SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત ૧૧. તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. ખબર નથી કે આવું કોણે જાહેર કર્યું હતું અને કોણ એટલા રૂપીઆ આપનાર છે. અફવા એવી પણ હતી કે કેાઈ અંગ્રેજ એક ખિસ્સામાં એક લાખની નોટ અને બીજા ખિસ્સામાં રિવર લઈને બંકિમને મળવા ગયો હતો. તેણે રિવૈવર અને નોટોનું બંડલ બંકિમ સમક્ષ ટેબલ ઉપર મૂકીને કહ્યું હતું.-“તમે શું ઈચો છે ? જે આ ધન લેવા રાજી ન હો તે. હું હમણાંજ તમને મારી નાખીશ.” - બંકિમે શ્વાસ ખાઇને વિચારીને કહ્યું “હું મારી સહધર્મિણીની સલાહ લઈને જવાબ આપું છું.” એમ કહીને બંકિમચંદ્ર ઉડીને બીજી ઓરડીમાં ગયા, અને અંદરથી બારણું બંધ કરીને નોકરોને હાંક મારી. પેલે અંગ્રેજ તો તરતજ ગભરાઇને અગીયારા ગણી ગયે. ઉપલા બનાવ પછીજ પૂર્વોક્ત જાહેરાતનો પ્રચાર થયો હતો પણ બંકિમને કઇ મારી ન શકયું. ભગવાન તેમના રક્ષક હતા. બંકિમબાબુને એક હજુરિયા મેંરેલગંજના બદમાસાના હાથમાં પકડાઈ ગયું હતું. તેના છૂટકારા માટે બંકિમે બહુજ પ્રયત્ન કર્યો અને અંતે તેને છોડાવી પણ લાગ્યા. પણ આ કામમાં તેમને બહુ હેરાન થવું પડયું. જેસોર જીલ્લાના બીજા કસ્બાએમપણ આવાજ ઉત્પાત થતા રહ્યા, પણ બંકિમના પ્રતાપે ખુલના શાંત રહ્યું હતું. બેબ્રિજ સાહેબે બંકિમનાં કામોથી બહુ ખુશ થઈને સરકારમાં તેમનાં વખાણ લખી મોકલ્યાં. લેફટનંટ ગવર્નર બીડન સાહેબે ૧૮૬૩ ની શરૂઆતમાં બંકિમના પગારમાં રૂા. ૧૦૦) ને વધારો કર્યો. આ રીતે ચાર વર્ષ અને પાંચ મહીનામાં બંકિમે બેવાર પ્રમોશન મેળવ્યું. હવે સાડીવીશ વર્ષની ઉંમરમાં બંકિમ બાબુ ચતુર્થ શ્રેણીના મેજીસ્ટ્રેટ થયા. ચાંચીઆઓને ઠેકાણે લાવવામાં પણ બંકિમ બાબુએ પિતાના સાહસ અને તેજસ્વિતાને યથેષ્ઠ પરિચય આપે છે; પણ મારેલગંજના મામલા આગળ એ બધાં કામ સાધારણ છે. બંગાળની અનઓફિશિયલ પાર્લામેન્ટ કહીને જે ગળીવાળા સાહેબ નો ઉલ્લેખ કરવામાં આવ્યા છેજે ગળીવાળા સાહેબએ લેફટનંટ ગવર્નર ગ્રાન્ટ સાહેબ ઉપર પણ લાઇબલ કેસ ચલાવવામાં બાકી રાખ્યું ન હતું; તે વેપારી સાહેબ સહેજમાં દબાઈ જાય તેવા ન હતા. બંકિમ બાબુએ તેમને કબજામાં રાખીને અક્ષય કીતિ પ્રાપ્ત કરી છે, તેથી જ આ ઘટનાનું વર્ણન આટલા થોડા વિસ્તારપૂર્વક કર્યું છે. આ પ્રમાણે જ્યારે બંકિમચંદ્રની ચારે બાજુએ ચાંચીઆ અને બાદમાસ ફરતા હતા; જ્યારે પ્રબળ ગળીવાળા સાહેબ સાથે તેમને ઝગડે ચાલતા હતા; તે વખતે પણ તેઓ સ્થિરચિત્તે દુર્ગ નંદિની નામની નવલકથા લખેજ જતા હતા. બંકિમબાબુની બી. એલ. ની કાયદાની પરીક્ષા પસાર કર્યા પછી સને ૧૮૬૯ની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy