SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨૨ મે-આત્મપ્રીતિ ૧૯ અધર્મ છે તે વાત બહુ સારી રીતે સમજી શકે છે. શિષ્ય:–આપને કહેવાનો આશય એ છે કે આત્મપ્રીતિ એ અન્ય પ્રત્યેની પ્રીતિવૃત્તિની વિરોધી હોવા છતાં તે તિરસ્કારને પાત્ર તે નથી જ; પરંતુ આત્મપ્રીતિને યોગ્ય નિયમોથી સીમાબદ્ધ કરીને જ તેનું ઉચિત અનુસરણ તથા વિકાસ કરે જોઈએ. એમજને? ગુસ–વસ્તુતઃ જે સ્વ–પરમાં કઈ ભેદ ન લાગતે હેય અને સર્વ કેાઈ સમાન છે, એવી વૃત્તિ સતત રહ્યા કરતી હેય, તે તે પછી સ્વ અને પર એવા ભેદો પાડવા એજ અનુચિત છે. આત્મપ્રીતિને યોગ્યરૂપે કેળવવાથી તથા તેને વ્યવસ્થિત બનાવવાથી ક્રમે ક્રમે તેને સમાવેશ જાગતિક પ્રીતિમાં થઈ જાય છે, કારણ કે આપણે કાંઈ આ જગતની બહાર નથી. ધર્મનું, અને તેમાં પણ ખાસ કરીને હિંદુધર્મનું મૂળ એક માત્ર ઈશ્વર છે. ઈશ્વર સર્વ ભૂતમાં વ્યાપ્ત છે, અને તેથી પ્રાણીમાત્રનું હિત સાધવું એજ આપણો ધર્મ છે. હું પૂર્વે જ કહી ગયો છું કે સર્વ વૃત્તિઓને ઇશ્વરમુખી કરવી એ મનુષ્યજન્મને અંતિમ ઉદ્દેશ છે. જો પ્રાણીમાત્રનાં હિત સાધનમાં ધર્મ હોય તો પછી પરનું હિતસાધન કરવું એ પણ ધર્મકર્તવ્ય છે, એમ કહેવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે પિતાનું હિત સાધવું એ પણ આપણે ધર્મકર્તવ્ય છે; કારણ કે આપણે પણ સર્વ ભૂતના અંતર્ગતજ છીએ. જેવી રીતે અન્ય પ્રાણીઓમાં ઇશ્વરનું અસ્તિત્વ છે, તેવી જ રીતે આપણુમાં પણ છે, એ વાતને અસ્વીકાર કેવી રીતે થઈ શકે ? સારાંશ કે પરપ્રાણીની રક્ષા કરવી એ જેમ આપણે ધર્મ છે, તેવી જ રીતે પોતાની રક્ષા કરવી એ પણ આપણો ધર્મ છે. શિષ્યઃ–પણ મૂળ વાતમજ મોટો વધે આવે છે, તેનું કેમ? જે સ્થળે આત્મહિત અને પરહિત વચ્ચે પરસ્પર વિરુદ્ધતા ઉપસ્થિત થાય ત્યારે આત્મહિત સાધવું કે પરહિત સાધવું તેને નિર્ણય કેવી રીતે કરવો ? અત્યારે પૂર્વેના ધર્મવેત્તાઓ એમજ કહી ગયા છે કે જ્યાં આ વિધ ઉત્પન્ન થાય ત્યાં પરહિત સાધવું એજ ધર્મ છે. તે વિષે આપનો શું અભિપ્રાય છે? ગુરુ –તેં જે છેલ્લી વાત કહી તેવી વાત કોઈ ધર્મમાં હોય એમ મારે જાણવામાં નથી. ક્રિશ્ચિયન ધર્મ કહે છે કે બીજાઓ તરફથી જે પ્રકારના વર્તનની ઈચ્છા તમે રાખતા હો તેવા પ્રકારનું વર્તન તમે તેમના પ્રત્યે કરો. આ વચન ઉપરથી એટલું તે સમજી શકાય છે કે તેમાં પરહિતને પ્રાધાન્ય આપવાને બદલે સ્વહિત તથા પરહિત એ ઉભયને એકસરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ એ વાતને આપણે હમણું રહેવા દઈએ; કારણ કે આપણે પણ આ અનુશીલન તત્ત્વની વ્યા ખ્યામાં, ખાસ પ્રસંગે પરહિતનેજ અગત્યનું સ્થાન આપવું પડશે; પરંતુ તારા પ્રશ્નને નિર્ણય તે બહુજ સરળ રીતે થઈ શકે તેમ છે. તારા પ્રશ્નના ઉત્તરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy