SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૪૧ ધરસેન ૨ જાનાં પાલિતાણુનાં તામ્રપત્રો [ ગુપ્ત-] સંવત્ રપર વૈશાખ વદ ૧૫ (અમાસ) ઈ. સ. ૫૭૧ કાઠિવાડમાં પાલિતાણામાંના ભોંયરામાંથી આશરે ૪૦ વર્ષ ઉપર મળી આવેલાં અને હાલ પાલિતાણું સ્ટેટની માલિકીનાં તામ્રપત્રાની સાત જેડીઓમાંનાં આ પતરાંઓ છે. સિંહાદિત્યનાં પતરાંઓ માફક આ પણ પ્રથમ ઈન્ડીયન એન્ટિકરી . ૩૯ પા. ૧૩૦ નં૦ ૫ માં મી. એ. એમ. ટી. જેકસને, (આ ઈ. સી. એસ) વર્ણવ્યાં હતાં. ડે. ગેલન કારકુને બના. વેલી તેની બે શાહીની છાપ ઉપરથી તે ઉપરનો લેખ હું પ્રસિદ્ધ કરું છું. પાલિતાણાના એડમિનિસ્ટ્રેટર મી. ડબ્લ્યુ. સી. ટયુડર એવને અસલ પતરાંઓ કૃપા કરીને રાય. બાહાદુર વૈકીને આપ્યાં હતાં, અને તેમણે આ શાહીની છાપ મારા ઉપયોગ માટે મને આપી હતી. આ બે તામ્રપત્રો છે, અને તે મી. વૈકયના કહેવા પ્રમાણે, ૧૧ ઇંચ પહોળાં અને 9 ઇંચ લાંબાં છે. દરેક પતરાની અંદરની બાજુએ લેખની ૧૮ પંક્તિઓ છે. પહેલા પતરાને નીચે અને બીજાની ઉપર બે કડીએનાં કાણું છે. પરંતુ મળેલી મુદ્રા આ પતરાંઓની છે કે તે સાથે મળેલાં મિત્રોનાં બીજાં પાંચ પતરાંઓની છે, તે કહેવું મુશ્કેલ છે. તે ઉપર લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. અને લિપિ સામાન્ય વલભી છે. લેખમાં વલભીના રાજા ધરસેન ૨ જાના જમીનના દાનનું વર્ણન છે. અને તેની તિથિ વર્ષ વગેરે તે જ રાજાનાં બીજા ચાર દાને પ્રમાણેની છે. યશગાન કરતી પ્રસ્તાવના લગભગ ધરસેન ૨ જાનાં પ્રસિદ્ધ થયેલાં બીજા દાને પ્રમાણે જ છે. ખાસ જાણવા જેવી હકીકત ફક્ત એ જ છે કે તેના દાદાનું નામ ધર૫ડ લખેલું છે, જ્યારે તેના બીજા દાનમાં ધરપટ્ટ અથવા ધરપણુ આપેલું છે. દાનનો ભાગ આ પ્રમાણે છેઃ (પં. ૧) વલભી માંથી (૫. ર૧) મહેશ્વર(શિવ)નો પરમ ભકત, યશવી મહારાજ ધરસેન (૨) કુશળ હેઈ, સર્વ અધિકારીઓ, જેવાકે, આયુક્તકે, વિનિયુક્તકો, દ્રાંફિકે, મહત્ત, કાચા અને પાકા સૈનિકે, ધુવાધિકરણિકે, દડુપાશિક, ચેરદ્ધરણિક, રાજસ્થાનીય, કુમારામા વિગેરે તથા સંબંધ ધરાવતા સર્વેને શાસન કરે છે કે – તમને જણાવું છું કે મારા માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે તથા આલોકે તેમ જ પરલેકમાં ફલ પ્રાપ્તિ અર્થે મેં નીચે પ્રમાણે દાન કરેલું છે -- ૧૮૦ પાદાવર્ત-[બq] વાનક પ્રદેશના નાયોટક ગામની ઈશાને અને એકલિક ગામમાં દારકના ક્ષેત્રની પશ્ચિમે અને આદિત્યના ક્ષેત્રની ઉત્તરે ૧૨૦ પાદાવા અને ૩૨ પાદાવતનું નિબતળાવ જે (નાટકની) વાયવ્યના રસ્તાની પૂર્વે છે; નિબકૃપ પ્રદેશના દેવ)રક્ષિત પાટકની નૈરૂત્ય તરફ ખડભેદક તળાવની ઉપરના ભાગમાં, અને વસવહક નદીના બન્ને કાંઠા પર ગોક્ષની માલીકિના ૧ એ. ઈ. વો. ૧૧૫. ૮૦ છે. ઈ. હુશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy