SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ધર્મતત્વ ષ્યના જીવનમાં વૃત્તિ માત્રનું કર્મ અને જ્ઞાન સિવાય બીજું પરિણામ અથવા ફલ નથી; એટલા માટે જ જ્ઞાન અને કર્મ મનુષ્યોને સ્વધર્મ છે. જે સર્વ મનુષ્યો પિતાપિતાની સમગ્ર વૃત્તિઓને વિહિત માર્ગમાં અભ્યાસવાળી કરે તો જ્ઞાન અને કર્મ બંને સર્વ મનુષ્યોના સ્વભાવરૂપજ થઈ જાય; પરંતુ મનુષ્યસમાજની અપરિપકવ દશામાં સાધારણ રીતે તેમ બનવું સંભવતું નથી. કેટલાક કેવળ જ્ઞાનને જ પ્રધાન ગણી સ્વધર્મરૂપ માને છે, અને કેટલાક કેવળ કર્મને જ પ્રધાન ગણ લઇ સ્વધર્મરૂપે સ્વીકારે છે. - જ્ઞાનને ઉદ્દેશ બહ્મસાક્ષાત્કાર છે. સમસ્ત જગત બ્રહ્મમાં છે, એટલા માટેજ જ્ઞાનપ્રાપ્તિ કરવી એ જેમને સ્વધર્મ છે, તેમને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બ્રાહ્મણ શબ્દ બ્રહ્મન બદમથી થયેલ છે. કર્મને ચાર શ્રેણીમાં વિભક્ત કરી શકાય, પરંતુ તે સમજવા પૂર્વે કર્મના વિષયને સારી રીતે જાણી લેવો જોઈએ. જગતમાં આંતરિક વિષય અને બાહ્ય વિષય એમ બે પ્રકારના વિષય છે. અંતવિષયને કર્મો વિષય કરી શકે નહિ. બાહ્ય વિષયજ કમેને વિષય છે. તે બાહ્ય વિષયોમાંના કેટલાક સર્વભોગ્ય છે. મનુષ્યોનાં કર્મ મનુષ્યોના ભોગ્ય વિષયને જ આશ્રય કરી શકે છે. તે આશ્રય ચાર પ્રકારને છે. (૧) ઉત્પન્ન કરવું અથવા બનાવવું; (૨) યોજના કરવી અથવા સંગ્રહ કરવા; (૩) રક્ષા કરવી; અને (૪) સેવા કરવી. (૧) એમાં જેઓ ઉત્પન્ન કરે તેઓ કૃષિધમ ખેડુત, (૨) જેઓ સંયોજન અથવા સંગ્રહ કરે તેઓ શિલ્પી અથવા વ્યાપારી, (૩)જેઓ રક્ષા કરે તેઓ યુદ્ધધમી અને જેઓ સેવા ચાકરી કરે તે સેવાધમ (૪) જ્યારે જ્ઞાનધર્મવાળા, યુદ્ધધર્મવાળા અને વાણિજ્ય અથવા કૃષિધર્મવાળાઓને પિતા પોતાનાં કાર્યો એટલા વધી પડે, કે જેથી તેઓ પોતાના દેહવ્યવહાર આદિ અગત્યનાં કાર્યોને ન પહોંચી વળે, ત્યારે કેટલાક લોકો તેમની સેવામાં નિયુક્ત થાય છે. તેમને શ્રદ્ધા કહે છે. આમ હાઈને જ (૧) જ્ઞાનપ્રાપ્તિ અથવા લેકશિક્ષણ, (૨) યુદ્ધ અથવા સમાજ રક્ષણ, (૩) શિ૯૫ અથવા વ્યાપાર, (૪) ઉત્પાદન અથવા ખેતી અને (૫) પરિચર્યા–સેવા. આ પાંચ પ્રકારનાં કર્મો છે. હિંદુધર્મશાસ્ત્રમાં એમાંની પહેલી બાબત તે બ્રાહ્મણના સ્વધર્મરૂપ કહી છે. બીજી બાબતને ક્ષત્રીયના સ્વધર્મરૂ૫, ત્રીજી અને ચોથી બાબતને વૈશ્યના સ્વધર્મરૂપ અને ચોથી બાબતને શક્કના સ્વધર્મરૂપ કહેલી છે. ભગવદ્ગીતાની ટીકામાં મેં જે લખ્યું છે, તેમાંથી આ કેટલીક વિગત લીધેલી છે. અહિં એ સ્મરણમાં રાખવું અગત્યનું છે, કે સર્વ પ્રકારનાં કર્માનુષ્ઠાન માટે અભ્યાસને ઉપયોગ કરે જરૂર છે. જેને જે સ્વધર્મ છે, તેને અનુસરતે અભ્યાસ કર્યા વિના તેનાથી તે સ્વધર્મનું સારી રીતે પાલન થઈ શકતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy