SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૭૬ ખગ્રહ ૨ જાનાં તામ્રપત્રો સંવત્ ૩૩૭ આષાઢ પદિ ૫ પતરાંઓનું માપ ૧૫ થી ૧૫. ૫” x ૧૨"નું છે. બન્ને પતરાંઓ નીચેથી, ઉપરના ભાગ કરતાં વધારે પહોળાં છે. કડીઓ નીચેના ભાગમાં લગાડી હતી. આ કડીઓ તથા મુદ્રા ખાવાઈ ગયાં છે. એકંદરે પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે, ફક્ત કેઈક સ્થળે કાટ લાગવાથી બગડ્યાં છે. લિપિ શીલાદિત્ય ૨ જા તથા શીલાદિત્ય ૩ જાનાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓને મળતી આવે છે. બીજાં પતરાની છેલ્લી પંક્તિ શિવાય અને પતરાંઓ ચેખાં કતરેલાં અને સ્પષ્ટ છે. લખાસુની ભૂલો પુષ્કળ છે. આ દાનપત્ર પૂલિન્ડક અથવા કદાચ આલિન્ડકમાં આવેલી વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. વંશાવળીમાં કંઈ નવીન નથી. ખરગ્રહ ૨ જા એ કાઢેલું, આ પહેલું જ દાનપત્ર હોવાથી તે અગત્યનું છે. આની તારીખ સંવત ૩૩૭ ધરસેન ૪ ના સં. ૩૩૦ અને ધ્રુવસેન ૩ જાના સંવત ૩૩ર તથા શીલાદિત્ય ૨ જાનાં, સંવત્ ૩૪૮ નાં દાનપત્રો સાથે વિચારવાથી જણાય છે કે દેરભટના બે પુત્રનાં રાજ્ય છેડે સમય રહ્યાં હતાં. ખેટકમાં વસતા આનંદપુરના રહીશ કેશવના પુત્ર, શર્કરાક્ષિ ગોત્રના ગ્લેહિ બ્રાહ્મણ નારાયણને આ દાન આપ્યું છે. તેને આનંર રાશિ, “ આનંદપુરને એક ચતુર્વેદી ” પણું કહ્યો છે. આ જરા ધ્યાનમાં લેવા જેવું છે. કારણ, જે આ આનંદપુર એ જ વડનગર (સાધારણ, બરનગર ) હોય, તે ગુજરાતની એક બહુ જ પ્રખ્યાત અને પ્રભાવશાળી નાગર-બ્રાહ્મણ જ્ઞાતિનું આ પહેલું સૂચન છે. શિવભાગપુર જીલ્લામાં ધૃતાલય નામની ડિસ્ટ્રિકટમાં આવેલા પંગુલપલ્લીકા નામના ગામનું દાન કરેલું છે. આ દાન આપવાને હેતુ હમેશ મુજબને એટલે યજ્ઞક્રિયા કરાવવાનો છે. દાનપત્રમાં લખેલા અધિકારીઓમાં, કૂતક પ્રમાતુશ્રીના, અને દિવાન સ્કંદભટને પુત્ર દિવાન શ્રીમદ્ અનહિલ છે. ધરસેનના દાનપત્રની વારિરિકાની માફક આ દૂતક પણ એક સ્ત્રી હોય એમ લાગે છે. પરંતુ વિશેષણ - પ્રા=” જે 1 + નું બનેલું લાગે છે, અને પ્રમા માંથી બનેલું નથી, તેને શું અર્થ કરે તે હું જાણી શકતા નથી. પ્રેફેસર ભાંડારકર (જ. . છું. ર. એ. સે. . ૧૦ પા. ૭૧ ) દિવાનનું નામ મદનલ આપે છે કે જે ફરીથી શીલાદિત્ય ૨ જાનાં (સં. ૩૪૮ નાં) પતરાંમાં આવે છે. આ બહુ જ અસભ્ય નામ ગણાય. મારા પાઠ, “શ્રીમદ” અનહિલ( શ્રી મદનહિલને બદલે )ની પુષ્ટિમાં આગ્રહપૂર્વક કહું તે, વનરાજને અણહિલવાડ–પાટણની જગ્યા બતાવનાર ભરવાડનું ગુજરાતી નામ અણહિલ અગર અણહિલ પ્રસિદ્ધ છે. અને તે નામ રજપુતેમાં પણ હોય છે જુએ, ટેડ એનાલ્સ, . ૧ પા. ૭૦૮ મદ્રાસ એડીશન પા. ૬૦૭. ઈ. એ, . ૭ પા. ૭૬ ડે. . ખુલહર ૧ જીઓ ઉપરનું વ. ૭ પા. ૭૩ નાટ ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy