SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ अध्याय २१ मो-- प्रीति શિષ્યઃ— હવે ભિન્ન ભિન્ન હિંદુગ્રન્થામાં ભક્તિની કેવી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે તે સાંભળવાની મારી ઇચ્છા છે. ગુરુ:—હું જે અનુશીલનધર્મની વ્યાખ્યા કરવામાં પ્રવૃત્ત હ્યુ, તેમાં તે વિષય અગત્યતા નથી. ભાગવત-પુરાણમાં પણ ભક્તિતત્ત્વ સબંધે અનેક કથાઓ છે. છતાં તે સમાં શ્રીમદ્ ભગવદ્ગીતાજ એકમાત્ર મૂળસ્વરૂપ છે. અન્યાન્ય ગ્રન્થામાં પશુ ભક્તિતત્ત્વવિષે જે કથન મળી આવે છે તેને હું તેા ગીતામૂલકજ સમજી છેં. એટલામાટે સર્વાં ગ્રન્થાની અને કથાઓની પર્યાલાચના કરી કાળક્ષેપ કરવા તે હું ઉચિત સમજતા નથી. માત્ર ચૈતન્યદેવને ભક્તિવાદ કાંઇક જૂદા પ્રકારના જણાય છે; પરંતુ આપણા અનુશીલનધર્મી સાથે તે ભક્તિવાદને સબંધ નથી. ઉલટા સહેજ વિધ આવે છે, અને એ કારણુને લીધે હું તે ભક્તિવાદની આલોચનામાં ઉતરવા માગતા નથી. શિષ્ય:—ના પછી હવે પ્રીતિવૃત્તિના અનુશીલનસંબધે ઉપદેશ આપવાની કૃપાકરી. ગુરુઃભક્તિવૃત્તિના સબંધે ખેલતાં પ્રીતિના મૂળતત્ત્વવિષે પણ હું ખે:લી ગયા છું. મનુષ્યાપ્રત્યે પ્રીતિભાવ ન ઉદ્દભવે ત્યાંસુધી ઈશ્વરપ્રત્યે ભક્તિભાવ સ્ફુરતા નથી. પ્રહ્લાદચરિત્રની આલોચના સમયે પ્રહ્લાદના પોતાના શબ્દોમાં આ સિદ્ધાંતની અમરકારકતાવિષે હું વિવેચન કરી ચૂકયા . અન્ય ધર્મો મનુષ્યપ્રીતિ ઉપર આટલું વજન મૂકે છે કે નહિ તે હું જાણુતેા નથી, પરંતુ હિંદુધર્મ તા તેના ઉપર ખાસ ભાર મૂકે છે. પ્રીતિના અનુશીલનમાટે બે માર્ગો છે. એક તા પ્રાકૃતિક મા અથવા ચૂરાપીય માર્ગો અને ખીજો આધ્યાત્મિક અથવા ભારતીય મા. આધ્યા ત્મિક માર્ગોની ચર્ચાને હમણાં આપણે મુલતવી રાખીશું, અને પ્રાકૃતિક મા વિષે હું જે કાંઈ સમજ્યેા છું, તેજ હું તને સમજાવવાના પ્રયત્ન કરીશ. પ્રીતિ એ પ્રકારની છે. (૧) સહેજ અને (૨) સ ંસર્ગજ, કેટલાંએક મનુષ્ય પ્રત્યે આપણી પ્રીતિ સ્વભાવસિદ્ધ હોય છે, દાખલાતરીકે માતાપિતાની પોતાનાં સંતાન પ્રત્યેની પ્રીતિ, અથવા સંતાનની માતાપિતાપ્રત્યેની પ્રીતિ. આ પ્રીતિને સહજ પ્રીતિનું નામ આપવામાં આવે છે. બાકી કેટલીક પ્રીતિવૃત્તિ સંસ`જ હાય છે. ઉદાહરણુતરીકે સ્વામીની સ્રીપ્રત્યેની પ્રીતિ અથવા સ્ત્રી સ્વામી પ્રત્યેની પ્રીતિ. અન્ધુઓની પરસ્પરની પ્રીતિ તથા શેઠ અને નાકરની પરસ્પરની પ્રીતિ, વિગેરેને પણ એજ પેટામાં મૂકી શકાય. આ સહજ અને સ ંસČજ પ્રીતિ ધીમે ધીમે પારિવારિક બંધનમાં પરિણમે છે, કિવા એ ઉભય પ્રીતિને લીધેજ આપણાં પારિવારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy