________________
गुहसेननू वळानु ताम्रपत्र
ભાષાન્તર' તેને પુત્ર, જેણે શત્રુઓના સમદ ગજેનાં કુમ્ભ ભેદીને આત્મબળ પ્રકાશિત કર્યું હતું, જેના પાદનખનાં કિરણે પિતાના પ્રતાપથી નમેલા શરુઓના મુગટમણિની કાન્તિ સાથે ભળી જાય છે, જેણે સકળ સ્મૃતિમાં નિર્મલા માર્ગનું કાળજીથી પાલન કરીને જનાનાં હૃદય અનુરંજિત કરી, રાજ ( હૃદય હરનાર) શબ્દનો અર્થ સત્ય કર્યો છે, જે રૂપમાં કામદેવ, કાન્તિમાં ઈન્દ્ર, સ્થિરતામાં ગિરીશ, ગાંભીર્યમાં સાગર, બુદ્ધિમાં બૃહસ્પતિ કરતાં અધિક છે, શરણાગતને અભયદાન આપવામાં પરાયણ હેવાથી જે પોતાના હિત માટે તૃણ સરખી પણ દરકાર રાખતું નથી, જે વિદ્વાને અને પ્રણયી મિત્રોનાં હદય, પ્રાર્થના કરતાં અધિક ધન આપી, રંજે છે, જે અખિલ ભુવનના સાક્ષાત આનંદ હતા, તે પરમ માહેશ્વર, મહારાજ શ્રી રામેન કશા
હુસેન કુશળ હાલતમાં, રાજ્ય સાથે કઈ પણ સંબન્ધ ધરાવતા સર્વ આયુક્તક, વિનિયુક્તક, દ્રાંગિક, મહત્તર, ચાટ, ભટ, ધ્રુવાધિકરણિક, દડુગિક, ચેહરણિક, રાજસ્થાનીય, કુમાર, અમાત્ય આદિને શાસન કરે છે –
તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા માટે આ લેકમાં અને પરલોકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, ભગવતી દુહાએ કરેલા અને ... ... ... ... વરચે આવેલા દુહાના વિહારમાં ૧૮ શાખાના સર્વ દિશામાંથી આવતા શાક્ય ભિક્ષુસંઘને, આજારી આદિ જનનાં અન્ન, વસ્ત્ર, આસન ઉપાય અને ઓસડ માટે નીચેનાં ચાર ગામે –
આનમજી અને પિમ્પલjખરી વચ્ચે આવેલું સમીપટ્ટ(૮)વાટક મહિલીગમાં સંગ-2 માનક, તથા દતકહારમાં નદીય અને ચેસ્સરી, . . . ..સહિત, ... ... .. .. સહિત, લીલી અને સુકી ઉત્પત્તિની આવક સહિત, અન્ન અને સુવર્ણ, અને વેઠના હકક સહિત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, પાણીના અદથી ( દાનને અનુમતિ આપી ) મેં આપ્યાં છે.
આથી ભગવાન શાય-ભિક્ષુસંધની સાથે સંબંધ ધરાવનારે કોઈ પણ આ ગામની જ્યારે ખેતી કરે અથવા ખેતી કરાવે ત્યારે કોઈ પણ પ્રતિબન્ધ કરે નહિ. અને અમારા વશન ભાવિ ભદ્ર કૃપાએ, ઐશ્વર્ય અસ્થિર છે, મનુષ્ય અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (સર્વ રક્ષનારને ) સામાન્ય છે, એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. જે તે હરી લેશે અથવા તે હરી લેવામાં અનુમતિ આપશે તે પાંચ કુકમને દંડ મેળવશે અને ત્રણ ( જાતનાં ) જીવિતમાં પંચમહાપાપ અને અન્ય અ૯૫ પાપને દેષી થશે.
અને કહ્યું છે કે નૃપના દારિદ્રયના ભયને લઈને ધર્મ અર્થે આપેલું જે નિર્માલ્ય અને વાન્ત અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે ?
સગર આદિ બહુ નૃપેએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે. જે સમયે જે ભૂપતિ, તેને તેનું ફળ છે.
મારા સ્વમુખે દેવાએલી આજ્ઞા : મારા, મહારાજ ગુહસેનના સ્વહસ્ત. સંધિવિગ્રહાધિકરણધિકૃત સ્કન્દભઠ્ઠી લખાયું. સં. ૨૪૬
૧ ઈ. એન્ટી. વો. ૪ પા. ૧૭૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com