________________
નં. ૮૧ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્ર*
- ગુ. સ. ૩૪૭ વૈ. સુ. ૧૫. તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બાર્ટન મ્યુઝીયમના કયુરેટરે તપાસવા માટે મોકલ્યાં હતાં. તેમાંનું એક શીલાદિત્ય ૩ જાનું સં. ૩૪૭ વૈશાખ સુ. ૧૫ ની તિથિનું છે. તે દાન પુઢિ? કાશકમાં મુકામ હતું ત્યાંથી દેવામાં આવ્યું હતું. આ રાજાના વખતનું કહેવામાં વહેલું તામ્રપત્ર સં ૩૫૦નું છે. ( એ. ઈ . ૪ પા. ૭૬ ) તેથી આ તામ્રપત્રથી ત્રણ વર્ષ વહેલી સાલ મળે છે.
તેને દાન આપવામાં આવ્યું તે બ્રાહ્મણ સાબદત્તને દીકરો કૌશિક ગોત્રનો, યજુર્વેદી દીક્ષિત નામે ઓળખાતે સચ્ચડ નામને હતે. તે મૂળ પુલ્યશાંબ પુરમાંથી આવેલ હતું અને હાલ વલભી. માં રહેતે હતે.
દાનમાં જમીનના ત્રણ કટકાઓ આપેલા હતા જે એકંદર ૧૦૦ પાદાવર્ત થતા હતા અને તે સુરાષ્ટ્રમાં કાલાપક પથકમાં કકકપદ્ર ગામમાં આવેલા હતા. આ દરેક કટકાની સીમા આપવામાં આવેલ છે.
આ દાનપત્રને લેખક વિરપતિ કદભટને દીકરો દિવિરપતિ મદનાદિત્ય હતું અને તક કુમાર ધ્રુવસેન હતે.
* આ. સ. 3. સ રીપોર્ટ ઈ. સ. ૧૯૧૫-૧૬ પા. ૫૫ પ્ર. ડી. આર. ભાંડારકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com