SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ : ધર્મતત્તવ શિષ્ય પરંતુ હિંદુ પ્રજા અથવા અંગ્રેજોના હિંદુ સીપાઈઓ “ઈશ્વર સર્વ ભૂતમાત્રમાં છે, સર્વત્ર આત્મતત્વ છે.” એમ માનીને જ અંગ્રેજો તરફથી લડયા હેય એમ હું તો માની શકતું નથી. ગુરુ – સાધારણ જનસમાજ એવી તાત્વિક વાતને સમજી ન શકે. એ વાત તો તદ્દન સ્પષ્ટ જ છે. પરંતુ જાતીય ચરિત્ર સર્વદા જાતીય ધર્મને જ અવલંબી રહ્યું હોય છે, એ સિદ્ધાંત વિસરી જ જોઈતું નથી. જેઓ પિતાને જાતીય ધર્મ સમજતા નથી તેઓને પણ જાતીય ધર્મને અધીન રહ્યા સિવાય ચાલતું નથી. અર્થાત જાતીયધર્મઠારાજ જાતીય ચરિત્ર ઘડાય છે. ધમને ગૂઢ ભમ તે બહુજ અલ્પ મનુષ્ય સમજી શકે છે, પરંતુ જેઓ તે ગુઢ મમ સમજી શકે છે તેમની આજ્ઞાથી અને તેમના અનુકરણ દ્વારા તે દેશનું જાતીય (સામાછક) ચરિત્ર પણ કમે કમે ગઠિત તથા શાસિત થતું ચાલે છે. હું તને જે અનુશીલન ધર્મ આજે સમજાવવા બેઠો છું. તે ધર્મ પણ સર્વ સાધારણું હિંદુ પ્રજાને માટે સહજે સમજાય એમ હું માનતો નથી, પરંતુ એટલું તો નિશ્ચિત્તજ છે કે જે વિદ્વાન પુરુષો આ ધર્મના રહસ્યને બરાબર સમજીને ગ્રહણ કરે તે તેમની આજ્ઞા અને અનુકરણદ્વારા સમસ્ત હિંદુજાતીનું જાતીય ચરિત્ર પણ ગઠિત થયા વના રહે નહિ. જાતીય ધર્મનું મુખ્ય ફળ બહુજ અ૮૫ મનુષ્યને પ્રાપ્ત થાય છે. પરંતુ તેનું ગણું ફળ તે સૌ કોઈને અવશ્ય જ પ્રાપ્ત થાય છે. - શિષ્યઃ–એક વાત હજી બરાબર સમજાઈ નહિ. આપે પ્રીતિની જે પારમાર્થિક અનુશીલનપદ્ધતિ દર્શાવી તેના પરિણામે જગત વાત્સલ્યમાં દેશવાત્સલ્ય સમાઈ જાય, એ વાત તો હું સમજી ગયો. પણ દેશવા સત્યના અભાવે આ ભારતવર્ષ સાતમેં વર્ષથી પરાધીનપણે અવનતિ પામતો જાય છે, તેનો કોઈ વિચાર કર્યો છે આપે કહી તે પારમાર્થિક પ્રીતિ સાથે જાતીય ઉન્નતિને કાંઈ સંબંધ છે ખરો ? ગુસ-નિષ્કામ કર્મગદ્વારાજ જાતીય ઉન્નતિ થઈ શકે. પિતાનાં સર્વ કર્તવ્ય-કર્મ નિષ્કામપણે કરવાં જોઈએ. જે કર્મો ઈશ્વરાનુમોદિત એટલે કે શાસ્ત્રસંમત હોય તેજ કર્મો અનુચ્છેય છે, એ વાત પૂર્વે હું કહી જ ગયો છું. આત્મરક્ષા, દેશરક્ષા, પરપીડિતની રક્ષા, અને પતિનો ઉદ્ધાર–એ સર્વ ઈશ્વરાનુદિત કર્યો છે, અને તેથી તે આચરવા યોગ્ય છે. અર્થાત નિષ્કામ ચિત્તે આત્મરક્ષા, દેશરક્ષા, પીડિત બધુઓની રક્ષા તથા દેશીય લેકની ઉન્નતિ કરવાના પ્રયત્ન અંતઃકરણ પૂર્વક કરવા જોઈએ. શિષ્ય:–નિષ્કામ પણે આત્મરક્ષા કેમ થઈ શકે, તે સમજાતું નથી. આત્મરક્ષા પિતેજ સકામ છે. ગુરા–તે પ્રશ્નનો ઉત્તર હવે પછી આપીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy