SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર્જર વંશના લેખો નં. ૧૦૮ દ૬ ૧ લાનું સંખેડામાંથી મળેલું પતરૂં બીજી ચે. સં. ૪૪૨ (ઈ.સ. ૧૯૫-૯૬) આ લેખનું બીજું જ પતરું મળ્યું છે. તેનું માપ ૮"x૩” છે અને તે સુરક્ષિત છે આમાંની દશ લીટીમાં રાજાનું કે દાતાનું કે દેય પદાર્થનું વર્ણનાદિ નથી, પણ માત્ર દાનશાસન અવિચ્છિન્ન કાયમ રાખવા માટેના સ્મૃતિઓમાંના સાધારણ રીતે આપવામાં આવતા આદેશ આપેલ છે. પરંતુ દાતાને ઓળખવા માટે પૂરતાં સાધને આપણે પાસે છે. લેખક તરીકે સાધિવિગ્રહિક આદિત્યાગકનું નામ આપેલ છે. ડે. બુલર જણાવે છે કે ભગિક એક નાને માણસ અગર એક અગર ડાં ગામડાંને ઠાકોર હા જોઈએ. કારણુ વખતે વખત હુકમ કરવામાં આવે છે એવાં માણસની સાથે તે શબ્દ લગાડેલે સેવામાં આવે છે. જેમ કે જયભટ્ટનું કાવિમાંથી મળેલું તામ્રપત્ર (ઈ. એ. વો. ૫ પા. ૧૧૦) દેશી કેષમાં તે શબ્દના પ્રાકૃત રૂપ ભાઈઓને અર્થ ગ્રામપ્રધાન એ કર્યો છે અને તે માણસ જ્હોટે રાજા હોઈ શકે નહીં. આ પતરાને ગુર્જર વંશ સાથે સંબંધ પૂરવાર કરવા માટે બીજું કાંઈ ન હોય તે પણ એક ભગિક શબ્દ કે જે સાધિવિગ્રહિક આદિત્યને લગાડવામાં આવ્યું છે તે બસ છે. કારણ કે બીજા કઈ પણ વશનાં દાનશાસનમાં તે શબ્દ વપરાય જેવામાં આવતું નથી. વળી આ લેખની લિપિ પણ રણુગ્રહના સંવત્ ૩૯૧ ના તામ્રપત્ર તેમ જ તે જ વંશનાં પ્રસિદ્ધ થએલાં બીજાં તામ્રપત્રોની લિપિ સાથે એટલી બધી મળતી આવે છે કે તેમાં શંકાને લેશ પણ અવકાશ નથી. દાનની સાલ શબ્દમાં તેમ જ આંકડામાં આપવામાં આવી છે અને તે ૩૪૯ ની છે. સાધારણુ રિવાજ મુજબ આંકડામાં ૩૦૦, ૪૦ અને ૬ નાં ચિહ્નો નથી, પણ અર્વાચીન ઢબ પ્રમાણે ૩, ૪ અને ૬ એમ આંકડા લખેલા છે. છેવટના ગુર્જર રાજાઓ ચેદી સંવતને ઉપગ કરતા, તેથી ૩૪૬ તે ઈ. સ. ૫૫-૬ લગભગ આવે છે. આ સાલ દ૬ ત્રીજાની ડો. બુલરે આપેલી* સાલની સાથે ખરેખર બંધબેસતી આવે છે. આ રાજાને બીજો લેખ અગર તામ્રપત્ર હજુ સુધી પ્રાપ્ત નથી, તેથી આ તામ્રપત્ર ઉપયોગી ગણી શકાય. અસત્તર १ आचन्द्रार्कार्णवक्षितिस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोज्यमुदळातिसम्र्गेण २ प्रतिपादितं मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये अतोस्य ब्रह्मदेयस्थित्या क्रिषतxकरि ३ षापयंतो वान कैश्चिद्व्याषेधे वर्तितव्यमागामिराजभिरस्मद्वशैर्वा सामान्यं भूमि४ दानफलमवेत्यायमस्मदायोनुमन्तव्यः पालयितव्यश्चेत्युक्तं च भगवता व्या५ सेन ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सागरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य ६ तदा फलं । षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्ये७ व नरके वैसे ॥ विन्ध्यावीष्वतोयासु शुष्ककोटरवासिनः कृष्णसपोभिजायन्ते ८ ब्रह्मदेयापहारका[:] यानीह दत्तानि पुरा नरेन्द्रैर्दानानि घर्थियशस्कराणि९ निर्माल्यवान्प्रतिमानि तानि को नाम साधु पुनराददीत॥लिखितं चात्र सन्धिविग्रहिकेना १० दित्यभोगिकेन संवत्सरशत–यं षट्चत्वारिशोत्तरीके ॥ ३४६ ૪ એ. ઈ. વો. ૨ પા. ૧૮ એચ. એચ. ધ્રુવ બી. એ. એલએલ બી. * ઈ. એ. વ. ૧૭ ૫. ૧૯૧ ૧ વાંચો શ્વતઃ ૨ વ િર્ષયતો ૩ વાંચે ૪ વાંચે રિમિ; ૫ વાંચો વસેતુ ૬ વાચા ર ગાજે ૭ વાગ્યે ત્ર ૮ વાંચો રાહુલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy