SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦: ધમતત્વ શિષ્ય –ોધ વિગેરે જે કાર્યકારિણી વૃત્તિઓ અને કામ વિગેરે જે શારીરિક વૃત્તિઓ તેની પણ બરાબર સ્મૃતિ તથા પરિણતિ, મનુષ્યત્વની પ્રાપ્તિ માટે શું જરૂરી છે? ગુર–ઉકત ચાર પ્રકારની વૃત્તિઓના અનુશીલનસંબંધે મારે એક-બે વાતો કહેવાની છે તે કહી લેવા દે. ત્યારપછી તારી શંકાનું સમાધાન કરીશ. શિષ્ય–તેની સાથે એક બીજી પણ શંકા છે. આપે જે કાંઈ કહ્યું તેમાં મને નવું જાણવા જેવું કશું લાગતું નથી. વ્યાયામ અથવા કસરતથી શારીરિક વૃત્તિઓને પરિપુષ્ટ કરવી એમ સે કહે છે અને અને તેમ કરે પણ છે. જેઓ સારી સગવડ ધરાવે છે તેઓ પોતાના પુત્રો તથા આશ્રિતોને સારી કેળવણી આપી તેમની જ્ઞાનસંપાદક વૃત્તિઓ ખીલવવાને બની શકે તેટલો પ્રયત્ન પણ કરે છે. આજકાલ જેટલાં વિદ્યાલયો જુઓ છો ત્યાં જ્ઞાનસંપાદક વૃત્તિઓને ખીલવવા સિવાય બીજું કામ જ શું થાય છે? ત્રીજી કાર્યકારિણી વૃત્તિનું જે કે બરાબર અનુશીલન થતું નથી એમ મારે સ્વીકારવું જોઈએ તોપણ તેમ કરવાની પણ આપણી ફરજ છે એમ સૈ કઈ માને છે. ચોથી-ચિત્તરંજિની વૃત્તિનું સ્કરણ ઈચ્છવાયોગ્ય છે એ વાત તે સાહિત્યલલિતકળા અને સૂક્ષ્મ શિલ્પવિઘા ઉપરથી સિદ્ધ થઈ શકે તેમ છે, અને સાહિત્યમાં પણ તેનાં સેંકડો પ્રમાણે મળી આવે છે. એમાં આપે નવી વાત શું કહી ? - ગર–આ સંસારમાં ખરૂં પૂછે તો ભાગ્યે જ કોઈ નવી વાત હશે. ખાસ સ્વર્ગમાં જઈ ત્યાંથી કાઈ નો સંદેશ તારે માટે આ પૃથ્વી ઉપર હું લાવ્યો નથી. વસ્તુતઃ મારી સર્વ વાતે પુરાતની જ છે. મને પિતાને પણ નવી વાતમાં વિશ્વાસ નથી, અને તેમાં પણ હું અત્યારે તે ખાસ કરીને ધર્મની વ્યાખ્યા કરવા બેઠો છું. ધર્મ પરાતન છે તે પછી ધર્મની વાતમાં નવીનતા કેવી રીતે સંભવે ? નૂતન ધર્મ કયાંથી લાવ, એજ હું તે સમજી શકતા નથી. શિષ્ય:–છતાં આપે વિદ્યા અથવા શિક્ષણને ધર્મના અંગરૂપે માની લીધાં એમાં મને નૂતનતાનો ભાસ થાય છે. | ગુસા–નહિ તે નૂતન સિદ્ધાંત નથી. શિક્ષણને ધમના એક અંશતરીકે હિંદુધર્મમાં મૂળથી જ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. એટલા માટે પ્રત્યેક હિંદુધર્મશાસ્ત્રમાં શિક્ષણ-પદ્ધતિને વિધિ-નિયમથી બરાબર ગુંથી રાખવામાં આવી છે. દાખલા. તરીકે હિન્દુઓને બ્રહ્મચર્યાશ્રમ એ કેવળ વિદ્યા પ્રાપ્ત કરવાની વિધિ નથી તે બીજું શું છે ?કેટલાં વર્ષો સુધી અધ્યયન કરવું, કેવી રીતે અધ્યયન કરવું અને ક્યાં ક્યા વિષયોનું અધ્યયન કરવું એ સર્વ વિસ્તારપૂર્વક હિંદુધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. બ્રહ્મચર્યની પછી ગૃહસ્થાશ્રમ આવે છે તે પણ શિક્ષણને જ એક વિભાગ છે. બ્રહ્મચર્યાશ્રમમાં જ્ઞાનસંપાદક વૃત્તિઓનું યથાયોગ્ય અનુશીલન થઈ રહે છે. ત્યારપછી ગૃહસ્થાશ્રમમાં કાર્યકારિણી વૃત્તિઓનું અનુશીલન કરવાને પ્રસંગ પ્રત્યેકને પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy