SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર જેના નાભિકમળમાં વેધસને વાસ થયો છે તે (વિષ્ણુ) અને હર જેનું શિર રમ્ય ઈકલાથી ભૂષિત છે તે તમને રક્ષે ! ( પંક્તિ. ૨) સ્વસ્તિ ! નિજ અન્વયને કર્તા, વિમળ શ્રી રાષ્ટ્રકૂટના વંશમાં જન્મેલે, કાનમાં શરા. યુદ્ધમાં વીર ગોવિંદરાજ નૃ૫ હતા. તે એકલા વિજય કરનાર અને સાહસમાં પ્રીતિવાળો હવે તેને નૃપના વેશના ફળ સમાન સૈન્ય થયું. તે જ્ઞાનસંપન્ન હોવાથી દેવાધિપ શંકર સિવાય અન્ય દેવને પૂજતે નહીં. (પંક્તિ. ૪) અને જ્યારે તે પુત્ર પ્રાપ્તિની અભિલાષ રાખતો હતો ત્યારે–સદ્ગુણસંપન્ન, મહાયશવાળે, શ્રી કર્કરાજનું રમ્ય અને ઉચ્ચ નામ ( તેના) મુખ્ય પદ તરીકે અને અન્ય ગૌણ નામને પરિવાર ધારનાર, ભવની પ્રસાદીથી તેને એક પુત્ર જન્મ્ય. સૌરાજ્યની વાર્તા પ્રસંગે સમસ્ત જનોના કલ્યાણ અર્થે ઉન્નતિવાળું બલિનું રાજ્ય ઉદાહરણ તરીકે પૂર્વ અપાતું પણ હવે પૃથ્વીમાં આ નૃપનું રાજ્ય છે. કલિના પ્રસંગથી એક ચરણવાળા બનેલા વૃષને (ધર્મન) હાલ પુનઃ ચાર ચરણવાળે અને તેની ગતિમાં વિઘ વગરને તેણે બનાવ્યો તે અખિલ મનુષ્ય જાતે અત્યંત અદ્ભુત માન્યું. અને તે નવાઈ જેવું નથી કે તેણે ગ્ય રીતે નિજ પ્રજાનું પૂર્ણ રક્ષણ કર્યું. કારણ કે વિશ્વને રક્ષવામાં વિખ્યાત વિષ્ણુ તેના ચિત્તમાં વસતે. આ વર્તન તેને ઉચિત હતું. તેનું મન (આમ) એજ ( વિષ્ણુની) સાથે એક જ હતું. ( પંક્તિ. ) તે ધર્માત્મા નૃપને પવિત્ર કૃષ્ણરાજ નામે પુત્ર જન્મ્યા હતા. તેણે વિમાર્ગે ગએલા બધુજનને મૂળથી ઉખેડી નાંખીને નિજ ગોત્રના હિતાર્થે રાજ્ય પોતે લઈ લીધું. તે દ્વિ તરફ મિત્રતા રાખતે તેથી અદ્વિજ પણ દ્વિજ હોય તેમ શ્રેષ્ઠ વિપ્રને ઉચિત દાન ઉત્સુક બની વેદનું ગાન કરનાર જનેથી થતી વિધિઓ કરે છે. વાદળ જ્યારે ખેડુતોની ઈચ્છાથી અધિક વૃષ્ટિ વરસાવે ત્યારે તેમનાં મન તે બંધ થાય તેમાં આતુર હોય છે તેમ તેના સેવકોને મહાન અભિલાષથી અતિ અધિક ધનવૃષ્ટિથી થતું. યુદ્ધની અભિલાષી અને શૌર્યની ઉષ્ણતાથી દીપ્ત થએલા મહાવરાહને તે અતિ બળવાન સિંહ સમા નૃપે હરણ સમાન કરી દીધો. એલાપુર પર્વત ઉપરને તેને અભુત નિવાસ જોઈને વિમાનમાં ગમન કરતા અમરે પણ વિસ્મય પામી અતિ વિચારથી કહે છે – જ આ સ્વયંભુ શિવને નિવાસ છે, અને કૃત્રિમ સ્થાન નથી. શ્રી જે દેખાય તે આવી જ હેય.” ખરેખર તેના કૃતિકાર જેણે તે બાંધ્યું તે સર્વ (પૂર્ણ) પ્રયત્ન પણ પુનઃ આવી કૃતિમાં નિષ્ફળ થાય! અહો ! તે મારાથી કેમ સિદ્ધ થયું છે ? એમ કહેતાં તે ( કૃતિકાર) વિસ્મય પામતે, (અને) તે કારણથી તૃપ તેના નામની સ્તુતિ કરતો. તેનાથી, ગંગાના પ્રવાહ, ઈન્દુનાં કિરણ અને કાલકુટવિષનાં ભૂષણવાળા શંભુ જે ત્યાં નિવાસ કરતા તે રન, સુવર્ણ અને સર્વ લહમીથી અધિક મંડિત થતું. (પંક્તિ. ૧૯ ) તે નપને મહાપ્રતાપી ધ્રુવરાજ નામને પુત્ર જન્મ્યો હતો. તેના પ્રતાપને અગ્નિ તેના પ્રતાપથી તૃણ સરખા થઈ ગએલા શત્રુઓને બાળી નાંખતે. લક્ષમીને પ્રસન્ન કરવા જે ચિત્તવન કરતે તે નિત્ય કૃતાર્થ થતો. અને તેમાં શું આશ્ચર્ય છે ? કારણ કે દરેક પુરૂષ સહાય વગર જ નિજ પત્નીને પોતાને વશ કરે છે. (પંક્તિ. ૨૨) તેને સાક્ષાત મૂર્તિમાન યશ-ગેવિંદરાજ નામે પુત્ર હતો. તેણે પિતાના શત્રુઓ પાસેથી મનહર ગંગા અને યમુના પડાવી લઈને તે નદીઓથી સાક્ષાત્ ચિક્રથી સ્પષ્ટ થતા ઉત્તમ પદની પ્રાપ્તિ કરી, અને તેના દૈવી પ્રતાપવાળા ગુણે જે પ્રતિબંધ ન થાય માટે દેહ વિનાના હતા તે સર્વ પ્રદેશમાં પ્રસર્યા હતા. ખરેખર તે નૃપ જેણે સમસ્ત પ્રતાપી વીર શત્રુ Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy