SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલો-પ્રકરણ ૨. ઘણેજ દરજજે પાળે છે. એ આચારમાં અને અન્ય દર્શનીય સાધુ. ઓના આચારોમાં ઘણેજ ફરક પડી જાય છે. વૈષ્ણવોના મહારાજે પણ જૈનના સાધુઓ જેવજ દરજજો છે –પ્રોસ્તીઓના પ્રીસ્ટ (પાદરીઓ), જેઓ પણ જૈન સાધુઓની માફક ધર્મ ઉપદેશ કરે છે,-મુસલમાનોના સુલ્લાં, જેઓ જમાત આગળ કુરાન વાંચી અલ્લાનો ખરો ધર્મ, તથા મહમદ નબીના સંદેશા, વાંચી સંભળાવી ઊપર “શરે કરે છે -પારસીઓના દસ્તુરજી, જેઓ અવસ્તા તથા ખોદાઅ જરથોસ્ત ઉપર વાયજો આપે છે, તેમના અને જૈિન સાધુઓના આચારમાં અસમાન જમીનને ફરક પડી જાય છે; જૈન સાધુઓ સ્ત્રી પરણી શકતા નથી એટલું જ નહિ, પણ સ્ત્રીને અડકી પણ શકતા નથી, જેવું બીજા કોઈ પણ ધર્મના સાધુ કે માહરાજોમાં જવલ્લે જ દેખાય છે. અન્ય ઉપદેશકો જ્યારે ગાડીમાં બેસી શકે છે, ઠંડુ પાણી પી શકે છે. રાત્રે ખાઈ શકે છે, દિવાબત્તી સળગાવી તેને ઉપયોગ કરી શકે છે, જ્યારે જૈન સાધુઓ તનના લાભની કોઈ પણ ચીજ પર બનતા સુધી કંઈ પણ વિચાર નથી કરતા, તે તેને ઉપયોગ કરવાની તો વાત જ શી ? “તેઓએ સચેત પૃથ્વી ખણવી નહિ; સચેત પાણી વાપરવાં નહિ કે સચેત પાણીમાં ચાલવું નહિ, અગ્નિ સળગાવે નહિ કે અગ્નિને, ઉપયોગ કરે નહિ. વાયુને વસ્ત્રથી કે પંખાથી કે બીજા કશાથી પણ વીંજવો નહિ. વનસ્પતિને છેદી નહિ ને સચેત વનસ્પતિને ઉપમેગ કરવા નહિ, બીજ માત્રને પિતાના ઉપભેગમાં આણવાં નહિ, પ્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય એવો આહાર કરવા નહિ; રસાઈ રાંધવી નહિ. છકાયના જીવોને પોતાના આત્મા માફકજ ગણવા બ્રહ્મા પાળવું; જુઠું ન બોલવું; હિંસા કરવી નહિ; પસા રાખવો નહિ; કોઈના આપ્યા વગર કંઈ લેવું નહિ; પાંચ આશ્રયને રંધવા; ક્રોધ આદિક ચાર કષાયને તજવાનું જ્ઞાન તપ કરવું; મન, વચન, તથા કાયાને કબજે રાખવાં; અન્ન, પાણી કે મેવો, કે મુખ વાસ, રાત વાસી રાખવાં નહિ; કોઈને કલેશ થાય એવું બોલવું નહિ; સુખ દુઃખને સમાન ભાગે સહન કરવાનું શરીર પર મેહ નહિ કરે; પોતે કાંઈ પણ વેચવું નહિ, કે કોઈ પાસેથી કંઈપણ વેચાતું લેવું નહિ; આહાર થોડે કરે; માનની ઇચ્છા ન રાખવી; લાલચ તજવી; કોઈની નિંદા ન કરવી; કોઈનું બુરું ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy