SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી હોય છે. પરંતુ તેમાં ધર્મ પરિવર્તન કરાવવાની સ્વાથી બાજી હોય છે, એ લગભગ હવે જાણીતું થઈ ગયું છે. ત્યારે આ ચરિત્રનાયકની ઉપર જણાવેલી લાગણમાં કયાંયે કશી પણ સ્વાર્થની ગંધ આવે છે ? ભારતવર્ષના પારમાથિ ક કામને વાર લેશ પણ સીધી રીતે કે આડકતરી રીતે સ્વાર્થ સાધવાથી દૂર રહે છે. કેવળ અનુકંપામય લાગણીથી જ પરોપકાર કરવામાં આવે છે. એ તેનું મહત્વ છે, તે ભૂલવું જોઈતું નથી. તે વખતના કડી પ્રાંતના સુબા સાહેબ મે. ખારાવને આ વાતની જાણ થતાં તેમણે વેણચંદભાઈની પ્રશંસા કરી હતી. પ્રશંસા કરવામાં આવે કે ન આવે, પરંતુ ખાસ કરીને કચ્છ, મારવાડ, સૌરાષ્ટ્ર, અને ગુજરાત વિગેરે પ્રદેશમાં જેને સંકટવખતે હજારો વર્ષથી હાર્દિક મદદ કરતા આવ્યા છે. આ વખતે ગુજરાત પર અતિવૃષ્ટિ એ જે સિતમ ગુજાર્યો છે, તે કલ્પનાતીત છે. તેમાં પણ કેઈની રાહ જોયા વિના સૌથી પહેલા ઘણે ભાગે જેન બચ્ચાઓ જ બહાર પડી ગયા છે. પૈસા અને જાતમહેનતઃ એમ બને રીતે ન જોઈ બંધારણસરની સમિતિની રાહ, ન જોઈ હુકમની રાહ, ન જેઈ રીતસરના ફંડની રાહ, જે હાથમાં આવ્યાં તે સાધનથી લેકેના જાનમાલ બચાવવા અને નિરાધાર સ્થિતિમાં આધાર આપવાને બસ જુદી જ પડયા. બીજા કાર્યકર્તાઓમાં ત્યાર પછીજ હીલચાલ શરૂ થઈ. “માણસ પર દયા કરવાને બદલે જેને ઝીણું જીવેને પાળે છે. ” “ પિતાના ક્ષેત્રથી બહાર મદદ આપતા નથી. ” અજ્ઞાનતાથી આવા આક્ષેપ કરનારા ને આશ્ચર્યચક્તિ કરી દીધા. જેનેએ પિતાની સંખ્યાના પ્રમાણે વધુ ફાળો આપે છે, અને તે મુંગે મોઢે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy