SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતવ 1 ગુર–અનુશીલન એ શું વસ્તુ છે તે સમજ્યા વિના મારે ઉત્તર તું કેવી રીતે સમજી શકશે? સુખ અને દુઃખ એ બને માત્ર માનસિક અવસ્થા સિવાય છબીજું કશું નથીસુખ-દુઃખ એ કોઈ ખાસ બાહ્ય વસ્તુ નથી; અને માનસિક 'અવસ્થા, એ તો કેવળ અનુશીલનને જ આધીન હોય છે, એ વાત સ્વીકારવામાં પણ તને કાંઈ હરકત નહિ હોય. આટલી વાત છે તું બરાબર સમજી શકશે તે પછી માનસિક શકિતઓનું યથાયોગ્ય અનુશીલન થયું હોય તો ઘરનું બળવું પણ દુ:ખરૂપ ન લાગે, એ વાત તારા લક્ષ્યમાં આવી જશે. શિખ્ય –અર્થાત વૈરાગ્ય હોય તે દુઃખ ન થાય એજ આપને કહેવાનું છે કે બીજું કાંઈ? કેવી ભયંકર વાત ! ગુરુ --આજકાલ જેને વૈરાગ્ય કહેવામાં આવે છે તેને તારે ભયંકર કહે હોય તે કહે; પરંતુ હું તે તે વિષે કશી વાતજ કરવા માગતો નથી. શિષ્ય –તે સિવાય આપને બીજું કહેવા જેવું જ શું છે? આપ તો શું પણ સમગ્ર હિંદુધર્મને ઝેક એ દિશામાં છે. સાંખ્યકાર કહે છે કે ત્રણ પ્રકારનાં દુઃખની નિવૃત્તિ–અત્યંત નિવૃત્તિ તેનું નામજ પરમ પુરુષાર્થ. ત્યારબાદ આગળ વધતાં તે કહે છે કે સુખ એટલું બધું અલ્પ છે કે તેને દુઃખમાંજ ગણી લઇએ તેપણ ખોટું નથી. મતલબ કે સુખ-દુ:ખને ત્યાગ કરી જડ–પૂતળા જેવા બની જાઓ એજ એક વાત હિંદુધર્મ નિરંતર કહ્યા કરે છે. આપને ગીતાધર્મ પણ તે વિના બીજું શું પ્રબોધે છે ટાઢ-તડકામાં તથા સુખ–દુ:ખાદિ દ્વોમાં સમાન બુદ્ધિ રાખવી એજ એક વાત ગીતાકારને કહેવાની છે કે બીજું કાંઈ? કહું છું કે જે સુખથી આપણે સુખી ન બનીએ તે પછી જીવવાની જરૂર જ શું છે? સુખનો ત્યાગ કરી દેવો એજ જે ધર્મને ઉદ્દેશ હોય તે હું તે એ ધર્મને દૂરથીજ નમસ્કાર કરું છું. આપના અનુશીલનવાદને પણ જે એવોજ કંઈક ઉદ્દેશ હોય તો હું તે પણ સાંભળવા માગતા નથી. ગુરુ --એટલા બધા ઉશ્કેરાઈ જવાની જરૂર નથી. અમારો અનુશીલનવાદ તને મીઠાઈના એક-બે કકડા ખાવા દેવામાં કોઈ જાતને વધે નહિ લે–ઉલટો એ તે મીઠાઈ ખાવાની વિધિજ બતાવશે. સાંખ્યદર્શનને ધર્મરૂપે સિદ્ધ કરી તેને સ્વીકાર કરવાનું હું તને કદાપિ કહીશ નહિ; એ વાતની ખાત્રી રાખજે. શીત–ઉષ્ણ તથા સુખ-દુ:ખનાં ઠામાં તુલ્યબુદ્ધિ રાખવા સંબંધી જે ઉપદેશ ગીતા વિગેરેમાં કહ્યો છે તેને એ અર્થ બીલકુલ નથી કે મનુષ્યોએ મુદ્દલ સુખ ભોગવવું જ નહિ. તેનો સાચો અર્થ કરવા જેટલે અત્યારે સમય નથી. મેં ગઈ કાલે કહ્યું હતું કે વિલાથતી અનુશીલનને ઉદ્દેશ સુખ અને ભારતવર્ષીય અનુશીલનો ઉદ્દેશ મુકિત પ્રાપ્ત કરવાને હેય છે. હું તેના ઉત્તરમાં કહું છું કે મુક્તિ પણ એ સુખની એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy