતમને જાહેર થાઓ કે આ લોક અને પરલોકમાં મારાં માતા પિતાના અને મારા યશની વૃદ્ધિ અર્થે મેં આપ્યું છે – (૪૪) એક ધનવાન અને વસ્તીવાળા વિષયમાં, ભદ્રપલીમાં અવ( વેદ ) સબ્રહ્મચારી, જનને સુખ આપનાર શ્રીદા નામને પ્રસિદ્ધ બ્રાહ્મણ હતું, જે વારંવાર રાંધેલું અન્ન આદિ દાન દેતા, તેથી અર્થિજનને ઉદર પોષણ માટે દુકાળમાં પણ ચિંતા હતી નહી. ( ૪૫ ) તેણે ધ્રુવરાજ દેવ પાસેથી 2ન્ના ગામ પ્રાપ્ત કરી, સર્વ સજજનના શ્રેય માટે તેણે સત્ર સ્થાપ્યું. તેના ગૃહમાં સહસ્ત્ર બ્રાહ્મણે અને રાજવંશી જનો નિત્ય ભજન કરતા. તેનો પુત્ર ને સત્રનો અધિપતિ હત– તેના લાક્ષાયણ ગોત્રના, જિભા નામના પુત્રને, કમન્તપુર સાથે જોડાએલાં ૧૧૬ ગામ મધ્યેનું પારાહણક ગામ આપ્યું છે. તેની સીમા:–પૂર્વે કડીરવલિકા; દક્ષિણે ત્રેના આહારમાંનું ખોરાક ગામ અને જેણન્ધા ગામઃ પશ્ચિમે મેક નામવાળું બ્રાહ્મણોનું ધામઃ ઉત્તરે મેઈ વાસકગામ. ઉપર કહેલી સીમાવાળું આ ગામ ભક્તિથી (શ્રદ્ધાથી ) ઉદ્વેગ સહિત, ઉપરિકરસહિત, સીમાપત વૃક્ષની હાર સહિત, દશ અપરાધનાં કાર્યોને નિર્ણય અને દડની સત્તા સહિત, ઉદ્ભવતી વેઠના હક સહિત, સુવર્ણ અને અન્નમાંની આવક સહિત, સૈનિકોના પ્રવેશ મુક્ત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણમુક્ત, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, પૂર્વ દેવો અને વિજેને કરેલાં દાન વર્જ કરી, પુત્ર, પૌત્રો અને વંશજોના, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને તવ કાળસધી ઉપગ માટે શક નૃપના સમય પછી સંવત ૭૯, જેઠ, અમાસને સૂર્યગ્રહણ સમયે ભુગુકચ્છમાં, નર્મદા નદીમાં, મૂલસ્થાન તીર્થમાં નાન કરી પૂત સત્રના નિભાવ માટે, બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર આદી વિધિ અનુષ્ઠાન માટે પાણીના અઘંથી આપ્યું છે, જેથી કોઈ પણ પ્રતિબંધ કરશે નહીં .... ... .. . . (૫૮) યુદ્ધમાં શત્રુઓને પરાજય કરનાર ધારાવર્ષના અનુજ, શ્રી શુભતુંગના પુત્ર શ્રી ગાવિદરાજે તેના ભાઈનું રાજ્ય અચલ કર્યું. (૫૯) જેના કોઇ અનલની પહોળી અને ચટુલ વાળા, ગગનમાં સ્થાન કરતા બ્રાઆદિ દેવોએ ગજ અને અશ્વથી પૂર્ણ અરિસેના ભસ્મ કરી સંતોષ ન પામવાથી વિશ્વમાં પ્રસ૨વા આતુર છે તેવી જોઈ, તે ( ગેવિંદરાજ ) નિરૂપમથી તેને, દતક આ દાનમાં થયો હતેા. અને મહાસાંધિવિગ્રહીક શ્રી કલ્યાણુથી આ લખાયું છે. આ મારા શ્રી અકાલર્ષના પુત્ર શ્રી ધૃવરાજ દેવના સ્વહસ્ત છે. સહિત, સીમાપત વસનામવાળું આ ગામ ભક્તિના બ્રાહ્મણનું ધામ રામનું Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy