SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત સમાજે તેને દાખલ કર્યો નહિ. છેવટે તે નિરુપાય થઈને બંકિમને શરણે આવ્યો. બંકિમને તેના ઉપર દયા આવી. તેમણે વિચાર કરીને એક ઉપાય કાઢો. તે ભલા માણસને કહ્યું “તમે કઈ રવિવારે મને આમંત્રણ આપો, તમારે ત્યાં આવીને ભજન કરી જઈશ. તે ભલા માણસે તે પ્રમાણે કર્યું અને બંકિમ બાબુ રવિવારે તેમને ઘેર ગયા. કટાલપાડાના કેઇ પણ માણસને આ વાતની ખબર ન પડી. તે ભલા માણસને ઘેર ભોજન કરી આવીને તેઓ પોતાના ભાઈને મળ્યા. બંકિમે પ્રથમ આડી અવળી બે એક વાત કરીને પછી હસતાં હસતાં કહ્યું-“ મોટાભાઈ! હું એક કામ કરી આવ્યો છું.” શ્યામચરણે પૂછ્યું “શું કરી આવ્યા છે?” બંકિમે ખૂબ હસતાં હસતાં કહ્યું “રાય-કુટુંબમાં ભોજન કરી આવ્યો છું.” . શ્યામચરણ સ્તબ્ધ થઈ ગયા. રાય મહાશય પડદા પાછળ ઉભા હતા. અવસર જોઈને તેઓ પણ આવ્યા. એટલે સ્વામચરણ બાબુ બીજું શું કહે ! તરત જ તે ભલા માણસને સમાજમાં લેવામાં આવ્યો. તે ભદ્ર પુરુષ જીવનપર્યત બંકિમબાબુને કૃતજ્ઞ રહ્યા. બંકિમબાબુની પ્રતિભા વિષે તેમના એક ચરિત્રમાં લખ્યું છે કે – બંકિમબાબુની સાધારણ વાતચીત સાંભળીને કઈ પણ તેમની પ્રતિભાને જાણી શકતું ન હતું; પણ જ્યારે તેઓ કોઈ વિષયની ચર્ચામાં ઉતરતા ત્યારે તેમનું રૂપજ બદલાઈ જતું. તેમની ચળકતી આંખો વધુ ચળકવા લાગતી, અને વખતો વખત હાથપગ વગેરે અંગ પણ થોડાં થોડાં હાલતાં હતાં. પ્રતિભાની કેાઈ એરજ છટા તેમના મુખમંડળ ઉપર પ્રકાશી ઉઠતી. તે વખતે આંખની ચંચળતા, વાકયોને અસંબદ્ધ ભાવ, તેમજ મનની અસ્થિરતા કોણ જાણે કયાંય જતાં રહેતાં. જાણે પાંચ વર્ષને કેાઈ છોકરે એકાએક પ્રૌઢ બની જઈને રંગભૂમિ ઉપર આવ્યો હોય ને! એમ લાગતું હતું.” બંકિમચંદ્ર બહુ ક્રોધી હતા. તેઓ ક્રોધના આવેશમાં આવતા ત્યારે ધ્રુજી ઉઠતા, પણ કાઇને મારતા કરતા નહિ. બંકિમબાબુથી ઘરનાં નાનાં મોટાં બધાંય કરતાં હતાં. પરંતુ તેમનો ક્રોધ બહુ વાર રહેતો નહિ. ઘડીભરમાં તેમનો ક્રોધ શાંત થઈ જ; પણ ક્રોધની શરૂઆત બહુ આકરી થતી. તે વખતે તેઓ આત્મસંયમ અને શિક્ષણ બધુંય ભૂલી જતા હતા. બંકિમે કલકત્તામાં એક ઘર ખરીદીને જીવનની આખરનાં કેટલાંક વર્ષ તેમાં જ ગાળ્યાં હતાં. સન ૧૮૮૭ માં તે ઘરમાં તેઓ રહેવા આવ્યા હતા. તે ઘર પાટલડિગામાં મેડિકલ કોલેજની સામે છે. હાલ બંકિમ–આશ્રમના નામથી તે પ્રસિદ્ધ છે. વાઇસરોય લોર્ડ કર્ઝનના અમલમાં સરકાર તરફથી ત્યાં એક પત્થર કેતરાવીને ચેડવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે –“ આ જગ્યામાં નવલકથાકાર બંકિમચંદ્ર રહેતા હતા. જન્મ ઇસ૧૮૩૬; મૃત્યુ ઈ. સ૧૮૯૪.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy