SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વીને તેનું રક્ષણ કરવા તથા જાળ નાંખી પકડવામાં ન આવે તેને માટે બંદોબસ્ત કરવામાં વપરાય છે. આ ખાતામાં ખાસ જાતમહેનત–આત્મગહરા નથુરામ વજેરામ મહેસાણાવાળાને છે, તેથી તેઓ ધન્યવાદને પાત્ર છે. ૭. માસ્તર વલભદાસ હાવાભાઈ વેણીચંદભાઈ આ રીતે અનેક કામમાં, તેને અંગે મુસાફરીમાં, ફડે કરવામાં, આગેવાને અને કાર્યવાહકેને મળવામાં, ધાર્મિક ક્રિયાઅનુષ્ઠાનેમાં એમ અનેક રીતે રોકાયા રહેતા હતા. માણસ કામ ગમે તેટલાં ઉપાડે પણ જે તેની વ્યવસ્થા બરાબર ન થાય, તે બધાં કામે ચૂંથાઈ જાય છે, ને અનેક જાતની ગેરવ્યવસ્થા ઉભી થવા સંભવ રહે છે. વ્યાપારી માલ ખરીદે જાય પણ તેને મૂકવાને માટે વખારે વિગેરે વ્યવસ્થિત સગવડ ન રાખે તે માલને બગાડ થઈ બેટમાં ઉતરવું પડે એ સ્વાભાવિક છે. તેવી જ હકીકત આવાં ખાતાંઓ ઉપાડવા અને તેની વ્યવસ્થા રાખવાને અગે છે. ઉપર પ્રમાણે વેણચંદભાઈ જાતે બધા ખાતાં સંભાળે, તેને વહીવટ કરે, તે ચલાવે, તેના હિસાબ રાખે, માણસો ઉપર દેખરેખ રાખે, એ બધું એકલે હાથે બનવું અશકય હતું. અલબત્ત માણસો દ્વારા કામ લઈ શકાય છે, છતાં દરેક કામમાં એ એક આવશ્યક વિભાગ હોય છે કે જેમાં એ કામ કાં તે જાતે જ કરવું જોઈએ, અને કાં તો અત્યનત વિશ્વાસુ કે અંગત કે અંગત જેવા માણસને જ તે સેંપી શકાય. આવી એક અંગત જેવી વિશ્વાસ વ્યક્તિ તેમને મળી ગયેલી હતી. જેનું નામ માસ્તર વલ્લભદાસ હાવાભાઈ. રહીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy