________________ નં. 67 ધ્રુવસેન 2 જાનું તામ્રપત્ર ગુપ્ત સંવત્ 320 આષાઢ સુદ. 639-40 ઈ.સ. આ દાનનાં બે પતરાં છે અને બન્નેમાં અંદરની બાજુએ લેખ કતરેલ છે. તે બે કડીથી બાંધેલાં છે અને એક કડી ઉપર મુદ્રા છે, જેમાં બેઠેલ વૃષ અને શ્રી ભટકઃ અક્ષરે છે. બીજું પતરું જમણી બાજુએ ઉપરના ભાગમાંથી ખંડિત છે અને પહેલી પાંચ પંક્તિના અમુક અક્ષર ગયા છે. પણ બીજ દાન પત્રોમાંથી તે અક્ષરે અટકળી શકાય છે. પતરાંનું માપ ૧૨"xરૂં” છે અને લેખના રક્ષણ માટે કાર જરા વાળેલી છે. ઈ. એ. વ. 6 પા. 13 મે આપેલ ધ્રુવસેન બીજાના શાસનની સાથે અક્ષરે મળતા આવે છે. ઉપરાંત આમાં આદ્ય " એ " 5. 17 માં - માં મળે છે. અક્ષરે બહુ ઉંડા કતરેલા નથી પણ પતરાં પાતળાં હોવાથી અક્ષરો પાછળની બાજુ દેખાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ " છે. બીજા પતરાની પ. 22 માં 300, 20 અને 1 નાં ચિન્હો છે. ભાષા સંસકૃત છે અને બીજા પતરાની પં. 19 થી 21 સુધીમાંના શ્લોકે સિવાય આખા લેખ ગદ્ય માં છે. રણ કેરા દેવીનું લેખ ધ્રુવસેન બીજાના સમયનો છે અને ત્રિસંગ મઠના રવતલમાં પ્રતિષ્ઠિત કેદ્રમ્મહિકા દેવીના લાભાર્થે તે રાજાએ આપેલા દાન સંબંધી છે. તરસમિઆમાં અત્યારે પણ કેટ્ટરા મંદિર અસ્તિત્વમાં છે. દાનવાળા વિભાગમાં પ્રાપીય અને ગુદાદાન શબ્દો છે, જેનો અર્થ કલ્પી શકાતું નથી પણ એમ જણાય છે કે મહારાજા કોણસિંહે કાંઈ દાન આપેલું, પણ તેને ભેગવટે ડા વખત પછી બંધ પડેલો. તેટલા માટે ધ્રુવસેન તે દાન કાયમ કરે છે અને વિશેષમાં હુકમ કરે છે કે મન્દિરના ખર્ચ માટે ત્રિસંગમક સ્વતલની તેજુરીમાંથી દરરોજ રૂપાને એક શિકો આપે. લેખને સંવત 320 (639-40 ઈ. સ.) છે અને તેથી યુએન સીઆંગ ઈ. સ. 640 માં પશ્ચિમ હિંદમાં આવ્યું ત્યારે વલભીને રાજા તુલહેપતુ તે આ પ્રવસેન હવે જઈએ એમ પુરવાર થાય છે. આ રાજાનું બીજું દાનપત્ર સં. 31( દર૯-૩૦ ઈ. સ.)નું ઈ. એ. વ. 2 પા. 13 મે પ્રસિદ્ધ થયું છે. ઈબારત બનેની સરખી છે પરંતુ તેમાં વલભી સ્વતલમાં રહેતા બુદ્ધ સાધુને દાન આપ્યાની હકીકત છે. 1 જ, બી, બી, આર. એ. એસ. છે. 20 પા. 6 એ. એમ. ટી. જેકસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com