SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૬૩ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો* સંવત ૩૧૦ આશ્વિન વદિ પર ધ્રુવસેન ૨ જાનું દાનપત્ર દરેક ૧૦ ઇંચx૧૨ ઇંચ માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. કરીઓ અને મહા તેનાં ગ્ય સ્થાને છે. અત્યારે પતરાંઓ ઘણાં જ પાતળાં થઈ ગયાં છે. અને કેાઈ કઈ જગ્યાએ ન્હાનાં કાણાં પડ્યાં છે. કાટને લીધે સપાટી બહુ ખરાબ થઈ ગઈ હોવાથી, શોધનારે ઉપરનાં પડ ભાંગી નાખ્યાં હોય એવું જણાય છે. સુભાગ્યે નકર ત્રાંબાને થોડો ભાગ મધ્યમાં રહી ગયો હતો. જેમાં અક્ષરોના લીટા દેખાય છે. છતાં જ્યારે મને પતરાંએ મળ્યાં ત્યારે આખુ દાનપત્ર ઉકેલી શકીશ કે નહિ તે વિષે મને શંકા હતી. પરંતુ જયારે નજરે પડી શકતા બધા લીટાઓ ધળા રંગથી પૂરી દીધા ત્યારે મને અતિ આનંદ સાથે માલુમ પડયું કે, એકાદ પંકિત જે બીજાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓની મદદથી સહેલાઈથી જાણી શકાશે, તે સિવાય આખું દાનપત્ર વાંચી શકાય તેવું હતું. આ દાનપત્ર વલભીમાં લખાયું છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે. ધ્રુવસેન ૨ જે, જેને બાલાદિત્ય પણ કહેવામાં આવે છે, તે “મહારાજ 'ને ઈલકાબ ધારણ કરતું નથી, તથા તેના પહેલાં થઈ ગયેલામાંથી કોઈને “શ્રી” “ પ્રતાપી '' સિવાય બીજું વિશેષણ આપ્યું નથી. આ ભૂલ કદાચ અકસ્માતુ હોય. પરંતુ હિંદુસ્તાનના રાજાઓનું શબ્દાડંબરપણું જોતાં આ બાબત શંકાસ્પદ છે. અને છેવટે જે એમ માલુમ પડી આવે કે ધ્રુવસેન ૨ જાને પિતાની મહત્તા વિષે મૌન રહેવાનાં સબળ કારણે હતાં, તે તે નવાઈ જેવું નહિ લાગે. આ દાન ગોહકે બંધાવેલા વિહારમાં વસતા ભિક્ષુસંઘને આપ્યું છે. આ વિહાર રાજકુમારી દાએ વલભીમાં બંધાવેલા વિહારની સીમામાં આવે છે, દુદ્દા અને તેના વિહાર વિશે ધ્રુવસેન ૧ તથા ગુહસેનના શાસનમાંથી જાણવામાં આવે છે. આંહિ તેને “ રાણી ” “રાણી” કહેવામાં આવી હોય તે, હું ધારું છું કે લેખકનો હેતુ તે “રાજાને પરણેલી હતી, એ નહિ પણ “ રાજકુટુંબની હતી ” એવું બતાવવાને હશે. કારણ કે ધ્રુવસેન ૧ લો તેને “મારી બેનની પુત્રી ” કહે છે. ૧૪મીરવંતત્રિવિણ એટલે “વલભીની પોતાની સપાટી ઉપર બેઠેલે ” એ શબ્દનૉ ચોક્કસ અર્થ હં કરી શકતો નથી. તેને અર્થ મેં કર્યો છે તેમ, વલભીમાં આવેલે એટલે ચાર દિવાલની વચ્ચે '' એ થાય. પણ કદાચ “ તરણ સમાસને કંઈ પારિભાષિક અર્થ હોય. આ દાનને હેતુ વસેન ૨ જાના પહેલાના દાનમાં આપે છે તે જ છે. સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં ભસંત નામનું ગામડું દાનમાં આપ્યું છે. સેરઠના એક પેટા ભાગનું નામ કાલાપક પથ હોવું જોઈએ. “સુરાષ્ટ્ર” વિશે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શબ્દ હમેશાં બહુવચનમાં વાપરવામાં આવે છે, જેમ કે કુદઃ અને તેથી વંવાાિ, ફિમ: ની માફક તેને અર્થ પણ સુરાષ્ટ્ર દેશમાં વસતા લોકો એવું થાય છે. “સોરઠ” કદાચ ગુણાઃ ને અપભ્રંશ નહિ, પણ સૌરાષ્ટ્રમ( મંડલમ )નો હશે. કારણ કે, તદ્ધિત પ્રત્યય લગાડવાથી બનેલે સંસ્કૃત ૌ નિયમિત રીતે પ્રાકૃત ગો થી બતાવાય છે. કાઠિયાવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગેપાલજી એસ. દેસાઈ સૂચવે છે કે, સંત એ સોરઠ પ્રાંતમાં જુનાગઢના નવાબના તાબાનું હાલનું ભેસાણ ગામ હશે. સૌરાષ્ટ્રના, વલભી રાજાઓ સાથેના સંબંધ વિષે હિવેનસેંગ પણ કહે છે કે “આ દેશ વલભી રાજ્યના તાબામાં છે.” તારીખમાં, વર્ષ સંવત ૩૧૦ અને માસ આશ્વયુજ આપેલાં છે. દિવસ, “બહ૫, એટલે બહુ (લપક્ષ), વદ ૫,” અથવા “બ ૧૫, વદ ૧૫” વંચાય છે. કારણ આ પતરાં પર “' અને ૧૦ ની નિશાની બહુ મળતી આવે છે. *ઈ. એ, વિ. પા. ૧૨-૧૩ જ ખુલહર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy