SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શકે તે રીતે પણ કાર્ય તે એજ કરતા હતા. નહીં કે નવા જમાનાનાં કાર્યો કરતા હતા, તેમણે સંસ્થા સ્થાપી, તે પણ ધાર્મિક જ્ઞાનને માટે. તેમાંથી તૈયાર થયેલા શિક્ષકે પણ ધાર્મિક શિક્ષણ માટે. પુસ્તકે પણ તેવાંજ-આઈડીંગ ગમે તેવું આ જમાનાનું હોય, પરંતુ અંદરની હકીક્ત વાંચે તે જૈન ધર્મને લગતી જ હેય. રીપેર્ટ છપાવે, કમિટી રચે પણ એ બધુ તપાસ તે અંદર હોય તેનું તે. બીજું કાંઈ ન મળે. ને તેમાં હટલની વાત હોય, ને તેમાં સીનેમાની વાત હાય, ન તેમાં અંગ્રેજી ભણવાની વાત હોય, ને તેમાં દેશની વાત કે સુધારાની વાત હોય. આટલી બધી સાવચેતી રાખવા છતાં તમે આ રીતે એવા પુરુષ ઉપર આક્ષેપ કરો તે અસહ્ય છે.” * “એ રીતે પક્ષપાતથી વાત ન કરવી જોઈએ. વેણચંદભાઈની અંગત બાબતમાં અમે ખાસ કરીને કાંઈ કહેવા નથી માગતા, પરંતુ એક તરફ શાસન, ધર્મ અને જનસમાજનું હિત અને બીજી તરફ વેચંદભાઈ હોય કે ગમે તેવી સમર્થ વ્યકિત હોય, પરંતુ તેનાં કાર્યની સમાલોચના કરતી વખતે જે રીતે હોય તે રીતે જ સમાલોચના કરવી જોઈએ. તેમાં અંગત ગુણે કે અંગત સંબંધ વચ્ચે ન લાવી શકાય. તેમ કરવા જતાં સત્ય છુપાઈ રહે અને પરિ. મે હાનિ થાય. માટે વ્યકિત તરીકે ગુણવાન વ્યક્તિનાયે કર્યો કાર્યની સમાલોચના–સમગ્રહિતની દષ્ટિથીજ થાય. તેમાં જરાયે મનદુઃખ ન કરવું જોઈએ. તેથી અમે કહીએ છીએ કે-ધર્મના લાભની દષ્ટિથી પણ એ સાધનેને અલ્પમાં અલ્પ ઉપગ પણ નુકશાન કરે છે. વેણીચંદભાઈ જેવાએ તદૃન પ્રાથમિક રૂપમાં શરૂઆત કરી એટલે તેઓ ખૂબ પૂર જેસમાં વધતા ગયા. અને હવે ઘણાયે એ સાધનેને એ રીતે ઉપયોગ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy